Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈન્ડિયન બોલર્સનો એશિયા કપ ફાઈનલમાં તરખાટ:શ્રીલંકન બેટર્સને આઉટ કરીને પેવેલિયન ભેગી કરી. શ્રી ચરણીએ ત્રણ બોલમાં બે વિકેટ લીધી; SLનો સ્કોર 103/7

    20 hours ago

    ભારતે વુમન્સ એશિયા કપના ફાઇનલમાં શ્રીલંકાને 184 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં શ્રીલંકાનો સ્કોર 16.4 ઓવરમાં 103/7 છે. ટીમ તરફથી કૌશાની નુથ્યાંગના ક્રિઝ પર છે. શ્રી ચરણીએ 3 વિકેટ લીધી. તો દીપ્તિ શર્માએ બે વિકેટ લીધી. ક્રાંતિ ગૌડે ઇમેશા દુલુનીને ક્લીન બોલ્ડ કરી. દુબઈમાં રમાઈ રહેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 183 રન બનાવ્યા. ભારત માટે શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ ફિફ્ટી ફટકારી. સ્મૃતિએ 59 અને શેફાલીએ 68 રન બનાવ્યા. બંનેએ પહેલી વિકેટ માટે 129 રનની ભાગીદારી કરી. કેપ્ટન હરમનપ્રીત કૌર 14 અને રિચા ઘોષ 17 રન બનાવીને આઉટ થઈ. વુમન્સ એશિયા કપ ફાઇનલમાં શેફાલીની ફાસ્ટેસ્ટ ફિફ્ટી ઈન્ડિયન ઓપનર શેફાલી વર્માએ 24 બોલમાં અડધી સદી પૂરી કરી, જે વુમન્સ એશિયા કપની સૌથી ઝડપી ફિફ્ટી છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જી કમલિની, હરમનપ્રીત કૌર (કેપ્ટન), ભારતી ફુલમાળી, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, પ્રેમા રાવત, શ્રી ચરાણી, ક્રાંતિ ગૌડ અને નંદની શર્મા. શ્રીલંકા (SL): ચમારી અટાપટ્ટુ (કેપ્ટન), ઈમેશા દુલાની, વિશ્મી ગુણારત્ને, હસીના પરેરા, હર્ષિતા સમરવિક્રમા, કવિશા દિલહારી, નીલાક્ષી સિલ્વા, કૌશાની નુથ્યાંગના (વિકેટકીપર), સુગંદિકા કુમારી, ચામુડી પ્રબોદા અને મિતાલી અયોધ્યા.
    Click here to Read More
    Previous Article
    નેત્રાથી નખત્રાણા સુધી વિદ્યાર્થીઓની પદયાત્રા, બસ સેવાના પ્રશ્ને તંત્ર ઝૂક્યું:નિયમિત સેવા અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીનું લેખિત આશ્વાસન
    Next Article
    PM Modi Holds Bilateral Talks With South Africa, Philippines, Egypt Leaders

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment