Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી નેશનલ હાઈવે પર SMCનો સપાટો:4 લક્ઝરી કારમાંથી 65.75 લાખનો દારૂ ઝડપાયો, 8 સામે ગુનો

    13 hours ago

    રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એક્શન મોડમાં આવી છે. નવસારીના ભારતમાલા નેશનલ હાઈવે પર SMCની ટીમે ફિલ્મી ઢબે વોચ ગોઠવી 4 લક્ઝરી કારમાંથી 65.75 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દારૂનો ઉપયોગ આગામી ચૂંટણીમાં મતદારોને રિઝવવા માટે થવાનો હોવાની આશંકા સેવાઈ રહી છે. શાહુ ગામ પાસે વોચ ગોઠવી કાર્યવાહી ચોક્કસ બાતમીના આધારે SMCના PI સી. એચ. પાનારા અને તેમની ટીમે નવસારીના શાહુ ગામ પાસે નેશનલ હાઈવે પર નાકાબંધી કરી હતી. આ દરમિયાન શંકાસ્પદ જણાતી 4 લક્ઝરી કારને અટકાવી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની કુલ 11,810 બોટલો મળી આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ જથ્થો વલસાડ અને દમણથી સપ્લાય કરવામાં આવ્યો હતો. 65.75 લાખનો મુદ્દામાલ જપ્ત SMCની આ કાર્યવાહીમાં પોલીસે અંદાજે 30 લાખની કિંમતનો દારૂ અને લક્ઝરી વાહનો મળી કુલ 65.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં પોલીસે વલસાડ અને દમણના મુખ્ય સપ્લાયરો સહિત કુલ 8 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચૂંટણી પહેલા SMC દ્વારા કરવામાં આવેલી આ મોટી કાર્યવાહીથી દક્ષિણ ગુજરાતના બુટલેગરો અને અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    અરવલ્લીમાં ટ્રાફિક મેગા ડ્રાઇવ શરૂ:બ્લેક ફિલ્મ, ઓવરસ્પીડિંગ સામે કડક કાર્યવાહી, ચૂંટણી સુધી ચાલુ રહેશે
    Next Article
    ભાજપના પૂર્વ સદસ્યોએ બળવો કર્યો:પિતા-પુત્રએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા રાજકીય માહોલ ગરમાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment