Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બે દિવસ પહેલા SMCએ રૂ.70 લાખનો દારૂ ઝડપ્યો હતો:જંગલેશ્વરનો લિસ્ટેડ બુટલેગર ફિરોઝ સંધી રાજસ્થાની સપ્લાયર સાથે ભાગે એ પહેલા PCBએ અમીરગઢ ચેકપોસ્ટ પાસેથી દબોચ્યો

    16 घंटे पहले

    રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વિદેશી દારૂનું મોટું નેટવર્ક ધરાવતો જંગલેશ્વર વિસ્તારનો મોસ્ટ વોન્ટેડ અને લિસ્ટેડ બુટલેગર ફિરોઝ સંધી આખરે રાજકોટ પીસીબીના સકંજામાં આવી ગયો છે. તાજેતરમાં કુવાડવા વિસ્તારમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા ઝડપાયેલા લાખોના દારૂના કેસમાં નાસતો ફરતો આરોપી ફિરોઝ તેના રાજસ્થાની સપ્લાયર સાથે કારમાં અન્ય રાજ્યમાં ભાગી છૂટે તે પહેલા જ પોલીસે ફિલ્મી ઢબે અમીરગઢ બોર્ડર પાસેથી બંનેને દબોચી લીધા હતા. કુખ્યાત બુટલેગર ફિરોઝ સંધીનો ગુનાહિત ઇતિહાસ ખૂબ જ મોટો છે, જેની સામે છેલ્લા 20 વર્ષમાં રાજકોટ શહેર, જિલ્લા તેમજ મોરબીમાં કૂલ 35થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે અને તે 7 વખત પાસા હેઠળ જેલના સળિયા પાછળ ધકેલાઈ ચૂક્યો છે. આ કેસના કારણે કુવાડવા પોલીસ સ્ટેશનના પીઆઈ (PI) વસાવાને સસ્પેન્ડ કરાતા સમગ્ર પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ હતી. SMC અને PCBના બેક-ટુ-બેક દરોડામાં લાખોનો દારૂ મળ્યો હતો રાજકોટ શહેરના કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આર.કે. ઇન્ડસ્ટ્રીયલ ઝોનના એક ગોડાઉનમાં થોડા દિવસો પહેલા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને કૂલ 70.38 લાખ રૂપિયાનો વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ દારૂનો જથ્થો ફિરોઝ સંધીએ જ મંગાવ્યો હોવાનું ખુલતા પોલીસે તપાસ તેજ કરી હતી. તેના બીજા જ દિવસે રાજકોટ પીસીબીની ટીમે આ જ ગોડાઉનમાં ફરી તપાસ કરતા પ્લાસ્ટિક વેસ્ટના બાચકાની આડમાં છુપાવેલી વધુ 40 પેટી એટલે કે કૂલ 1920 બોટલ ઇંગ્લીશ દારૂ શોધી કાઢ્યો હતો. આ મામલે કુવાડવા પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો દાખલ કરી ફિરોઝને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. બોર્ડર પાર કરે તે પહેલાં જ દબોચી લેવાયો, મોડીરાત્રે રાજકોટ લવાયો આટલી મોટી માત્રામાં દારૂ મંગાવનાર લિસ્ટેડ બુટલેગરને તાકીદે ઝડપી પાડવા માટે રાજકોટ પીસીબી પીઆઇ મેહુલ ગોંડલિયા અને તેમની ટીમે અલગ-અલગ ચક્રો ગતિમાન કર્યા હતા. આ દરમિયાન પોલીસને ચોક્કસ ટેકનિકલ હિંટ મળી હતી કે, આરોપી ફિરોઝ રાજસ્થાન તરફ ભાગી રહ્યો છે, જેથી પીસીબીની એક ખાસ ટીમને તાત્કાલિક રવાના કરવામાં આવી હતી. અમીરગઢ બોર્ડર પર વોચ ગોઠવીને કારમાં ભાગવાની ફિરાકમાં રહેલા ફિરોઝ હાસમ સંધી અને તેની સાથે રહેલા દારૂના મુખ્ય રાજસ્થાની સપ્લાયર વિજયપાલસિંહ રાઠોડને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી મોડી રાત્રે રાજકોટ લાવી આકરી પૂછતાછ શરૂ કરી છે અને દારૂના આ મોટા રેકેટના મૂળ સુધી પહોંચવા માટે અદાલતમાંથી તેમના રિમાન્ડ મેળવવાની કાયદેસરની તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    Kamal Haasan kept emotional secret from dying friend; it bound him to Rajinikanth forever
    Next Article
    The Curious Case of Abandoned Noida Bus Terminal | ₹158 Crore | Uttar Pradesh

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment