Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઘાડામાં SMCનો દરોડો: રૂ.25.45 લાખનો દારૂ ઝડપ્યો:4 આરોપી ઝડપાયા, 9 ફરાર; દરોડામાં રૂ. 61.24 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

    11 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વઘાડા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દારૂબંધી કાયદા હેઠળ મોટો દરોડો પાડવામાં આવ્યો છે. વિશ્વકર્મા મંદિર સામે, ફુલાકી ચાર રસ્તા પાસે ખુલ્લા મેદાનમાં ચાલતા ગેરકાયદેસર દારૂના વેચાણ પર પોલીસે કાર્યવાહી કરી હતી. આ દરોડામાં કુલ રૂ. 61.24 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન, પોલીસે રૂ. 25.45 લાખની કિંમતનો 9864 બોટલ/ટીન IMFL દારૂ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત, રૂ. 76,000ની કિંમતના 7 મોબાઈલ ફોન, રૂ. 35 લાખની કિંમતના 3 વાહનો અને રૂ. 1100 રોકડા સહિત કુલ રૂ. 61,24,064નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. પોલીસે સ્થળ પરથી દેવેન્દ્રસિંહ ઉર્ફે દેવ જીવનસિંહ સોલંકી, મિનેશ ગાંડાભાઈ સોલંકી, પંકજ રાજેશસિંહ રાજપૂત અને પ્રકાશ જકાહીભાઈ પરમાર સહિત 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જોકે, આ કેસમાં મુખ્ય આરોપી ગણપત ઉર્ફે કિશન રેવા પરમાર સહિત 9 આરોપીઓ હજુ પણ ફરાર છે. આ સમગ્ર ઓપરેશન SMCના PI આર. જી. ખાંટના નેતૃત્વમાં પાર પાડવામાં આવ્યું હતું. આ કાર્યવાહી ગુજરાત દારૂબંધી અધિનિયમ અને ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ કરવામાં આવી છે. હાલ પાટડી પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. ફરાર આરોપીઓમાં ફારૂક ઈશાક મેમણ (IMFLના રીસીવર), પંબુભા વાઘેલા, ટીનાજી ઠાકુર તેમજ ટ્રક, સ્કોર્પિયો અને હ્યુન્ડાઈ ગ્રાન્ડ 10 કારના માલિક/ડ્રાઈવરનો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા ઠંડા પીણાનું વિતરણ:કેમ્પ હનુમાજી મંદિર યાત્રામાં નારણપુરા દ્વારા સેવા કરાયું
    Next Article
    સાબરકાંઠા SP પાર્થરાજસિંહ ગોહિલે જન્મદિવસ ઉજવ્યો:હિંમતનગરમાં દિવ્યાંગ બાળકો સાથે કેક કાપી ઉજવણી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment