Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બહુચરાજીના પોયડામાં ફાર્મમાં ચાલતા જુગારધામ પર SMCનો દરોડો:39 લાખના મુદ્દામાલ સાથે 16 ઝડપાયા, જુગારીઓને હોટેલ પર બોલાવી ઈકોમાં બેસાડીને ફાર્મમાં લઈ જવાતા

    9 hours ago

    ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે મહેસાણાના બેચરાજી તાલુકાના પોયડા ગામની સીમમાં 'જીલાણી ફાર્મ'માં મોડી રાત્રે દરોડો પાડીને જુગારધામનો પર્દાફાશ કર્યો છે. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી 16 જુગારીને રંગેહાથ ઝડપી લીધા હતા, જ્યારે મુખ્ય સંચાલકો સહિત 29થી વધુ શખસ અંધારાનો લાભ ઉઠાવીને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. 32થી વધુ લોકો સામે જુગાર ધારા અને ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે દાવ પરથી તેમજ આરોપીઓની અંગઝડતીમાંથી રોકડા ₹4,79,869, ₹2.30 લાખની કિંમતના 24 મોબાઈલ ફોન, 3 સ્પ્લેન્ડર બાઈક, 2 ઈકો કાર, સ્કોર્પિયો, વર્ના અને અલ્ટો સહિત ₹ 31.90 લાખના 11 વાહન મળીને ₹ 39,00,469નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બે આરોપીઓ જુગારધામ ભાગીદાગીમાં ચલાવતા હતા આ જુગારધામ જૈનાબાદનો આરીફ અબ્દુલભાઈ સૈયદ અને પોયડાનો જીલાણી હનીફભાઈ સિંધી બંને ભાગીદારીમાં ચલાવતા હોવાનું સામે આવ્યું છે. તેઓ આસપાસના વિસ્તારો અને જિલ્લાઓમાંથી જુગારીઓને શ્યામ શક્તિ હોટલ ખાતે બોલાવતા અને ત્યાંથી પોતાની ઈકો ગાડીઓમાં બેસાડીને ખેતરમાં આવેલા તબેલા પાસે લઈ જતા હતા. SMCની ટીમે બાતમીના આધારે બે પંચોને સાથે રાખી રાત્રિના સમયે છાપો માર્યો ત્યારે સ્થળ પર તબેલા બહાર લાઈટના અજવાળે ગોળ કુંડાળું વળીને 'અંદર-બહાર'નો જુગાર રમાઈ રહ્યો હતો. પોલીસને જોઈને અંધારામાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં મુખ્ય સૂત્રધારો સહિત અન્ય ઇસમો ભાગી ગયા હતા જ્યારે 16 જણા કોર્ડન કરી પકડાઈ ગયા હતા. 3 આરોપીઓ સામે અગાઉ પણ જુગારના ગુના નોંધાયેલા પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા આરોપીઓ પૈકી સરફરાજ હબીબભાઈ ફકીર, વસંત કાનજીભાઈ ચૌહાણ અને ફરાર આરોપી આરીફ અબ્દુલભાઈ સૈયદ અગાઉ પણ જુગારના ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે અને અવારનવાર ગુના આચરવાની ટેવ ધરાવે છે. જ્યારે અન્ય ઝડપાયેલા આરોપીઓમાં મોઇનખાન સીકંદરખાન પઠાણ, નજીરમંહમદ વલીભાઇ સંધી, વિષ્ણુભાઇ ગોવાભાઈ રબારી, ઇસારખાન અબ્દુલખાન પઠાણ, સરફરાજ હબીબભાઈ ફકીર, જીતેન્દ્રસિંહ પ્રવિણસિંહ ઝાલા, મહેબુબશા હુશેનશા દિવાન, શાહરૂખભાઇ હૈદરભાઇ બેલીમ, વસંતભાઈ કાનજીભાઇ ચૌહાણ, રજાકભાઇ ઇકબાલભાઇ સૈયદ, અફ્રીદી સાબીરભાઇ લુહાણી, અરહાન મહેબુબભાઈ કુરેશી, મંહમદરફીક સીદીકભાઇ મનસુરી, સુમીતભાઇ રાજેશભાઇ ક્રિપલાણી, સાગરભાઇ જેસીંગભાઇ દેસાઇ અને રહીમમીયા રાધુમીયા સીંધીનો સમાવેશ થાય છે. આ સિવાય જુગારધામના સંચાલક આરીફ સૈયદ, જીલાણી સિંધી, સ્કોર્પિયો લઈને ભાગી જનાર કરણસિંહ સોલંકી, મહેસાણા માર્કેટયાર્ડના ગણેશભાઈ પરમાર, અલ્પેશ અમરેલીયા, સાવનભાઈ, તેમજ સ્થળ પરથી બિનવારસી મળી આવેલ વાહનો અને મોબાઈલના માલિકો તથા નાસી છૂટેલા અન્ય 20 જેટલા અજાણ્યા ઇસમો વિરુદ્ધ મોઢેરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ईरान-अमेरिका के बीच तेज़ हुए हमले, क्या होगा खाड़ी में?
    Next Article
    જામનગરમાં શ્રાવણ માસ નિમિત્તે 'શિવોત્સવ' સંગીત સંધ્યાનું આયોજન:લઘુરુદ્ર યજ્ઞમાં જનજાગૃતિ લાવવા માટે યોજાયો મહોત્સવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment