Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ખડગે બોલ્યા- મોદીનો બાપ પણ જશે; ચૂંટણી પંચ SIR સોફ્ટવેરની માહિતી નહીં આપે; પૂર્વ CJI ચંદ્રચૂડ પર આરોપ

    6 hours ago

    નમસ્તે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદીને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું. ચૂંટણી પંચે SIR માં ઉપયોગમાં લેવાતા સોફ્ટવેરની માહિતી આપવાનો ઈનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ કૌલે પૂર્વ CJI ચંદ્રચૂડ પર આરોપ લગાવ્યો છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 12મું બ્રિક્સ પાર્લામેન્ટરી ફોરમ સંસદ ભવન પરિસરમાં આયોજિત થશે. 📰 કાલના મોટા સમાચારો 1. મલ્લિકાર્જુન ખડગે બોલ્યા- મોદી શું, મોદીનો બાપ પણ જશે:પટનામાં કોંગ્રેસના કાર્યક્રમમાં 'મોદી નહીં જાય' કહેનાર શખ્સને માર્યો, ભાજપે કહ્યું- ખડગેની ભાષા ગુંડા-બદમાશો જેવી બિહારના પટનામાં રવિવારે કોંગ્રેસના કાર્યક્રમમાં હોબાળો થયો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બાપુ સભાગારમાં મોદી સરકાર અને તેમની નીતિઓ પર બોલી રહ્યા હતા. ત્યારે એક શખ્સ ઊભો થઈને બોલ્યો કે મોદીજી જવાના નથી. જ્યાં સુધી દેશમાં વિદ્રોહ નહીં થાય, મોદી સરકાર નહીં હટે. આના પર ખડગે ગુસ્સે થઈને બોલ્યા- મોદી શું તેનો બાપ પણ જશે. આ વાત તેમણે 3 વાર દોહરાવી. ત્યારબાદ ત્યાં હાજર લોકોએ તે શખ્સની સાથે મારપીટ શરૂ કરી દીધી, જેણે કહ્યું હતું- મોદી જવાના નથી. મલ્લિકાર્જુન ખડગે પટનામાં બિહારના પહેલા મુખ્યમંત્રી ડૉ. શ્રીકૃષ્ણ સિંહની 139મી જયંતિ સમારોહને સંબોધિત કરી રહ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 2. SIRમાં ઉપયોગમાં લેવાયેલા સોફ્ટવેરની માહિતી ચૂંટણી પંચ નહીં આપે:RTIના જવાબમાં કહ્યું- ટ્રેડ સિક્રેટ છે; AIના ઉપયોગ અંગે પણ જવાબ ન આપ્યો સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન દરમિયાન મતદાર યાદીમાં ગેરરીતિઓ ઓળખવા માટે ઉપયોગમાં લેવાયેલા સોફ્ટવેરની માહિતી આપવાનો ચૂંટણી પંચે ઇનકાર કર્યો છે. પંચે તેને વ્યાવસાયિક ગુપ્તતા, ટ્રેડ સિક્રેટ અને બૌદ્ધિક સંપદા સાથે જોડાયેલો મામલો ગણાવીને માહિતીના અધિકાર (RTI) કાયદા હેઠળ માહિતી આપવાથી મુક્તિનો હવાલો આપ્યો છે. પંચે એમ પણ કહ્યું કે SIR માટે કોઈ નવું સોફ્ટવેર વિકસાવવામાં કે ખરીદવામાં આવ્યું નથી. જોકે, મતદાર યાદીમાં ગેરરીતિઓ ઓળખવા માટે AI અથવા મશીન લર્નિંગનો ઉપયોગ થયો હતો કે નહીં, તે અંગે પંચે સ્પષ્ટતા કરી નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ફ્રાન્સમાં રણમેદાન જેવી સ્થિતિ:રસ્તા પર ઉતર્યા 8 લાખ લોકો; પથ્થરમારો, આગચંપી અને લાઠીચાર્જ વચ્ચે મોંઘવારી સામે બળવો; 1 હજારથી વધુ અટકાયત ફ્રાન્સમાં મોંઘવારી, સ્કૂલોની ખરાબ સ્થિતિ અને પોલીસની કડક કાર્યવાહી સામે શનિવારે લાખો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પેરિસ સહિત અનેક શહેરોમાં પ્રદર્શનકારીઓએ સરકાર વિરુદ્ધ નારેબાજી કરી હતી. પેરિસમાં માર્ચના અંતે પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો અને ટિયર ગેસના શેલ છોડ્યા હતા. ગૃહ મંત્રાલય અનુસાર, દેશભરમાં લગભગ 1,000 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સરકારી આંકડાઓ અનુસાર, પ્રદર્શનોમાં આશરે 4 લાખ લોકો સામેલ થયા હતા. બીજી તરફ, ટ્રેડ યુનિયનોએ 8 લાખ લોકો સામેલ થયાનો દાવો કર્યો. વાંચો સંપૂર્ણ સમાચાર 4. કાશીમાં PM મોદીએ એર શો જોયો:રાફેલ- સુખોઈની ગર્જનાથી ગુંજી ઊઠ્યું આકાશ, એર-શોમાં 100 વિમાનો સામેલ; PMએ 7 કિમીનો રોડ શો પણ કર્યો પીએમ મોદીએ આજે વારાણસીના નમો ઘાટ પર એર શો જોયો. આ શોમાં 100 વિમાનોએ ભાગ લીધો. તેમાં રાફેલ અને સુખોઈ જેવા 52 ફાઈટર પ્લેન પણ સામેલ હતા. આ એર શો ભારતીય વાયુસેનાના 94મા સ્થાપના દિવસ પર આયોજિત કરવામાં આવ્યો હતો. તેનું નામ 'વિંગ્સ ઓવર ગંગા' રાખવામાં આવ્યું હતું. પીએમ મોદી સાથે શો જોવા માટે રક્ષામંત્રી રાજનાથ સિંહ અને સીએમ યોગી પણ હાજર હતા. પીએમ મોદીએ આ પહેલાં રૂપાપુરમાં 100 કરોડ રૂપિયાની અરવિંદ ટેક્સટાઇલ મિલનું ઉદ્ઘાટન કર્યું. ત્યારબાદ પોલીસ લાઇનથી 7 કિમી લાંબો રોડ શો કરીને નમો ઘાટ પહોંચ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 5. બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી વાવાઝોડું:28 ઓક્ટોબરે આંધ્રના કિનારે ટકરાશે, તમિલનાડુ-પુડુચેરીમાં ભારે વરસાદ; ઓડિશાના 5 જિલ્લાઓમાં સ્કૂલો-કોલેજો બંધ બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર એરિયા રવિવારે ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે. તેને અર્નબ નામ આપવામાં આવ્યું છે. તેની અસરથી ઓડિશા, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડું 28 ઓક્ટોબરે આંધ્ર પ્રદેશના કિનારે ટકરાઈ શકે છે. આ દરમિયાન પવનની ઝડપ 115થી 125 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. આંધ્ર પ્રદેશમાં 26થી 29 ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓડિશાના ગંજામ, ગજપતિ, રાયગઢા, કોરાપુટ અને મલકાનગિરી જિલ્લામાં 28 અને 29 ઓક્ટોબરે તમામ સ્કૂલો-કૉલેજો અને આંગણવાડી કેન્દ્રો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. 'ગુજરાતની એક વર્ષની પાણીની અછત પૂરી થશે':સુરતમાં CMએ કહ્યું- મંગળવારે બધું ફાઇનલ થઈ જશે; પાટીલ બોલ્યા-મહારાષ્ટ્ર, MP અને રાજસ્થાન વીજળીના બદલે પાણી આપશે આ વર્ષે રાજ્યમાં વરસાદની ઘટને પગલે અનેક વિસ્તારોમાં પાણીની અછત વર્તાઈ રહી છે. આ મામલે સુરતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, કેન્દ્રીય જળશક્તિ મંત્રી અહીં ઉપસ્થિત છે અને ગુજરાતમાં જે પાણીની પરિસ્થિતિ કે અછત અંગે તેમણે પૂરી ખાતરી આપી છે કે એક વર્ષમાં જે પાણીની ઘટ છે તે બધી જ પૂરી થઈ જશે અને પાણીની આ સમસ્યા કાયમી ધોરણે હલ થઈ જશે. મંગળવારે બધી બાબતો ફાઇનલ થઈ જશે, જે આપણા બધા માટે ખૂબ જ આનંદની વાત છે. બીજી તરફ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે પણ પાણીની સમસ્યા દૂર કરવાની ખાતરી સાથે કહ્યું કે, મંગળવારે મુખ્યમત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર્ના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી નિર્ણય લેવાશે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. ‘શિક્ષણમંત્રી રીલ બનાવવામાં હોશિયાર છે':નણંદ નયનાબાનો ભાભી રિવાબાને ટોણો, કહ્યું-તમારી નિષ્ફળતા છુપાવવા પરિપત્ર લાવ્યા, શાળાઓ સરકારના બાપાની છે? જામનગરમાં શિક્ષણ વિભાગના નવા પરિપત્રને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. શાળાઓમાં પ્રવેશ અને ફોટોગ્રાફી-વિડિયોગ્રાફી પર નિયંત્રણ મૂકતા પરિપત્ર સામે કોંગ્રેસ નેતા નયનાબા જાડેજાએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. આ મુદ્દે તેમણે રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી રિવાબા જાડેજા પર આકરા પ્રહારો કર્યા છે. નણંદ-ભોજાઈ વચ્ચે ફરી એકવાર શાબ્દિક જંગ છેડાતાં જામનગરના રાજકારણમાં ચર્ચાઓ તેજ બની છે. કોંગ્રેસ નેતા નયનાબા જાડેજાએ શિક્ષણ વિભાગના નવા પરિપત્રને લઈને શિક્ષણમંત્રી રિવાબા જાડેજા સામે સીધું નિશાન સાધ્યું હતું. તેમણે કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે, “શિક્ષણમંત્રી રીલ બનાવવામાં વ્યસ્ત છે.” વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : વાયુસેના પ્રમુખે કહ્યું- કોઈપણ લક્ષ્ય અમારી પહોંચની બહાર નથી:ઓપરેશન સિંદૂરમાં સાબિત કર્યું; દુશ્મનની વ્યૂહરચના મુજબ પોતાને ઢાળવું જરૂરી (વાંચો સંપૂર્ણ સમાચાર) 2.ઈન્ટરનેશનલ : તિબેટમાં 5.9ની તીવ્રતાનો ભૂકંપ:ચીન અને નેપાળમાં પણ આંચકા, 10 દિવસ પહેલાં આવેલા ભૂકંપમાં 16 લોકોના મોત થયાં હતાં (વાંચો સંપૂર્ણ સમાચાર) 3.નેશનલ : મહિલાએ સહકર્મીને વીડિયો કોલ પર ફાંસીનો ફંદો બતાવ્યો:પૂછ્યું- લગ્ન કરશો કે નહીં, સવારે મૃતદેહ મળ્યો; બંને હૈદરાબાદની મલ્ટીનેશનલ કંપનીના કર્મચારી (વાંચો સંપૂર્ણ સમાચાર) 4.ઈન્ટરનેશનલ : નેતન્યાહૂએ ઈઝરાયલમાં બોમ્બ પડવાની AI તસવીર પોસ્ટ કરી:કહ્યું- ઈરાન પાસે પરમાણુ હથિયાર હોવું મોટો ખતરો; વિપક્ષે કહ્યું- PM ડર ફેલાવી રહ્યા છે (વાંચો સંપૂર્ણ સમાચાર) 5.બિઝનેસ : ચમત્કાર થઈ ગયો! અમેરિકન સ્ટાર્ટઅપનો દાવો- પારામાંથી બનાવ્યું સોનું:વર્ષે 2 ટન સોનું બનાવવાનો પ્લાન; જેમ હીરાના ભાવ ઘટ્યા, શું એ જ રીતે સોનું ઉંઘા માથે પછડાઈને સસ્તુ થશે (વાંચો સંપૂર્ણ સમાચાર) 6.સ્પોર્ટ્સ : ડિસેમ્બરમાં ધોની કરશે ફાઇનલ ધડાકો:વિન્ટેજ ગાડી ફરી દોડશે કે લાગશે બ્રેક?, ફરી પીળી જર્સીમાં જોવા મળશે 'થાલા'? મજાકિયા અંદાજમાં ફેન્સના ધબકારા વધાર્યા (વાંચો સંપૂર્ણ સમાચાર) 7.ધર્મ તહેવાર જ્યોતિષ : 'તમારા શત્રુઓ ચિરંજીવી રહે!':સંતે રાજાને આપ્યું વરદાન કે શ્રાપ? પ્રેરક કથામાંથી જાણો શા માટે વિરોધીઓનું હોવું પણ સફળતા માટે જરૂરી (વાંચો સંપૂર્ણ કથા) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ બકરીઓના માથે સ્ટેશનની સફાઈ જાપાનના ટોક્યોમાં રેલવે કંપનીએ યોત્સુયા સ્ટેશનની બહાર ઘાસ સાફ કરવા માટે બે બકરીઓ તેનાત કરી છે. પોકે અને નાગી નામની આ બકરીઓ ઘાસ ચરીને સફાઈ કરી રહી છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. સન્ડે બિગ સ્ટોરી : ભાજપના એકહથ્થુ શાસનવાળા ગુજરાતમાંથી રાહુલ ગાંધીને રોજની 57 ફરિયાદો: ભ્રષ્ટાચાર, શિક્ષણના સૌથી વધુ પ્રશ્નો; સત્તાધારી પક્ષ-કોંગ્રેસ વચ્ચે બરાબરની જામી 2. ખાખી કવર : ઇન્દિરા ગાંધીને પોતાના મોતનો અણસાર આવી ગયેલો?: પોતાના જ રક્ષકોએ 30 ગોળીથી વીંધી નાખ્યાં, થોડા દિવસ પહેલાં જ કહેલી વાત ક્રૂર રીતે સાચી પડી 3. ભાસ્કર એક્સક્લૂસિવ : 7 વર્ષમાં 1016 જવાનોની આત્મહત્યા, 24 ફેટ્રિસાઇડ: 20 વર્ષ સુધી પ્રમોશન નહીં, બે શિફ્ટમાં 5 કલાકની ઊંઘ; CAPF જવાન કયા દબાણમાં? 4. આજનું એક્સપ્લેનર: -45 ડિગ્રીમાં ચીની સૈનિકો સામે ઊભા 'શૌર્ય કમાન્ડો' કોણ છે, ITBP સંખ્યા વધારી રહ્યું છે; શું ચીન અરુણાચલને ઘેરી રહ્યું છે? 5. કિચન–સિંકમાં ક્યારેય ન નાખો 10 વસ્તુઓ: ગંદકી જમા થશે, પાઇપ બ્લોક થઈ જશે, સિંકની સ્વચ્છતા જાળવવા માટે 7 ટિપ્સ 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ સોમવારનું રાશિફળ: તુલા-મીન રાશિના લોકોને નવા રોકાણથી લાભ, કુંભ રાશિના જાતકોને પ્રોપર્ટી-બિઝનેસમાં સફળતા મળશે વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    26 अक्टूबर का पंचांग: पूर्व दिशा में यात्रा करने से बचें, सुबह 11:48 से दोपहर 12:33 बजे तक अभिजीत मुहूर्त, जानें राहुकाल का समय
    Next Article
    Five Stocks To Buy Today, October 26: IPCA Labs, HBL Engineering, ICICI Bank, And More

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment