Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ SOGએ 13 વર્ષથી વોન્ટેડ ગુનેગાર ઝડપ્યો:અનિલ યાદવ 35 ગુનામાં સામેલ હતો, વાપીમાંથી પકડાયો

    20 hours ago

    વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ 13 વર્ષથી નાસતા ફરતા રીઢા ગુનેગાર અનિલ બિંદેશ્વર યાદવને ઝડપી પાડ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની સૂચના હેઠળ SOG ટીમે આ કાર્યવાહી કરી હતી. આરોપી વાપી ટાઉન પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ હતો અને તેની સામે કુલ 35 ગુના નોંધાયેલા છે. SOGના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. વાય.પી. હડીયા અને એસ.આર. સુસલાદેની ટીમ કાર્યરત હતી. હેડ કોન્સ્ટેબલ પ્રમોદ શાલીગ્રામ અને હસમુખ ગીગાભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે, આરોપી અનિલ યાદવને વાપી ચલા પોલીસ ચેકપોસ્ટ પાસે સાગાકાસા બિલ્ડિંગની સામે રોડ પરથી પકડી પાડવામાં આવ્યો હતો. ઝડપાયેલ આરોપી અનિલ બિંદેશ્વર યાદવ (ઉંમર 47) મૂળ બિહારના જહાનાબાદનો વતની છે અને હાલ દમણના દાભેલ વિસ્તારમાં રમેશભાઈની ચાલીમાં છુપાઈને રહેતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તેની સામે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ અને IPC કલમ 465, 467 હેઠળ છેતરપિંડી સહિતના કુલ 35 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. આ ઉપરાંત, વલસાડ લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) એ પણ એક અન્ય ઓપરેશનમાં સફળતા મેળવી છે. વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના 7 વર્ષ જૂના ગુનામાં નાસતા ફરતા આરોપી બીપીન રામપ્રતાપ યાદવ (ઉંમર 29) ને ભિલાડના નાહુલી ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ આરોપી મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે અને સેલવાસમાં રહેતો હતો.
    Click here to Read More
    Previous Article
    ગીર સોમનાથમાં રેન્જ IGએ ચૂંટણી સમીક્ષા બેઠક યોજી:લોકો ભયમુક્ત મતદાન કરી શકે માટે ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી
    Next Article
    Ahmedabad AMC Election LIVE | ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં જતા લોકો ભડક્યા | Gujarat | Local Politics

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment