Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સતત બીજા દિવસે વરસાદના કારણે મેચ વહેલી પૂરી કરવી પડી:ભારત સામે શ્રીલંકાની હાલત કફોડી, ફોલોઓન પછી પણ ધડાધડ વિકેટો ગુમાવી, SL પાસે 16 રનની લીડ; સ્કોર 229/6

    2 days ago

    ભારત સામેની કોલંબો ટેસ્ટમાં ફોલોઓન રમી રહેલી શ્રીલંકાએ બીજી ઇનિંગ્સમાં 229/6 રન બનાવ્યા છે. ટીમે ભારતની પહેલી ઇનિંગ્સના સ્કોર સામે 16 રનની લીડ મેળવી લીધી છે. સોનલ દિનુષા 7 અને કેશરા નુવાંથા 3 રન પર ક્રિઝ પર છે. ચોથા દિવસે વરસાદના કારણે રમત અટકાવવી પડી છે. પસિન્દુ સૂરિયાબંડારા 92 રન બનાવીને આઉટ થયો. તેને માનવ સુથારે પેવેલિયન ભેગો કર્યો. માનવે કેપ્ટન ધનંજય ડી સિલ્વાને પણ 23 રન પર આઉટ કર્યો. આ પહેલા નિરોશન ડિકવેલા 6 રન પર સારાંશ જૈન, કામિન્દુ મેન્ડિસ 55 રન પર પ્રસિદ્ધ ક્રિષ્ના, કામિલ મિશારા 32 રન પર રવીન્દ્ર જાડેજા અને લાહિરુ ઉદારા 3 રન પર મોહમ્મદ સિરાજનો શિકાર બન્યા હતા. ભારતે પહેલી ઇનિંગ્સ 503/9 પર ડિકલેર કરી હતી. જવાબમાં શ્રીલંકા 290 રનમાં ઓલઆઉટ થયું હતું. તે હિસાબે ભારતને 213 રનની લીડ મળી હતી, જેના પછી ફોલોઓન આપ્યું હતું. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, સારાંશ જૈન, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. શ્રીલંકા (SL): લાહિરુ ઉદારા, કામિલ મિશારા, પાસિન્દુ સૂરિયાબંદરા, કામિન્દુ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા (કેપ્ટન), સોનલ દિનુષા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), કેશરા નુવંથા, પ્રબથ જયસૂર્યા, લાહિરુ કુમારા અને અસિથા ફર્નાન્ડો.
    Click here to Read More
    Previous Article
    अमेरिका को 3 बार दिवालिया होने से बचाने वाला वो शख्स; हाथों में दुनिया भर के बैंकों का कंट्रोल, 170 देशों जितनी ताकत
    Next Article
    નેપાળમાં પૂરથી તબાહી, 8 લોકોનાં મોત, 105 ભારતીયો ગુમ:તિબેટમાં ગ્લેશિયર તળાવ ફાટવાની આશંકા, બિહારનાં 8 જિલ્લામાં એલર્ટ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment