Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપીમાં SOGએ આંતરરાષ્ટ્રીય બોગસ કોલ સેન્ટર ઝડપી પાડ્યું:કેનેડિયન નાગરિકોને નિશાન બનાવી લાખોની છેતરપિંડી કરનારા 11 આરોપીઓની ધરપકડ

    8 hours ago

    વલસાડ SOGએ વાપીના ડુંગરા વિસ્તારમાં ચાલતા એક આંતરરાષ્ટ્રીય બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ કરીને સાયબર ગુનાખોરીના મોટા રેકેટનો ભાંડો ફોડ્યો છે. પોલીસે દરોડા દરમિયાન 11 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર રાજેશ ઉર્ફે રાજ ઠોલાર હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ કેનેડાના નાગરિકોને નિશાન બનાવી લાખો રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી આચરતા હતા. મુંબઈનો રહેવાસી રાજ ઠોલાર મુખ્ય સૂત્રધાર પોલીસ તપાસ અનુસાર, ડુંગરા સ્થિત હરીયા પાર્કના બંગલા નંબર-43માં છેલ્લા દોઢ મહિનાથી આ બોગસ કોલ સેન્ટર કાર્યરત હતું. મુંબઈનો રહેવાસી રાજ ઠોલાર સમગ્ર ગેંગનું સંચાલન કરતો હતો અને કોલ સેન્ટરના ટેલીકોલર્સને વોટ્સએપ મારફતે અંગ્રેજીમાં તૈયાર કરેલી સ્ક્રિપ્ટ તેમજ બનાવટી દસ્તાવેજો મોકલતો હતો. કેનેડિયન નાગરિકો સાથે આ રીતે છેતરપિંડી કરતાં હતા આરોપીઓ કેનેડિયન નાગરિકોને ફોન કરીને તેમના નામે આવેલા પાર્સલમાંથી નાર્કોટિક્સ ડ્રગ્સ અથવા ગેરકાયદેસર ડોલર મળ્યા હોવાનું જણાવી તેમને ડરાવતા હતા. ત્યારબાદ પોતાને કેનેડાની ગુપ્તચર એજન્સી CSIS અને રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP)ના અધિકારી તરીકે ઓળખાવી વિશ્વાસ જમાવતા હતા. એટલું જ નહીં, કેનેડિયન સરકારના બનાવટી લેટરહેડનો ઉપયોગ કરીને કાનૂની કાર્યવાહીની ધમકી પણ આપવામાં આવતી હતી. ગિફ્ટ કાર્ડ્સના માધ્યમથી મોટી રકમ ઉઘરાવતા હતા પોલીસે જણાવ્યું કે કોલિંગ માટે લેપટોપમાં X-Lite એપ્લિકેશન અને સીમકાર્ડ વગરના મોબાઇલ ફોનમાં Wi-Fi આધારિત APhone એપનો ઉપયોગ કરવામાં આવતો હતો. જ્યારે કોઈ વ્યક્તિ ડરી જતી ત્યારે તેની પાસેથી Apple અને Supero કંપનીના ગિફ્ટ કાર્ડ્સ મેળવવામાં આવતા હતા. આ ગિફ્ટ કાર્ડ્સના માધ્યમથી મોટી રકમ ઉઘરાવવામાં આવતી હતી અને તેમાં કોલ કરનારા કર્મચારીઓને કમિશન પણ ચૂકવવામાં આવતું હતું. પોલીસે 4.95 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો દરોડા દરમિયાન પોલીસે 7 લેપટોપ, 16 મોબાઇલ ફોન, 5 Wi-Fi રાઉટર, 7 હેડફોન અને 7 માઉસ સહિત કુલ રૂ. 4.95 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર મામલે BNSની વિવિધ કલમો ઉપરાંત IT એક્ટની કલમ 66(D) અને 74 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ હવે ફરાર મુખ્ય આરોપી રાજ ઠોલારની શોધખોળમાં લાગી ગઈ છે અને આ આંતરરાષ્ટ્રીય સાયબર ઠગાઈના નેટવર્ક સાથે અન્ય કોણ-કોણ સંકળાયેલા છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    શકીરા અને બર્નાએ ગાયું ફિફા વર્લ્ડકપનું ઓફિશિયલ સોંગ:એઝટેકા સ્ટેડિયમમાં ઓપનિંગ સેરેમની; મેક્સિકો-સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ મેચ થોડીવારમાં
    Next Article
    How Norway Became an Economic Superpower

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment