Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દમણથી અમરેલી દરિયાકાંઠે દારૂ ઝડપાયો:SMCએ જાફરાબાદ બોટમાંથી ₹33.89 લાખનો જથ્થો પકડ્યો, 4 ઝડપાયા, 11 ફરાર

    6 hours ago

    ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયાકાંઠે દરોડો પાડી દમણથી બોટ મારફતે લાવવામાં આવેલો દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 11 આરોપીઓના નામ ખુલ્યા છે અને તેઓ ફરાર છે. જાફરાબાદ શહેરમાં જેટી નજીક સામાકાંઠે બોટમાં વિવિધ ઇંગ્લિશ દારૂનો જથ્થો આવતા પીઆઈ આર.કે. કરમટાની ટીમએ ત્રાટકીને કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલા દારૂ અને અન્ય મુદ્દામાલ અંગે જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. SMC ટીમે બોટમાંથી 6,859 ઇંગ્લિશ દારૂની બોટલો જપ્ત કરી હતી, જેની કિંમત ₹22,75,480 છે. આ ઉપરાંત, 6 વાહનો અને 7 મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા હતા. કુલ મળીને ₹33,89,380 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ઝડપાયેલા ચાર આરોપીઓમાં જાફરાબાદનો પ્રકાશ બાબુભાઈ શિયાળ (દારૂ લેનાર), કોડીનારનો રમેશ રણશીંગભાઈ મેર (બોટનો ડ્રાઇવર), જાફરાબાદનો કાલુલાલ કમલચંદ રાવત (દારૂ ઉતારનાર મજૂર) અને વિજય ભુપતભાઈ બારૈયા (દારૂ ઉતારનાર મજૂર) નો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન, અન્ય 11 શખ્સોના નામ ખુલ્યા છે જેઓ ફરાર છે. તેમાં જાફરાબાદનો રામભાઈ બારૈયા (સ્ટોક મંગાવનાર), જાફરાબાદનો ભુરો (સ્ટોક લોડ કરવા આવેલ વ્યક્તિ), દમણથી સ્ટોક મોકલનાર અજાણ્યો શખ્સ, કોડીનારનો માછીમાર બોટનો ડ્રાઇવર તમન્ના જાવેદ કાસમ રફાઈ, નવાબંદર ગીર સોમનાથનો માછીમારી બોટનો માલિક તમન્ના ઇસ્માઇલ અબ્દુલા પટેલિયા, ઘટનાસ્થળેથી ફરાર થયેલા 5 શખ્સો, નંબર પ્લેટ વગરની રિક્ષાનો એક ડ્રાઇવર અને માલિક, નંબર પ્લેટ વગરની અન્ય રિક્ષાનો એક ડ્રાઇવર અને ત્રણ માલિક, એક્સેસ બાઇક (GJ14BH 8525) નો માલિક અને રિક્ષાચાલક રાજદીપ સોલંકીનો સમાવેશ થાય છે. આ ઘટના દર્શાવે છે કે ગુજરાતમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરો હવે હાઇવે અને માર્ગો ઉપરાંત દરિયાઈ સીમાનો પણ સક્રિયપણે ઉપયોગ કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    YouTuber Elvish Yadav gets Rs 10-crore extortion threat, sender linked to Lawrence Bishnoi gang, probe launched: Cops
    Next Article
    RCB vs MI IPL 2026 LIVE Score: Shepherd accounts for Jacks, (Mumbai 136/5) vs Bengaluru at Raipur

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment