Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SMCમાં ડેપ્યુટી કમિશનરની ભરતીના નિયમોમાં થશે ફેરફાર:રાજ્ય સરકારના આદેશથી હવે 50 ટકા સીધી ભરતી, 25 ટકા પ્રમોશન અને 25 ટકા ડેપ્યુટેશનની નવી ફોર્મ્યુલા લાગુ થશે

    1 day ago

    સુરત મહાનગરપાલિકામાં ડેપ્યુટી કમિશનરની ચાવીરૂપ અને મહત્ત્વપૂર્ણ જગ્યાઓ ભરવાની પ્રક્રિયામાં રાજ્ય સરકારે મોટો ફેરફાર સૂચવ્યો છે. પાલિકા પ્રશાસન દ્વારા ડેપ્યુટી કમિશનરની તમામ જગ્યાઓ માત્ર સીધી ભરતીથી ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેને રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે ફગાવી દઈ નવી ત્રિસ્તરીય ફોર્મ્યુલા લાગુ કરવા આદેશ કર્યો છે. આ સુધારા મુજબ હવે 50 ટકા જગ્યાઓ સીધી ભરતીથી, 25 ટકા જગ્યાઓ બઢતી (પ્રમોશન) દ્વારા અને બાકીની 25 ટકા જગ્યાઓ પ્રતિનિયુક્તિ (ડેપ્યુટેશન)થી ભરવાની જોગવાઈ કરવામાં આવી છે. ભરતીના નિયમો અને લાયકાતોમાં ફેરફારની દરખાસ્ત તૈયાર શહેરી વિકાસ વિભાગના સૂચિત માપદંડોને આધારે મહાનગરપાલિકાએ સામાન્ય સભાના ઠરાવ ક્રમાંક 103/2026ના અનુસંધાને ભરતીના નિયમો અને લાયકાતોમાં ફેરફાર કરતી નવી દરખાસ્ત તૈયાર કરી છે, જેને અંતિમ મંજૂરી માટે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે. અગાઉ મનપા દ્વારા સીધી ભરતી માટે કોઈપણ શાખામાં અનુસ્નાતક અથવા સ્નાતક સાથે CA, ICWA, CS કે MBA જેવી ઉચ્ચ વ્યાવસાયિક લાયકાત નક્કી કરાઈ હતી. જોકે રાજ્ય સરકારે નિયમો હળવા કરીને માન્ય યુનિવર્સિટીમાંથી માત્ર સ્નાતકની લાયકાત રાખવા જણાવ્યું છે, સાથોસાથ અનુભવના માપદંડોમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. 7 વર્ષનો અનુભવ ધરાવતા અધિકારીઓને સ્થાન મળશે આ નવી ભરતી નીતિ હેઠળ મનપાના અનુભવી અધિકારીઓને કારકિર્દીમાં આગળ વધવાની મોટી તક મળશે. બઢતીના 25 ટકા ક્વોટામાં પાલિકાના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તરીકે ઓછામાં ઓછો 7 વર્ષનો અનુભવ ધરાવતા અધિકારીઓને સ્થાન આપવામાં આવશે, જોકે તેમણે નિર્ધારિત શૈક્ષણિક લાયકાત પૂર્ણ કરવાની રહેશે. આ ઉપરાંત ડેપ્યુટેશન હેઠળના 25 ટકા ક્વોટામાં રાજ્ય સરકારના IAS અથવા GAS કેડરના અનુભવી ક્લાસ-1 અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવશે. આ સુધારા લાગુ થવાથી મનપાના વહીવટમાં સ્થાનિક અનુભવી સ્ટાફની સાથે રાજ્ય સરકારના વહીવટી અધિકારીઓનો સમન્વય જોવા મળશે, જેનાથી પાલિકાના વહીવટી તંત્રને નવી ગતિ અને કાર્યક્ષમતા મળશે.
    Click here to Read More
    Previous Article
    Grand Theft Auto 6's Extended Look on Netflix Reveals 26 Minutes of Gameplay and Plenty of New Details
    Next Article
    "They Went For Dad's 60th Birthday": Daughter On Parents Missing In Nepal

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment