Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ગુજરાતી મૂળના પાઈલટે ઇઝરાયલ જઈ રહેલા વિમાનને ક્રેશ થતા બચાવ્યું; વનડેમાં ભારતનો રેકોર્ડ રનચેઝ; SIRમાં ફરીથી નામ ઉમેરાવવું સરળ

    6 hours ago

    નમસ્તે, ગુજરાતી મૂળના પાઇલટે દુબઇથી ઇઝરાયલ જઇ રહેલી ફ્લાઇટને ક્રેશ થતાં બચાવી. ટીમ ઇન્ડિયાએ પોતાના 52 વર્ષના વનડે ઇતિહાસમાં પહેલીવાર 400 રનથી ઉપરનો ટાર્ગેટ ચેઝ કર્યો. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ જાણો કે ચૂંટણી પંચે SIR પ્રક્રિયામાં ફેરફાર કર્યા છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1.પીએમ મોદી સવારે 11 વાગ્યે UPSCના શતાબ્દી સમારોહમાં સામેલ થશે. 2.રાહુલ ગાંધી મધ્ય પ્રદેશના બાલાઘાટ જિલ્લાનો પ્રવાસ કરશે. 📰 કાલના મોટા સમાચારો 1. ભારતીય પાઇલટે વિમાનને ક્રેશ થતા બચાવ્યું:છરીથી હુમલો કરી રહેલા કો-પાઇલટ સામે લડ્યો, ઇઝરાઇલ જઈ રહેલી ફ્લાઇટનું સાઉદીમાં ઇમરજન્સી લેન્ડિંગ દુબઈથી ઇઝરાઇલ જઈ રહેલી ફ્લાઇટને હાઇજેક કરી ક્રેશ કરાવવાનો પ્રયાસ થયો. કો-પાઇલટે સાથી પાઇલટ પર ચાકુથી હુમલો કર્યો અને વિમાનનું નિયંત્રણ પોતાના હાથમાં લેવાનો પ્રયાસ કર્યો. PTIએ ઇઝરાયલી મીડિયાને ટાંકીને જણાવ્યું કે ભારતીય પાઇલટે હુમલાખોર કો-પાઇલટને રોકવાનો પ્રયાસ કર્યો અને વિમાનને ક્રેશ થતું બચાવ્યું. અન્ય સાથીઓ અને મુસાફરોની મદદથી હુમલાખોરને કાબૂમાં લેવાયો. હુમલાખોર ઓમાની નાગરિક હતો. સાઉદી અરેબિયાના તબૂક એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવેલી ફ્લાયદુબઈની ફ્લાઈટ FZ1073 માં બુધવારે બનેલી ઘટના દરમિયાન ઘાયલ થયેલા કેપ્ટનની ઓળખ ભારતીય નાગરિક સ્મિત મચ્છાર તરીકે થઈ છે, તેમ સૂત્રોએ ઈન્ડિયા ટુડેને જણાવ્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 2. PM મોદી-ટ્રમ્પની ફોન પર વાતચીત:રાજદ્વારી ભાગીદારી પર ચર્ચા; આ વર્ષે ચોથી વખત ફોન પર વાત, જૂનમાં બંને નેતાઓ મળ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ફોન પર વાતચીત કરી છે. પીએમ મોદીએ X પર પોસ્ટ કરીને આ માહિતી આપી. તેમણે જણાવ્યું કે બંને નેતાઓએ વેપાર, સંરક્ષણ, ઊર્જા, મહત્વપૂર્ણ ટેક્નોલોજી અને અન્ય ક્ષેત્રોમાં ભારત-અમેરિકા સહયોગની સમીક્ષા કરી. બંનેએ ભારત-અમેરિકાની કોમ્પ્રિહેન્સિવ ગ્લોબલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપને આગળ વધારવા માટે સતત સંપર્ક જાળવી રાખવા પર સહમતિ વ્યક્ત કરી. મોદી અને ટ્રમ્પે પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરી. બંને નેતાઓએ વૈશ્વિક શાંતિ અને સુરક્ષાને આગળ વધારવાના પ્રયાસો અંગે પોતાના વિચારોનું આદાનપ્રદાન કર્યું. વાંચો સંપૂર્ણ સમાચાર 3. મતદાર રજિસ્ટ્રેશન ફોર્મ-6માંથી ઘોષણાપત્ર હટાવાયું:પૂછવામાં આવ્યું હતું- શું 2003માં માતા-પિતા મતદાર હતા; ફેરફાર માત્ર SIR થયેલા રાજ્યોમાં, 5 સવાલ-જવાબમાં જાણો મહત્ત્વ ચૂંટણી પંચે સ્પેશલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પૂરા થઈ ચૂકેલા રાજ્યોમાં ઓનલાઈન ફોર્મ 6માંથી વધારાની ઘોષણા હટાવી દીધી છે. એટલે કે SIR પૂરી થયા બાદ ફોર્મ 6માં SIR સંબંધિત વધારાની માહિતી માંગવામાં આવશે નહીં. જોકે જે રાજ્યોમાં SIR ચાલુ છે, ત્યાં ફોર્મ 6માં આ ઘોષણા હજુ પણ દેખાઈ રહી છે. આ ફેરફાર મંગળવારે મોડી રાત્રે ECINET પોર્ટલ પર કર્યો હતો. ચૂંટણી પંચે 26 સપ્ટેમ્બરે તેની જાહેરાત કરી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 4. 19 વિરોધ પક્ષોનું 2થી 8 ઓક્ટોબર દેશભરમાં વિરોધ પ્રદર્શન:6 ઓક્ટોબરે ચૂંટણી પંચનો ઘેરાવ કરશે, I.N.D.I.A. બ્લોકનો નિર્ણય, ખડગેએ કહ્યું- ચૂંટણી પંચ કઠપૂતળી બન્યું ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઈને કોંગ્રેસ સહિત 19 વિપક્ષી પાર્ટીઓ 2થી 8 ઑક્ટોબર સુધી દેશભરમાં માર્ચ કાઢશે. 6 ઑક્ટોબરે ચૂંટણી પંચનો ઘેરાવ કરવામાં આવશે. આ નિર્ણય બુધવારે દિલ્હીના કૉન્સ્ટિટ્યૂશન ક્લબમાં યોજાયેલી INDIA બ્લૉકની બેઠકમાં લેવામાં આવ્યો. લગભગ 3 કલાક સુધી ચાલેલી બેઠકમાં 3 બાબતો પર સહમતિ બની. 1-CEC જ્ઞાનેશ કુમારને હટાવવા માટે સંસદમાં પ્રસ્તાવ લાવવામાં આવે. 2-મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવેલા નામોને જાહેર કરવામાં આવે. નામ દૂર કરતાં પહેલાં મતદારને નોટિસ અને અપીલ કરવાની તક આપવામાં આવે. 3-EVMની જગ્યાએ બેલેટ પેપરથી ચૂંટણી યોજવામાં આવે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. હવે WhatsApp પર મેસેજ મોકલવા પર ચાર્જ લાગશે: 1 ઓક્ટોબરથી બિઝનેસ કંપનીઓ માટે નવો નિયમ લાગુ, ગ્રાહકો માટે ફ્રી; 15 સવાલ-જવાબમાં સમજો પૂરો મામલો 1 ઓક્ટોબરથી વોટ્સએપ બિઝનેસ પ્લેટફોર્મ પર કંપનીઓ તરફથી ગ્રાહકોને મોકલવામાં આવતા મેસેજ પર ચાર્જ લાગશે. હાલમાં ગ્રાહકના પૂછપરછવાળા મેસેજ પછી 24 કલાક સુધી કંપનીઓ મફતમાં જવાબ મોકલી શકે છે. હવે આ સમયગાળામાં મોકલવામાં આવતા દરેક સેવા મેસેજ પર અલગથી ચાર્જ લાગશે. ઓર્ડરની પુષ્ટિ અને ડિલિવરી અપડેટ જેવા મેસેજઓ પણ મફત રહેશે નહીં. દરેક બિઝનેસ નંબરને મહિનામાં પ્રથમ 1,000 સર્વિસ મેસેજ મફતમાં મળશે. ત્યારબાદ કર્મચારી અથવા ચેટબોટ દ્વારા મોકલવામાં આવતા દરેક મેસેજ પર ચાર્જ લાગશે. ગ્રાહક તરફથી કંપનીને મોકલવામાં આવતા મેસેજ પર કોઈ ચાર્જ લાગશે નહીં. સામાન્ય વોટ્સએપ અને નાના વ્યવસાયો માટે બનાવવામાં આવેલી મફત વોટ્સએપ બિઝનેસ એપ પર આ નિયમ લાગુ નહીં થાય. વાંચો સંપૂર્ણ સમાચાર 6. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા મૈયાના નીરના વધામણાં કર્યાં:સરદાર સરોવર નર્મદા ડેમ પૂર્ણ સપાટીએ છલોછલ; પાણી કરકસરથી વાપરવા CMની અપીલ રાજપીપળા નજીક આવેલો સરદાર સરોવર નર્મદા ડેમ 138.68 મીટરની મહત્તમ જળસપાટીએ પહોંચીને છલોછલ ભરાઈ ગયો છે. આ ઐતિહાસિક ક્ષણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ડેમ ખાતે ઉપસ્થિત રહીને નર્મદા મૈયાના નીરના વધામણા કર્યા હતા. ઉપરવાસમાંથી સતત થઈ રહેલી પાણીની આવકને કારણે ડેમમાં વિપુલ જળરાશિ એકત્ર થઈ છે. નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઈ જવાના આ શુભ અવસરે ખાસ પૂજન વિધિનું આયોજન કરાયું હતું. મુખ્યમંત્રી સાથે રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ અને નર્મદા નિગમના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે નર્મદા મૈયાને શ્રીફળ, પુષ્પ અને ચુંદડી અર્પણ કરીને પૂજા અર્ચના કરવામાં આવી હતી. રાજ્યની જીવાદોરી સમાન નર્મદાના જળ વધાવવા માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 7. જૂનાગઢ-તાલાલા ગીરમાં બપોર બાદ મેઘરાજાની તોફાની બેટિંગ:ચોમાસાની વિદાય પહેલા ધોધમાર વરસાદથી ખેડૂતો ખુશખુશાલ, રાજ્યમાં હજુ 11 ટકા વરસાદની ઘટ રાજ્યભરમાંથી ચોમાસાની વિદાય પહેલા જૂનાગઢ જિલ્લામાં અને ગીર સોમનાથના તાલાલામાં આજે 30 સપ્ટેમ્બરે બપોર બાદ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. તાલાલા શહેર, ગીર અને આંકોલવાડી સહિતના વિસ્તારોમાં અચાનક બદલાયેલા વાતાવરણમાં બપોરે સાડા ત્રણ વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થતા રોડ ઉપર પાણી વહેતા થયા છે. અડધો ઇંચ વરસાદ વરસતા ગીરના ખેડૂતોમાં ખુશી છવાઈ છે. હાથિયા નક્ષત્રની આખરમાં વરસાદે આગમન કરતા ખેતીને ફાયદો થશે. ભાદરવા માસના પ્રારંભે વરસાદ થયો હતો જે બાદ સતત વાતાવરણ સુકુ રહ્યું હતું. ત્યારે ખેડૂતો મગફળી, સોયાબીન, કપાસ શાકભાજી, શેરડી સહિતના પાકને પિયત આપવાની તૈયારીમાં હતા. ત્યારે જ ફરી વરસાદનું આગમન થતાં ખેડૂતોને રાહત મળી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : કેન્દ્ર સરકારે રબી પાકોની MSPમાં વધારો કર્યો:ઘઉંમાં ₹25નો વધારો; ₹1.86 લાખ કરોડના ગ્રીન એનર્જી કોરિડોરને પણ મંજૂરી (વાંચો સંપૂર્ણ સમાચાર) 2.ઈન્ટરનેશનલ : રશિયાનું પરમાણુ હથિયાર લઈ જવામાં સક્ષમ વિમાન ક્રેશ:6નાં મોત; આ વિમાન એક જ વારમાં 10,000 કિમીથી વધુનું અંતર કાપી શકે છે (વાંચો સંપૂર્ણ સમાચાર) 3.નેશનલ : બ્લૂ ડ્રમવાળી મુસ્કાન અને પ્રેમી હત્યાના દોષી:પતિના મૃતદેહના ટુકડા સિમેન્ટ નાખીને છુપાવ્યા હતા, 15 દિવસ બાદ સજાની જાહેરાત (વાંચો સંપૂર્ણ સામાચાર) 4.ઈન્ટરનેશનલ : ઈરાનમાં 25 લાખ રિયાલ બરાબર 1 ડોલર:યુદ્ધને કારણે 7 મહિનામાં ચલણ 50% નબળું પડ્યું; સૌથી નીચલા સ્તરે પહોંચ્યું (વાંચો સંપૂર્ણ સમાચાર) 5.બિઝનેસ : નોએલ ટાટા વિરુદ્ધની ફરિયાદ ચેરિટી કમિશનર સુધી પહોંચી:વેણુ શ્રીનિવાસને ચેરમેનપદ પર સવાલ ઉઠાવ્યા; પુત્ર નેવિલને ટ્રસ્ટી બનાવવાનો પણ વિરોધ (વાંચો સંપૂર્ણ સમાચાર) 6.સ્પોર્ટ્સ : ભારતે પહેલીવાર 400+ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો:કેપ્ટન ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી, નોટઆઉટ 223 રન ફટકાર્યા, રોહિતની 35મી સદી; WI સામે સિરીઝ જીતી (વાંચો સંપૂર્ણ સમાચાર) 7.ધર્મ તહેવાર જ્યોતિષ : અવિવાહિત પિતૃઓના શ્રાદ્ધ માટે અલગ દિવસ:મૂળ તિથિએ શ્રાદ્ધ કરવું કે પંચમીએ? જાણો સામાન્ય શ્રાદ્ધથી કેટલું અલગ, દીકરીઓ અને બાળકો માટેના નિયમો (વાંચો સંપૂર્ણ સમાચાર) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ અમેરિકામાં ડોગ્સે પૂલ પાર્ટી કરી અમેરિકાના નેવાડામાં કુતરાઓએ પૂલ પાર્ટી કરી. Doodlepalooza 2026 માં 296 ડૂડલ ઓલાદના કુતરાઓ, પોતાના માલિકો સાથે આમાં સામેલ થયા. આ આયોજને સૌથી વધુ કુતરાઓની પૂલ પાર્ટીનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. અગાઉનો રેકોર્ડ ફ્લોરિડામાં 276 કુતરાઓનો હતો. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર ઇન્વેસ્ટિગેશન : સરકારનો સ્વખર્ચે US જવાનો આદેશ છતાં નીરજા યુનિવર્સિટી ખર્ચે ગયાં: એડવાન્સમાં 5.88 લાખનો ચેક ટ્રાવેલ કંપનીને આપ્યો; રજિસ્ટ્રાર સાથે મળી શિક્ષણ વિભાગના આદેશનો તોડ કાઢ્યો 2. 'અમે છોકરીને પતાવી દીધી': નશામાં બોલાયેલા શબ્દોએ બોયફ્રેન્ડ અને તેના ભાઇના ષડયંત્રનો પર્દાફાશ કર્યો, 4 આરોપીઓ જેલભેગા થયા 3. Editor's View : મોંઘવારી મોઢું ફાડશે, તૈયાર રહેજો: મોદી સરકારના મંત્રીએ ચેતવ્યા, બે મહાયુદ્ધથી મહાવિનાશ, દેશમાં 4Fનું સંકટ, જાણો ઈકોનોમીની ઈનસાઈડ સ્ટોરી 4. પારકી પંચાત : ભારે કરી! મહિલાએ પોલીસ મેડમને બચકું ભરી લીધું: સુરતના મેયર વાંચીને પણ ખોટું બોલ્યા; શંકરસિંહ વાઘેલાએ કોની સાથે મિટિંગ કર્યાની વાતો ઊડી? જુઓ VIDEO 5. આજનું એક્સપ્લેનર: 50-100 રૂપિયાવાળા ફોનના ટફન કવર નહીં વેચાય, વર્ષમાં 13ને બદલે 12 રિચાર્જ; તમારાથી જોડાયેલા 2 ફેરફારો પાછળનું કારણ જાણો 6. પ્રોટીન માટે નોનવેજ ખાવું જરૂરી નથી!: જાણો શાકાહારીઓ માટે 10 બેસ્ટ સોર્સ, કઈ ઉંમરે કેટલું પ્રોટીન જરૂરી; ઊણપના આ 8 સંકેતોને અવગણશો નહીં 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ ગુરુવારનું રાશિફળ:વૃષભ રાશિની મહેનત રંગ લાવશે, મીન રાશિને રોકાણથી લાભ; તુલા રાશિએ મિલકત સંબંધિત વિવાદ ટાળવો વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    Breaking News: केंद्रीय बलों की तैनाती बंगाल में बढ़े-सीएम अधिकारी | Bengal News | Taal Thok Ke
    Next Article
    Argentina vs Bolivia Live Streaming, Telecast: Likely Lineups; When, Where To Watch?

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment