Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પીપલોદની'રાધાકૃષ્ણ હોટલ'ના પાર્સલમાંથી નીકળ્યો મરેલો વાંદો:ગ્રાહકે ફોટો-વીડિયોના પુરાવા સાથે ફરિયાદ કરતા SMCએ ₹5,000નો દંડ ફટકારી નોટિસ પકડાવી

    11 hours ago

    સુરત શહેરના પોશ ગણાતા પીપલોદ વિસ્તારમાં આવેલી જાણીતી 'રાધાકૃષ્ણ હોટલ'ની બેદરકારી સામે આવી છે. હોટલમાંથી મંગાવવામાં આવેલા ભોજનના પાર્સલમાંથી મૃત વાંદો નીકળતાં ગ્રાહક સહિત પરિવારને આઘાત લાગ્યો હતો. બહારનું સ્વાદિષ્ટ અને શુદ્ધ ભોજન પીરસવાનો દાવો કરતી પ્રતિષ્ઠિત હોટલોમાં લોકોના સ્વાસ્થ્ય સાથે કેવા જોખમી ચેડાં થઈ રહ્યા છે, તે આ ઘટનાથી છતું થયું છે. આ મામલે જાગૃત ગ્રાહકે પુરાવા સાથે મહાનગરપાલિકામાં ફરિયાદ કરતાં પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે તાત્કાલિક દરોડો પાડી સંચાલકને ₹5,000નો વહીવટી દંડ ફટકારી કડક નોટિસ પકડાવી દીધી છે. ઘરે જઈને પાર્સલ ખોલતાં જ ખોરાકમાંથી મૃત વાંદો નીકળ્યો પીપલોદ વિસ્તારના એક સ્થાનિક રહીશે રાધાકૃષ્ણ હોટલમાંથી પરિવાર માટે ભોજનનું પાર્સલ ખરીદ્યું હતું. ઘરે પહોંચીને જ્યારે જમવા માટે પાર્સલનું બોક્સ ખોલવામાં આવ્યું ત્યારે તેમાં રાંધેલા ખોરાકની વચ્ચેથી મરેલો વાંદો નજરે પડ્યો હતો. આ અત્યંત અસ્વચ્છ અને ઘૃણાસ્પદ દ્રશ્ય જોઈને પરિવારજનો ચોંકી ગયા હતા. લોકો પાસેથી મોટી રકમ વસૂલીને આવા ગંદા અને જીવલેણ રોગચાળો ફેલાવે એવા ખોરાકનું વેચાણ કરવામાં આવતું હોવાથી જાગૃત ગ્રાહકે તાત્કાલિક સમગ્ર ઘટનાના ફોટોગ્રાફ્સ તેમજ વીડિયો રેકોર્ડ કરી સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગને સત્તાવાર ફરિયાદ કરી હતી. પાલિકાની ટીમે રસોડામાં દરોડો પાડી ₹5,000નો દંડ વસૂલ્યો ગ્રાહકની ગંભીર ફરિયાદ અને ડિજિટલ પુરાવા મળતાં જ સુરત મહાનગરપાલિકાની ફૂડ એન્ડ સેફ્ટી ટીમ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ હતી. આરોગ્ય અધિકારીઓની ટીમે પીપલોદ સ્થિત રાધાકૃષ્ણ હોટલ પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરીને રસોડા તેમજ કાચી સામગ્રીના સ્ટોરેજ એરિયાની ઊંડાણપૂર્વક તપાસ કરી હતી. પ્રાથમિક તપાસમાં જ રસોડાની અંદર સ્વચ્છતાના નિયમોનો સરેઆમ ભંગ થતો હોવાનું અને હાઇજીનનો સદંતર અભાવ હોવાનું સામે આવતાં પાલિકા અધિકારીઓએ સ્થળ પર જ હોટલ સંચાલક પાસેથી ₹5,000 નો વહીવટી દંડ વસૂલ કર્યો હતો. ખોરાકના નમૂના લેબોરેટરીમાં મોકલાયા આરોગ્ય વિભાગની ટીમે માત્ર દંડ કરીને સંતોષ માનવાને બદલે હોટલના રસોડામાં વપરાતી સામગ્રી અને રાંધવામાં આવતા ખોરાકના વિવિધ સેમ્પલ એકત્ર કર્યા હતા, જેને ગુણવત્તા ચકાસણી અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત હોટલ મેનેજમેન્ટને કિચનની સાફસફાઈ, પેસ્ટ કંટ્રોલ અને ખાદ્ય સુરક્ષાના માપદંડોનું ચુસ્તપણે પાલન કરવા સંદર્ભે કડક તાકીદ સાથેની નોટિસ આપવામાં આવી છે. જો આગામી દિવસોમાં આવી બેદરકારી ફરી જોવા મળશે તો હોટલનું લાયસન્સ રદ કરવા સહિતના કડક કાનૂની પગલાં ભરવાની ચીમકી પણ આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    કડીના ખેરપુરમાં બંધ મકાનમાંથી લાખોની ચોરી:તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત 1.31 લાખનો મુદ્દામાલ ઉઠાવી ગયા
    Next Article
    પાટણના અનાવાડામાં કેદારનાથ જેવું જ ભવ્ય મંદિર બનશે:જન્માષ્ટમીના પાવન દિવસે અનાવાડા ગૌશાળામાં શ્રી કપિલેશ્વર મહાદેવ મંદિરનું ભૂમિપૂજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment