Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:SIR પછી જિલ્લામાં 37 બૂથ ઘટશે, 38નું વિલીનીકરણ કરાશે

    1 day ago

    SIR ની પ્રક્રિયા બાદ મતદાર યાદીમાંથી મૃતક અને સ્થળાંતરિત મતદારોનાં નામ દૂર થતાં તેની અસર હવે પાટણ જિલ્લામાં મતદાન મથકોની સંખ્યા પર જોવા મળી શકે છે. બૂથોમાં મતદારોની સંખ્યા ઘટતાં નજીકનાં બે મતદાન મથકોને એકમાં સમાવી શકાય તેવી સ્થિતિ સર્જાઈ છે. પરિણામે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચાર વિધાનસભા મતવિસ્તારોમાં હાલનાં 1369 મતદાન મથકોમાંથી 37નો ઘટાડો કરી સંખ્યા 1332 કરવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. જોકે, ચીફ ઇલેક્શન કમિશનની મંજૂરી બાદ જ નવી વ્યવસ્થા અમલી બનશે. જિલ્લાની પાટણ, સિધ્ધપુર, ચાણસ્મા અને રાધનપુર ચાર બેઠકોમાં કુલ 38 મતદાન મથકોનું વિલીનીકરણ અને એક નવા મથકની દરખાસ્ત કરવામાં આવી છે. તેમાં પાટણ વિધાનસભા બેઠકમાં સૌથી વધુ 17 બૂથ મર્જ કરવાની દરખાસ્ત છે.રાધનપુરમાં 8 બૂથ મર્જ કરીને એક નવું મથક ઉમેરવાનું આયોજન છે. જ્યારે સિદ્ધપુરમાં 8 અને ચાણસ્મામાં 5 બૂથનું વિલીનીકરણ કરવાની દરખાસ્ત છે. બેઠકવાર આંકડા જોઈએ તો રાધનપુરમાં હાલનાં 372 મતદાન મથકોમાંથી 7નો ચોખ્ખો ઘટાડો થતાં 365 રહેશે. ચાણસ્મામાં 351માંથી 5 ઘટીને 346, પાટણમાં 346માંથી 17 ઘટીને 329 અને સિદ્ધપુરમાં 300માંથી 8 ઘટીને 292 મથકો રહેશે. આમ, પાટણ બેઠકમાં સૌથી વધુ અને ચાણસ્મામાં સૌથી ઓછો ઘટાડો થશે.મતદાર યાદીમાં સતત સુધારણા ઝુંબેશ ચાલુ રહેવાની હોવાથી ભવિષ્યમાં નવા મતદારોનાં નામ ઉમેરાતાં કોઈ બૂથમાં મતદારોની સંખ્યા 1200ને પાર જાય તો જરૂરિયાત મુજબ નવું મતદાન મથક ઊભું કરવાની શક્યતા રહેશે. હાલની દરખાસ્તને અંતિમ વ્યવસ્થા ગણવી નહીં. 1200 મતદારોની મર્યાદા મુજબ બૂથનું પુનર્ગઠન ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ એક મતદાન મથકમાં મહત્તમ 1200 મતદારોની સંખ્યા રાખવાની જોગવાઈ છે. આ મર્યાદા કરતાં વધુ મતદારો હોય તો તેમને નજીકના અન્ય બૂથમાં શિફ્ટ કરવા અથવા જરૂરિયાત મુજબ નવું મતદાન મથક ઊભું કરવાની જોગવાઈ છે. જોકે, SIR બાદ મૃતક અને સ્થળાંતરિત મતદારોનાં નામ દૂર થતાં કેટલાક બૂથમાં મતદારોની સંખ્યા ઘટી છે. પરિણામે નજીકનાં બે બૂથના મતદારોને એક જ મતદાન મથકમાં સમાવી શકાય તેવી સ્થિતિ સર્જાતાં તેમના વિલીનીકરણની દરખાસ્ત કરાઈ છે. પાટણમાં 99,579 મતદારો ઘટ્યા, આખરી યાદી પછી 13,511 ઉમેરાયા‎ જિલ્લામાં હાથ ધરાયેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા બાદ મતદારોની ‎સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. SIR પહેલાં પાટણ જિલ્લાના ચાર વિધાનસભા ‎મતવિસ્તારોમાં કુલ 12,19,104 મતદારો નોંધાયેલા હતા. જ્યારે SIRની આખરી ‎પ્રકાશિત મતદાર યાદી મુજબ આ સંખ્યા ઘટીને 11,19,525 થઈ છે. આમ, આખરી ‎યાદી મુજબ કુલ 99,579 મતદારોનો ઘટાડો થયો છે. જોકે, ત્યારબાદ મતદાર યાદીમાં ‎થયેલા ઉમેરા મુજબ હાલ જિલ્લામાં કુલ 11,33,036 મતદારો નોંધાયા છે. આખરી‎ પ્રકાશન બાદ અત્યાર સુધીમાં 13,511 મતદારોનો ઉમેરો થયો છે.
    Click here to Read More
    Previous Article
    ચાર જિલ્લાના 300થી વધુ NCC કેડેટ્સ માટે 10 દિવસીય તાલીમ:શારીરિક તંદુરસ્તી, સીમેનશિપ અને ફાયરિંગ સહિતની વ્યાપક લશ્કરી તાલીમ
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ:માત્ર રેડ નહીં, ડ્રગ્સ કાર્ટેલની સંપત્તિની તપાસથી સજા સુધીનું નેટવર્ક બનશે; ગુજરાતમાં ડ્રગ્સ સામે મોટા અભિયાનની તૈયારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment