Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જુગારના અડ્ડા પર પોલીસ ત્રાટકી:વડોદરા જિલ્લાના સાધલી ગામે SMCનો દરોડો, ₹12.71 લાખના મુદ્દામાલ સાથે 14 જુગારીઓ ઝડપાયા; 5 વોન્ટેડ

    1 day ago

    વડોદરા ગ્રામ્યના શિનોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સાધલી ગામ પાસે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડીને પત્તા-પાનાના મોટા જુગારના અડ્ડાનો પર્દાફાશ કર્યો છે. દરોડા દરમિયાન પોલીસ ટીમે સ્થળ પરથી રૂપિયા 2.40 લાખની રોકડ રકમ તેમજ જુગારના સાહિત્ય સહિત કુલ રૂપિયા 12.71નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ કાર્યવાહીમાં 14 જુગારીઓની સ્થળ પરથી અટકાયત કરવામાં આવી છે, જ્યારે જુગાર અડ્ડો ચલાવનાર સંચાલક સહિત કુલ 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સાધલી ગામે જુગારના અડ્ડા પર SMCના દરોડા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બાતમીના આધારે સાધલી ગામના લસી ફાર્મ સામે, કાયાવરોહણ તરફ જતા રસ્તે રેલવે ટ્રેક નજીક આવેલી ખુલ્લી ગોચર જમીનમાં ચાલતા જુગારના અડ્ડા પર રેડ પાડી હતી. આ બનાવ અંગે શિનોર પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે જુગાર રમતા 14 આરોપીઓને ઝડપી પાડ્યા SMC દ્વારા કરવામાં આવેલી આ કામગીરીમાં વડોદરા, સુરત, ભરૂચ, રાજકોટ અને નર્મદા સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી જુગાર રમવા આવેલા શખ્સો પકડાયા છે. પકડાયેલા 14 આરોપીઓમાં આરિફ ગુલામભાઈ સિંધી, સમીરભાઈ આદમભાઈ સિંધી (બંને રહે. સાધલી), સોહેલ સિધિક મિર્ઝા, હસનભાઈ ઉર્ફે લાલાભાઈ સિંધી, ચંદ્રેશ કંચનભાઈ તડવી (તમામ રહે. વડોદરા), અજયભાઈ મછી (શિનોર), પ્રવિણચંદ્ર રાણા, હાર્દિક ઉર્ફે લાલો પટેલ (બંને રહે. ભરૂચ), જહીરભાઈ શેખ, રાજેશભાઈ જાની (બંને રહે. સુરત), અજયભાઈ વસાવા (ઝગડિયા), ફારુકભાઈ મેમણ (કરજણ), સબ્બીરખાન ઉર્ફે સાબીરખાન પઠાણ (રાજપીપળા) અને અશોકભાઈ જોટંગીયા (રાજકોટ)નો સમાવેશ થાય છે. મુખ્ય સુત્રધાર સહિત 5 આરોપીઓ વોન્ટેડ જાહેર બીજી તરફ, સાધલી ગામે જુગારનો અડ્ડો ચલાવનાર મુખ્ય સૂત્રધાર અસલમ મયુદ્દિન મન્સૂરી અને અયુબ નુરમોહંમદ પઠાણ (બંને રહે. સાધલી) સહિત અન્ય 3 અજાણ્યા આરોપીઓ એમ કુલ 5 જણા રેડ દરમિયાન ભાગવામાં સફળ રહ્યા હતા. SMC અને શિનોર પોલીસે આ તમામ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને આગળની વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ડાંગના ભોવાન રાઠોડ માઉન્ટ યુનમ સર કરશે:નિવાસી અધિક કલેક્ટરે રાષ્ટ્રધ્વજ સોંપી 20,300 ફૂટ ઊંચા શિખર માટે યાત્રાનો પ્રારંભ કરાવ્યો
    Next Article
    Opinion: Opinion | Indian Political Parties Are Now Stuck In An Awkward Gen Z 'Situationship'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment