Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાર ચૂંટણીમાં આ વખતે સૌથી વધુ મતદાન થયું:અSIR : ચોથી ચૂંટણીમાં 3.25 ટકા મતદાન વધ્યું

    4 days ago

    ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રથમ વાર 59.25 ટકા જેટલું મતદાન થયું છે. મહાનગરપાલિકાની સ્થાપના પછી ચોથી અને એસઆઇઆર પછીની પ્રથમ ચૂંટણીમાં વર્ષ 2021ની ચૂંટણીની સરખામણીએ 3.25 ટકાનો વધારો થયો છે. જોકે સોસાયટીઓ કરતાં ગ્રામ્ય મતદારોએ વધારે ઉત્સાહ દર્શાવ્યો છે. 11 વોર્ડમાં 295 બુથ પરથી 82674 પુરુષ અને 71371 મહિલા મતદાર મળીને કુલ 1,54,045 મતદારે મતદાન કર્યું હતું. ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષ મળીને કુલ 130 ઉમેદવારે નસીબ અજમાવ્યું હતું. હવે કોનો ગરબો ઘેર જશે ને કોને નોરતાં ફળશે એ મંગળવારનું પરિણામ કહેશે. મહાનગરપાલિકાના વિસ્તરણ પછીની આ બીજી ચૂંટણી છે જેમાં ગત ચૂંટણીમાં 56 ટકા મતદાન વચ્ચે ભાજપે 41 બેઠક પર ઐતિહાસિક જીત મેળવી હતી. કોંગ્રેસ માત્ર 2 બેઠક પર સીમિત થઈ ગઈ હતી જ્યારે આમ આદમી પાર્ટીએ પ્રથમ વાર ખાતું ખોલાવ્યું હતું. આ વખતે ત્રણેય પાર્ટી મેદાનમાં છે અને જીત માટે છેલ્લી ઘડી સુધીની કવાયત કરી છે પરંતુ મતદારોનું મૌન અકળ છે. નવા સીમાંકનમાં ભાજપનું પલડું ભારે રહેતું હોવાનું ગત ચૂંટણીએ પુરવાર કર્યું હતું પરંતુ આ વખતે પુનરાવર્તન થાય છે કે પરિવર્તન, એ મંગળવારે ખબર પડશે. મતદારોના મૌનથી બેઠકો મુદ્દે મુંઝવણ મતદારોએ પ્રતિનિધિને ચૂંટવા મતદાન કરી દીધું છે પણ તેઓનું મૌન અકળ છે. અત્યાર સુધીનું સૌથી વધુ મતદાન છે પરંતુ કોનું પલડું ભારે છે તે રહસ્ય મતપેટીમાં કેદ છે. હાલ અટકળોનું બજાર ગરમ છે. એસઆઇઆર પછી ડમી, મૃત્યુ પામેલા અને સ્થળાંતર થયેલા મતદારોના નામ કમી થઇ જતાં મતદાનની ટકાવારી વધવાની શક્યતા હતી જ પરંતુ તેમાં જંગી વધારો થઇ શક્યો નથી. ત્રીજી પાંખ નિષ્ક્રિય રહેતાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર ગત ચૂંટણીમાં આપ પ્રથમ વાર તમામ વોર્ડમાં ચૂંટણી લડ્યો હતો અને જંગી 21% વોટશેર લઈ ગઈ હતી. પરિણામે વિરોધી મતોનું વિભાજન થતાં ભાજપે જંગી બહુમતી મેળવી હતી. આ વખતે આપે દરેક વોર્ડમાં ઉમેદવાર ન રાખતાં મોટા ભાગની બેઠકો પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. ભાજપના જ અસંતુષ્ટો અપક્ષ લડ્યા હોવાથી કેટલીક બેઠકો પર ચોંકાવનારાં પરિણામ આવી શકે. બપોરે 11થી 1 વાગ્યા વચ્ચે સૌથી વધુ 13.66 ટકા, સવારે-સાંજે ઓછું મતદાન મતદાનનો સૌથી વધુ ટ્રેન્ડ સવારે 11થી બપોરે 1 વાગ્યા દરમિયાન 13.66% રહ્યો હતો. સવારે 9થી 11 દરમિયાન 12.34% અને બપોરે 1થી 3 દરમિયાન 12.23% મતદાન થયું હતું. બપોર બાદ ગતિ ધીમી પડતાં સાંજે 5થી 6 દરમિયાન સૌથી ઓછું 5.24% મતદાન નોંધાયું હતું. દર બે કલાકે મતદાનનો ટ્રેન્ડ આવો રહ્યો હતો : સવારે 7થી9માં 5.9%, 9થી11માં 12.34%, 11થી1માં 13.66%, 1થી 3માં 12.23%, 3થી 5માં 9.88% અને 5થી 6 વાગ્યા વચ્ચે 5.24% મતદાન થયું હતું. મતદાન ધીમું થતાં પક્ષોએ રેકોર્ડેડ કૉલ કરીને મતદારોને જાગ્રત કર્યા મહત્તમ મતદાન થાય અને વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે રાજકીય પક્ષોએ વિવિધ પ્રયાસ કર્યા હતા. મતદાનના દિવસે મતદારોનો સંપર્ક સાધવા રેકોર્ડેડ કૉલ કરાતા હતા. આ કૉલમાં મતદારોને મતદાન કરવા અપીલ કરતો સંદેશ સંભળાવાતો હતો. તેનાથી મતદારોને લોકશાહીની પ્રક્રિયામાં ભાગ લેવા અને મતાધિકારનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરાતા હતા. આ માટે પ્રચારના પરંપરાગત માધ્યમની સાથે ફોન કોલનો પણ ઉપયોગ કરાતો હતો. ચૂંટણીમાં પુરુષોની સરખામણીએ મહિલાઓનું મતદાન ઓછું નોંધાયું છે. મહાનગરપાલિકાના તમામ 11 વોર્ડમાં પુરુષ મતદાનની ટકાવારી મહિલાઓ કરતાં વધુ રહી હતી. કુલ 2,59,985 મતદારોમાંથી 1,54,045 મતદારોએ મતદાન કરતાં કુલ મતદાન 59.25 ટકા નોંધાયું હતું. તેમાં પુરુષોનું મતદાન 62.36 ટકા અને મહિલાઓનું મતદાન 56.02 ટકા રહ્યું હતું. આમ, બંને વચ્ચે 6.34 ટકાનો તફાવત જોવા મળ્યો હતો. વોર્ડવાર સ્થિતિમાં વોર્ડ-4 મતદાનની ટકાવારીમાં મોખરે રહ્યો હતો. અહીં કુલ 74.78 ટકા મતદાન નોંધાયું હતું. વોર્ડ-1માં 71.22 ટકા અને વોર્ડ-2માં 69.70 ટકા મતદાન થયું હતું. બીજી તરફ, વોર્ડ-5માં સૌથી ઓછું 48.63 ટકા મતદાન નોંધાયું હતું. આ વોર્ડમાં પુરુષોનું મતદાન 51.78 ટકા જ્યારે મહિલાઓનું મતદાન 45.44 ટકા રહ્યું હતું. આમ, વોર્ડ-5માં કુલ મતદાન 50 ટકાની સપાટી પણ પાર કરી શક્યું નહોતું. સોશિયલ મીડિયામાં પોસ્ટ નહીં, વોટિંગ અગત્યનું : જેન-ઝી | સગવડ જોઈએ તો વ્હીલચેરમાં ય મત આપવો પડે : વડીલોગાંધીનગરની જેન-ઝી પેઢીએ રવિવારે પહેલા નોરતે જ પહેલી વાર મતદાન કર્યું હતું. મહાનગરપાલિકાની ચૂંટણીમાં યુવાનો અને ‘પ્રથમ મતદાતા’ઓનું પ્રમાણ વધ્યું છે તો સામે કેટલીય તડકીછાંયડી જોઈ ચૂકેલા વરિષ્ઠ નાગરિકો પણ મતદાન કરવામાં પાછળ નહોતા પડ્યા. યુવાનો માને છે કે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવી એ નથી પણ મતદાન કરવું એ અગત્યનું છે અને નૈતિક ઉત્તરદાયિત્વ પણ છે. વડીલોએ પણ કહ્યું કે સગવડ જોઈતી હોય, શહેરને સ્વચ્છ-સુંદર બનાવવું હોય તો વ્હીલચેરમાં બેસીને પણ મત આપવા આવવું જ જોઈએ, એટલે અમે મતદાન કર્યું.
    Click here to Read More
    Previous Article
    વાવોલમાં પણ ભાજપ-કોંગ્રેસ સામે થયા:મતકેન્દ્ર બહાર ભાજપે પેન, ડાયરી, છત્રીથી પ્રચાર કર્યો
    Next Article
    2 Indian Sailors Missing After Drone Attack On Tanker Near Hormuz

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment