Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે રામલીલા મેદાનમાં SIR સામે વિપક્ષની મહારેલી:4000 જવાનો, 14 સુરક્ષા ઝોન સાથે પોલીસ સજ્જ, 9 દિવસમાં CTIનો રાહુલને ચોથો લેટર, કહ્યું- અઢી લાખ દુકાન બંધ રહેશે

    1 day ago

    SIR વિરુદ્ધ INDIA બ્લોક આજે દિલ્હીના રામલીલા મેદાનમાં રેલી યોજશે. તેમાં 20થી વધુ વિપક્ષી પાર્ટીઓ સામેલ થશે. રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, અખિલેશ યાદવ અને મમતા બેનર્જી રેલીને સંબોધિત કરશે. કોંગ્રેસનો દાવો છે કે તેમાં 10 લાખ લોકો ભેગા થશે. આ દરમિયાન, કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દિપકેએ કહ્યું છે કે અમે વોટ ચોરી વિરુદ્ધ ઊભા રહેલા સંગઠનોનું સમર્થન કરીએ છીએ, પરંતુ અમારું સંગઠન બિનરાજકીય છે અને અમે સત્તાવાર રીતે તેમાં જોડાતા નથી. કન્ફેડરેશન ઑફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી (CTI)એ રાહુલ ગાંધીને ચોથી વખત પત્ર લખીને રામલીલા મેદાનમાં INDIA બ્લોકની રેલીને કારણે દિલ્હી વેપાર અને ટ્રાન્સપોર્ટ પર પડનારી અસર અંગે ચિંતા વ્યક્ત કરી છે. રેલીમાં SIRનો વિરોધ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરવામાં આવશે. છેલ્લા 25 દિવસમાં વિપક્ષી પક્ષો આ મુદ્દે સાતમી વખત એકજૂટ થયા છે. આ પહેલાં 6થી 13 ઑક્ટોબર વચ્ચે છ વખત પ્રદર્શન થયા હતા. ગુજરાતથી કોંગ્રેસનાં 3000 નેતા-કાર્યકર્તાની દિલ્હી કૂચ:SIR સામે રામલીલા મેદાનમાં યોજાનાર પ્રદર્શનમાં રાહુલ ગાંધી સાથે જોડાશે, જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ દિલ્હી પોલીસ એલર્ટ મોડમાં, 4 હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત આ દરમિયાન, દિલ્હી પોલીસ એલર્ટ મોડમાં છે. દિલ્હીમાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. માર્ચના માર્ગ અને કાર્યક્રમ સ્થળ પર 4 હજારથી વધુ પોલીસકર્મીઓ અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF)ની ટુકડીઓ તૈનાત રહેશે. સમગ્ર વિસ્તારમાં 200થી 250 CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. બીજી તરફ, રામલીલા મેદાનને 14 સુરક્ષા ઝોનમાં વહેંચવામાં આવ્યું છે, જેમાંથી દરેક ઝોનની દેખરેખ આસિસ્ટન્ટ કમિશનર રેન્કના અધિકારીઓ કરશે.
    Click here to Read More
    Previous Article
    Barca Hammer Alaves 6-1 To Retain Top Spot In La Liga
    Next Article
    Pat Cummins Admits Australia "Need To Get Better", Changes Likely To Be Made

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment