Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહુવામાં ફૂડ સેફ્ટી વિભાગ અને SOGના દરોડા:1189 કિલો ભેળસેળયુક્ત માવો ઝડપાયો, સ્થળ પર જ કરાયો નાશ; રામકૃષ્ણ, મધુરમ, શ્રી રામ અને ગૌતમ ડેરીના વેપારીઓને નોટિસ

    17 hours ago

    ભાવનગર જિલ્લામાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને અસ્વચ્છતાને ડામવા માટે એસ.ઓ.જી (SOG) પોલીસ અને ફૂડ સેફ્ટી વિભાગે સંયુક્ત રીતે કડક કાર્યવાહી હાથ ધરી છે. મહુવા વિસ્તારમાં આવેલી વિવિધ ડેરીઓ અને દુકાનોમાં ચેકિંગ દરમિયાન લાખોની કિંમતનો શંકાસ્પદ માવો જપ્ત કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો. 4 ડેરીઓ પર ત્રાટકી પોલીસ અને ફૂડ વિભાગની ટીમ ભાવનગર રેન્જ આઈજી અને એસપીની સૂચના હેઠળ ખાદ્ય માફિયાઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. ગત તારીખ 12ના રોજ મહુવા ટાઉન પોલીસ મથક હેઠળના વિસ્તારોમાં હાથ ધરાયેલી તપાસમાં તંત્ર દ્વારા કુલ 1189 કિલો માવો જપ્ત કરવામાં આવ્યો હતો, જેની બજાર કિંમત આશરે ₹3.69 લાખથી વધુ થાય છે. ચાર ડેરીમાંથી જપ્ત કરવામાં આવેલા અખાદ્ય જથ્થાની વિગતો નીચે પ્રમાણે છે.રામકૃષ્ણ ડેરી (નેસવડ ચોકડી): 297 કિલો માવો (કિંમત ₹53,460) મધુરમ ડેરી (લાતી બજાર): 86 કિલો માવો (કિંમત ₹34,400) શ્રી રામ ડેરી (લાતી બજાર): 508 કિલો માવો (કિંમત ₹1,82,880) ગૌતમ ડેરી (ગાંધીબાગ રોડ): 298 કિલો માવો (કિંમત ₹98,340) નિયમોના ઉલ્લંઘન બદલ વેપારીઓને નોટિસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે માવાનો સંગ્રહ અત્યંત અસ્વચ્છ સ્થિતિમાં કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, યોગ્ય ઉત્પાદન પદ્ધતિઓનો અભાવ અને 'ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-2006' ના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન જોવા મળ્યું હતું. ભેળસેળની શંકાના આધારે અધિકારીઓએ સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલ્યા છે અને નિયમોના ભંગ બદલ સંબંધિત વેપારીઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અમરાપુરમાં સૌની યોજનાની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ અને વળતરનો વિવાદ.:અમરાપુરમાં સૌની યોજનામાં ભ્રષ્ટાચાર અને વળતર મુદ્દે ખેડૂતોનો ઉગ્ર રોષ; સિંચાઈ વિભાગે આક્ષેપો નકારી ગુણવત્તાનો લુલ્લો બચાવ કર્યો,
    Next Article
    Apradh Crime Report । જુઓ ગુજરાતના મહત્વના તમામ સમાચાર 'સ્પેશિયલ પોગ્રામ'માં | Prime Time |

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment