Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SMC કમિશનર કેવી રીતે પોતાના હોદા પર રહી શકે? :HC:નાસીરનગર ગેરકાયદે ડિમોલીશન મામલે કોર્ટની આકરી ટીપ્પણી, કહ્યું- 'રાજ્ય કોર્ટની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ ન કરે'

    1 day ago

    સુરતના નાસીરનગરમાં થયેલા ગેરકાયદે ડિમોલીશન મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ છે. જેમાં સરકાર પક્ષે એડવોકેટ જનરલ દ્વારા પુનર્વસન માટે લાયકાત ધરાવતા લોકો માટે 120 ફ્લેટ ખાલી હોવાની રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત સરકારે બે સિનિયર ઓફિસર સાથેની હાઈલેવલ કમિટી બનાવવાનો નિર્ણય કર્યાની પણ કોર્ટને જાણકારી આપી હતી. જેની સામે કોર્ટે આકરી ટીપ્પણી કરતા કહ્યું હતું કે, રાજય કોર્ટની આંખમાં ધૂળ નાખી રહી છે. અમને રાજ્યની કમિટીની રચના સામે વાંધો નથી. પરંતુ, શેની તપાસ કરવાના છે તેની સ્પષ્ટતા કરી નથી. SMC કમિશનર ઉપર આક્ષેપ છે તો તેમનો ખુલાસો કેમ માગ્યો નહીં? કોર્ટે કહ્યું- તમે મને બીજી રીતે વિચારવા મજબૂર કરી રહ્યા છો, SMC કમિશનરે પોતાના હોદા પર અત્યાર સુધી શું કરે છે? મ્યુનિસિપલ કમિશનરે મેસેજ ફોરવર્ડ કર્યો તેને નકાર્યો નથી, તેના જ નંબરથી મેસેજ થયો તેનો પણ સ્વીકાર. પાવર ધરાવતો આક્ષેપિત વ્યકિત હોદા પર હોય ત્યાં સુધી નિષ્પક્ષ તપાસ કેમ થાય? કોર્ટે સુનાવણી દરમિયાન વધુમાં કહ્યું કે, SMC કમિશ્નરે હાઇકોર્ટમાં એફિડેવિટ કરી છે, તેને ચોખ્ખા હાથે આવવું જોઈએ. કમિશનરને કોઈએ ડિમોલીશન માટે સૂચના આપી છે. એક વખત ડિમોલિશન કરવાની તાકત આવે એટલે આવું બધું કરે.શું આ દેશમાં કાયદો નથી? 150 પરિવારોને રોડ ઉપર લાવી દીધા ! જેના આદેશથી આ ડિમોલીશન થયું તે જ તપાસ કમિટીની રચના કરે છે. હાઈકોર્ટનું અવલોકન સુનાવણી દરમિયાન કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, નાનો કર્મચારી SMC કમિશનર પર આક્ષેપ કરતી હાઈકોર્ટમાં ખોટી એફિડેવિટ કરવાની હિંમત કરે નહીં. રાજ્ય પણ તલસ્પર્શી અભ્યાસના નામે કોર્ટની આંખમાં ધૂળ ન નાખે.
    Click here to Read More
    Previous Article
    સોનમ વાંગચુકના સમર્થનમાં વિરોધ કરતા પ્રદર્શનકારીઓને પોલીસે દોડાવ્યા:લાકડીઓ લઈને પાછળ દોડ્યા, મહિલાઓની ટીંગાટોળી કરી; દિલ્હી જંતર-મંતરના ગુજરાતમાં પડઘા
    Next Article
    Sansad की ओर निकले Abhijeet Dipke | CJP Protest में लाठीचार्ज | Sonam Wangchuk

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment