Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ કોલ સેન્ટર કૌભાંડ: મુખ્ય સૂત્રધાર મુંબઈથી ઝડપાયો:કેનેડિયનને ‘SIN' નંબર બોલી સરકારી સહાય બંધ થશે એમ કહી ડરાવતા હતા

    1 day ago

    વલસાડ જિલ્લાના ડુંગરા વિસ્તારમાં ચાલતા આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર કોલ સેન્ટર કૌભાંડના મુખ્ય સૂત્રધાર રાજેશ ઉર્ફે રાજ વિઠ્ઠલ ઠોલારને પોલીસે મુંબઈથી ઝડપી પાડ્યો છે. આ કેસમાં પોલીસને મહત્વની સફળતા મળી છે. અગાઉ, વલસાડ એસ.ઓ.જી.એ દરોડા પાડી 9 પુરુષ અને ૨ મહિલાઓ સહિત 11 આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. જોકે, ઠોલાર ફરાર હતો. તેની ધરપકડ બાદ આ કૌભાંડ અંગે ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસ તપાસ મુજબ, રાજેશ ઠોલાર વર્ષ ૨૦૧૦થી મુંબઈ, હૈદરાબાદ, ચંદીગઢ, અમદાવાદ અને સુરત સહિતના શહેરોમાં ગેરકાયદેસર કોલ સેન્ટરો સાથે સંકળાયેલો હતો. મુંબઈમાં પોલીસની સતત કાર્યવાહી અને મોંઘા ભાડાના કારણે તેણે વલસાડના ડુંગરા વિસ્તારને પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે સુરક્ષિત ઠેકાણું બનાવ્યું હતું. ઓનલાઈન બ્રોકર મારફતે ભાડે લેવાયેલા બંગલામાં તેણે ગત ૧ મે ૨૦૨૬થી હાઈટેક કોલ સેન્ટર શરૂ કર્યું હતું. આ ગેંગ VoIP ટેક્નોલોજી, X-Lite Version 4 અને APhone જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરીને કેનેડિયન નાગરિકોને ફોન કરતી હતી. ‘THE MIDNIGHT CLUB’ નામના ખાનગી વોટ્સએપ ગ્રુપ મારફતે વિદેશી નાગરિકોના મોબાઈલ નંબર અને છેતરપિંડી માટેની સ્ક્રિપ્ટ શેર કરવામાં આવતી હતી. આરોપીઓ પોતાને કેનેડા પોસ્ટ, કેનેડિયન સિક્યુરિટી ઇન્ટેલિજન્સ સર્વિસ (CSIS) અથવા રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP)ના અધિકારી તરીકે ઓળખાવી લોકોને ધમકાવતા હતા. ભોગ બનનારાઓને જણાવવામાં આવતું હતું કે તેમના નામે મોકલાયેલા પાર્સલમાંથી ડ્રગ્સ અને ગેરકાયદેસર ડોલર મળી આવ્યા છે. તેમજ તેઓ મની લોન્ડરિંગ કેસમાં સંડોવાયેલા હોવાનું કહી ધમકાવવામાં આવતા હતા. આરોપીઓ સરકારના નકલી લેટરપેડવાળા દસ્તાવેજો મોકલી વિશ્વાસમાં લઈ કેસમાંથી બચાવવા બહાને એપલ અને સુફેરોના ગિફ્ટ કાર્ડ ખરીદાવતા હતા. ત્યારબાદ ગિફ્ટ કાર્ડના સિક્રેટ કોડ મેળવી લાખોની ડિજિટલ છેતરપિંડી આચરવામાં આવતી હતી. તપાસમાં અત્યાર સુધી કેનેડાના ચાર જેટલા નાગરિકો આ ગેંગનો ભોગ બન્યાનું સામે આવ્યું છે. તેમની પાસેથી આશરે 5000 યુ.એસ. ડોલરની કિંમતના ગિફ્ટ કાર્ડ મેળવવામાં આવ્યા હતા. આ કાર્ડ મુંબઈના ‘એન્ડી’ નામના વ્યક્તિને મોકલવામાં આવતા અને તેના બદલામાં ટ્રસ્ટ વોલેટ મારફતે ડોલરમાં નાણાં પ્રાપ્ત થતા હતા. આ મામલે ડુંગરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) તથા આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વલસાડ એસ.ઓ.જી.ની આ કાર્યવાહી આંતરરાષ્ટ્રીય સાયબર છેતરપિંડીના રેકેટ સામે મોટી સફળતા માનવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં 2.63 લાખ LRD ઉમેદવારની લેખિત પરીક્ષા:બાયોમેટ્રિક સહિતની પ્રોસેસ સાથે પ્રવેશ શરૂ; ગેરરીતિ રોકવા AI અને ફેસિયલ રેકોગ્નિશન સિસ્ટમનો ઉપયોગ
    Next Article
    Delhi Restaurant Fire Triggers 3 LPG Cylinder Blasts, Elderly Woman Rescued

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment