Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રીઢા બુટલેગરને SMCએ અમદાવાદથી દબોચ્યો:નરેશ રાવળ સામે 35થી વધુ પ્રોહિબિશનના કેસ નોંધાયેલા, 7 કેસમાં વોન્ટેડ; રાજસ્થાનથી દારૂ મગાવી સપ્લાયનું નેટવર્ક ચલાવતો

    1 day ago

    રાજ્યમાં ગેરકાયદે દારૂ-જુગાર અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ આચરતા તેમજ લાંબા સમયથી નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા હાથ ધરવામાં આવેલી ખાસ ઝુંબેશ અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષથી પોલીસને હાથતાળી આપીને નાસતા ફરતા પ્રોહીબિશનના 35થી વધુ ગુના આચરનાર ગાંધીનગરના રીઢા બુટલેગરને SMCની ટીમે અમદાવાદથી ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. SMCએ બાતમીના આધારે આરોપી નરેશ રાવળનો દબોચ્યો મૂળ ગાંધીનગર જિલ્લાના કોલવડા ગામના ચામુંડાપુરા વાસનો વતની નરેશભાઈ ઉર્ફે નરીયો રઈજીભાઈ રાવળ પોતાની સામે નોંધાયેલા વિવિધ ગુનાઓમાં ધરપકડ ટાળવા માટે અવારનવાર રહેઠાણ બદલતો હતો. SMCને ચોક્કસ બાતમી મળી હતી કે, આરોપી હાલ અમદાવાદના રણાસણ ટોલટેક્સ પાસે આવેલા મૂઢિયા ગામની શાંતીપથ રેસિડેન્સીના D/302 નંબરના ફ્લેટમાં છુપાઈને રહે છે. ગુજરાતમાં વિદેશી દારૂ સપ્લાયનું નેટવર્ક ચલાવતો આ બાતમીના આધારે SMCની ટીમે દરોડો પાડી આરોપીને સ્થળ પરથી જ આબાદ ઝડપી લીધો હતો. ધરપકડ સમયે આરોપી પાસેથી આઇફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલો આરોપી નરેશ ઉર્ફે નરીયો રાવળ રાજસ્થાનથી વિદેશી દારૂનો જથ્થો મગાવીને ગુજરાતના જુદા જુદા શહેરો અને જિલ્લાઓમાં સપ્લાય કરવાનું નેટવર્ક ચલાવતો હતો. આરોપી સામે પ્રોહિબિશનના 35થી વધુ ગુના નોંધાયેલા સમગ્ર રાજ્યમાં તેની વિરૂદ્ધ પ્રોહીબિશન હેઠળ આશરે 35થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. ગાંધીનગરના પેથાપુર પોલીસ સ્ટેશનમાં તેને લિસ્ટેડ બુટલેગર તરીકે પણ જાહેર કરવામાં આવેલો છે. આ આરોપી માત્ર દારૂના ધંધા પૂરતો સીમિત ન હતો. પોતાના રહેણાંક વિસ્તારમાં તેમજ ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોય તેવા વિસ્તારોમાં પોતાનો દબદબો અને ખોફ જાળવી રાખવા તે સામાન્ય જનતા સાથે અવારનવાર ઝઘડા-તકરાર કરતો હતો. લોકોમાં ડર બેસાડવા માટે તે હિંસક ગુનાઓ આચરવાની ટેવ ધરાવતો હતો, જેના પગલે તેની સામે IPC હત્યાનો પ્રયાસ જેવા ગંભીર પ્રકારના 3 ગુના પણ નોંધાયેલા છે. 10 કેસ વિવિધ કોર્ટમાં ટ્રાયલ હેઠળ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી નરેશ રાવળ સામે નોંધાયેલા શરીર સંબંધી તથા પ્રોહીબિશનના 10 કેસો પ્રિન્સિપલ કોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, સેશન્સ કોર્ટ તથા JMFC કોર્ટમાં ટ્રાયલ હેઠળ ચાલી રહ્યા છે. આમ છતાં, તે કોર્ટની મુદતોમાં સતત ગેરહાજર રહેતો હતો. જેથી કોર્ટ દ્વારા તેની વિરૂદ્ધ અગાઉથી ધરપકડ વોરંટ પણ ઇશ્યૂ કરવામાં આવ્યા હતા. કોર્ટની કાર્યવાહી અને પોલીસથી ભાગતો ફરીને પણ તે પોતાની દારૂની ગેરકાયદે પ્રવૃત્તિઓ સક્રિયપણે ચલાવી રહ્યો હતો. SMC દ્વારા આરોપીની બનાસકાંઠા જિલ્લાના ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબિશન અને બનાવટી દસ્તાવેજો સંબંધિત ગુનામાં અટકાયત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    આનંદનગરમાં બાળકને હેરાન કરવા બાબતે પાડોશીનો પિતા પર લાકડીથી હુમલો:ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયા, ઘોઘારોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
    Next Article
    "Surrender Or...": Supreme Court Gives 2 Options To Honeymoon Murder Accused

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment