Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લંડન SMVS મંદિરમાં દિવાળી 2026ની ઐતિહાસિક ઉજવણી:ઓક્સફર્ડની બોડલિયન લાઇબ્રેરીમાંથી ભગવાન સ્વામિનારાયણની હસ્તલિખિત શિક્ષાપત્રીના ભવ્ય દર્શન યોજાયા

    6 hours ago

    એસએમવીએસ (SMVS) લંડન મંદિરમાં દિવાળી 2026નો પાવન તહેવાર અત્યંત ભવ્યતા, ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો. આ વર્ષની દિવાળી ઉજવણીનું સૌથી મોટું અને ઐતિહાસિક આકર્ષણ ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રણિત પવિત્ર ગ્રંથ ‘શિક્ષાપત્રી’ના આગમનનો મહોત્સવ રહ્યો હતો. ભગવાન સ્વામિનારાયણે સર માલ્કમને પોતાના હસ્તે લખીને અર્પણ કરેલી અને હાલમાં ઓક્સફર્ડની પ્રતિષ્ઠિત બોડલિયન લાઇબ્રેરીમાં સચવાયેલી આ પવિત્ર હસ્તલિખિત શિક્ષાપત્રીને લંડન સ્થિત SMVS મંદિર ખાતે ભક્તો અને દર્શનાર્થીઓ માટે લાવવામાં આવી હતી. પુષ્પવર્ષા અને ‘શિક્ષાપત્રીની જય’ના નાદ સાથે નીકળી ભવ્ય શોભાયાત્રા શિક્ષાપત્રીના આગમન નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો રંગબેરંગી પરંપરાગત પરિધાનોમાં સજ્જ થઈને ઉમટી પડ્યા હતા. ઢોલના ગગનભેદી નાદ સાથે આગળ વધેલી શોભાયાત્રામાં સુશોભિત પાલખીમાં બિરાજમાન શિક્ષાપત્રી પર સમગ્ર માર્ગ દરમિયાન પુષ્પવર્ષા કરવામાં આવી હતી. મંદિરમાં આગમન બાદ SMVS સંસ્થાના વર્તમાન ગુરુજી પૂજ્ય સત્યસંકલ્પદાસજી સ્વામી દ્વારા શિક્ષાપત્રીનું ભાવભીનું સ્વાગત અને વિધિવત્ પૂજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ શિક્ષાપત્રીને વિશિષ્ટ રીતે શણગારેલી ઉચ્ચ ગાદી પર બિરાજમાન કરવામાં આવી હતી. “શિક્ષાપત્રીની આજ્ઞાઓ મુજબ જીવન જીવવું એ જ સાચું પૂજન”: પૂજ્ય સત્યસંકલ્પદાસજી સ્વામી આ પ્રસંગે શિક્ષાપત્રીના મહિમાનું વર્ણન કરતાં પૂજ્ય સત્યસંકલ્પદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, "શિક્ષાપત્રી એ માત્ર વાંચવા કે પૂજન કરવા માટેનો ગ્રંથ નથી, પરંતુ જીવનમાં ઉતારવા માટેનું ભગવાન સ્વામિનારાયણનું દિવ્ય માર્ગદર્શન છે. આપણે શિક્ષાપત્રીમાં ભગવાને આપેલી આજ્ઞાઓ અને સિદ્ધાંતો અનુસાર જીવન જીવીએ એ જ સાચું શિક્ષાપત્રીનું પૂજન છે." બ્રિટિશ સાંસદ બોબ બ્લેકમેન સહિતના મહાનુભાવોએ દર્શન કર્યા આ ભવ્ય કાર્યક્રમમાં હેરોના સંસદ સભ્ય બોબ બ્લેકમેન, બ્રેન્ટના ડેપ્યુટી મેયર કાઉન્સિલર કાંતાબેન મિસ્ત્રી તથા અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે શિક્ષાપત્રીના દર્શન કરી વંદન કર્યું હતું અને આ આધ્યાત્મિક આયોજનની પ્રશંસા કરી હતી. શિક્ષાપત્રીને SMVS લંડન મંદિરમાં ચાર દિવસ સુધી બિરાજમાન રાખવામાં આવી હતી, જે દરમિયાન હજારો હરિભક્તોએ પૂજન, વિશેષ આરતી અને દર્શનનો લાભ લઈને આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ग्रेटर नोएडा में गैस सिलेंडर ब्लास्ट, पिता-बेटे की मौत... बहू और 2 साल का पोता बुरी तरह झुलसे
    Next Article
    Ground Report | સ્નેહમિલનથી સત્તાના સોગઠા । પરિક્રમાને પાણીનું ગ્રહણ | BJP | Girnar| Prime Time News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment