Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહુલે તે કરી બતાવ્યું જે ગાવસ્કર-સેહવાગ પણ ન કરી શક્યા:તમામ SENA દેશોમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યા; ત્રીજા દિવસની મોમેન્ટ્સ-રેકોર્ડ્સ

    6 hours ago

    ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે 4 વિકેટે 486 રન બનાવ્યા છે. વેલિંગ્ટનમાં શનિવારે ટીમે પ્રથમ ઇનિંગ્સમાં 118 રનની લીડ પણ મેળવી લીધી છે. કેએલ રાહુલે ટેસ્ટ ક્રિકેટમાં તે મુકામ હાંસલ કર્યો, જ્યાં સુધી પૂર્વ ભારતીય ક્રિકેટરો સુનીલ ગાવસ્કર અને વીરેન્દ્ર સેહવાગ પણ પહોંચી શક્યા નહોતા. તેઓ તમામ SENA દેશો એટલે કે સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ઓપનર બની ગયા છે. ત્રીજા દિવસના ટોપ રેકોર્ડ્સ અને મોમેન્ટ્સ… 1. રાહુલ SENA દેશોમાં સદી ફટકારનાર 8મા એશિયન બેટર કેએલ રાહુલ ચારેય SENA દેશોમાં ટેસ્ટ સદી ફટકારનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યા. તેઓ આવું કરનાર બીજા એશિયન ખેલાડી છે. તેમના પહેલાં પાકિસ્તાનના સઈદ અનવરે આ સિદ્ધિ હાંસલ કરી હતી. કોઈપણ ક્રમે બેટિંગ કરતાં અત્યાર સુધીમાં 8 બેટર તમામ SENA દેશોમાં સદી ફટકારી ચૂક્યા છે. 2. 94 વર્ષમાં પહેલીવાર ટોપ-5 ભારતીય બેટર્સે વિદેશમાં ફિફ્ટી ફટકારી ભારત 1932થી ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યું છે. 94 વર્ષમાં પહેલીવાર એવું થયું છે કે ટેસ્ટ ક્રિકેટની એક ઇનિંગ્સમાં ભારતના ટોપ-5 બેટર્સે વિદેશમાં 50+નો સ્કોર બનાવ્યો છે. વેલિંગ્ટન ટેસ્ટમાં અત્યાર સુધી યશસ્વી જયસવાલ, રાહુલ, પડિક્કલ, ગિલ અને પંતે 50 કે તેથી વધુ રન બનાવ્યા છે. 3. રાહુલ ન્યૂઝીલેન્ડમાં ડેબ્યૂ ઇનિંગ્સમાં સૌથી મોટી ઇનિંગ રમનાર ભારતીય કેએલ રાહુલ ન્યૂઝીલેન્ડમાં પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમી રહ્યા છે. તેમણે વેલિંગ્ટનમાં પ્રથમ ઇનિંગ્સમાં જ 136 રન બનાવ્યા. આ સાથે જ તેઓ ન્યૂઝીલેન્ડમાં ટેસ્ટ ડેબ્યૂ ઇનિંગ્સમાં સૌથી મોટી ઇનિંગ રમનાર ભારતીય બની ગયા. તેમણે સુનીલ ગાવસ્કરના 116 રનના સ્કોરને પાછળ છોડી દીધો. 4. ગંભીર અને દ્રવિડની ક્લબમાં સામેલ થયા રાહુલ રાહુલ 2 સદીની ભાગીદારીમાં સામેલ રહ્યા. તેમણે જયસવાલ સાથે પ્રથમ વિકેટ માટે 130 રન અને દેવદત્ત પડિક્કલ સાથે બીજી વિકેટ માટે 165 રન જોડ્યા. તેઓ ન્યૂઝીલેન્ડમાં એક જ ઇનિંગ્સમાં 2 સદીની ભાગીદારીમાં સામેલ થનારા ત્રીજા ભારતીય બન્યા. તેમના પહેલાં રાહુલ દ્રવિડ અને ગૌતમ ગંભીર આવું કરી ચૂક્યા છે. રાહુલ SENA દેશોમાં ભારત માટે શરૂઆતની બંને વિકેટો માટે સદીની ભાગીદારી કરનારા ચોથા ખેલાડી પણ બન્યા. તેમના પહેલાં સુનીલ ગાવસ્કર, વીરેન્દ્ર સેહવાગ અને સુનીલ ગાવસ્કર આ સિદ્ધિ હાંસલ કરી ચૂક્યા છે. 5. રાહુલ 2021થી સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનાર ઓપનર કેએલ રાહુલે 2021થી અત્યાર સુધી ટેસ્ટમાં ઓપનિંગ કરતાં 7 સદી ફટકારી છે. આ સમયગાળામાં તેઓ સૌથી વધુ સદી ફટકારનાર સલામી બેટર છે. અહીંથી ટોપ-2 મોમેન્ટ્સ… 1. રાહુલના હાથમાંથી છૂટ્યું બેટ 65મી ઓવરમાં કેએલ રાહુલ શોટ રમતી વખતે સંતુલન ગુમાવી બેઠા. ગ્લેન ફિલિપ્સે ઓવરના બીજા બોલને ઑફ સ્ટમ્પની બહાર ફુલ લેન્થ પર નાખ્યો. કેએલ રાહુલ ફ્રન્ટ ફૂટ પર આગળ આવ્યા અને બોલને કવર તરફ ધકેલ્યો. શોટ રમતી વખતે બેટ પરથી તેમના નીચેના હાથની પકડ છૂટી ગઈ. જોકે કોઈને કોઈ ઈજા થઈ નથી. 2. ડફી ડેન્જર એરિયામાં જતાં અમ્પાયરે આપી ચેતવણી 67મી ઓવરમાં જેકબ ડફીને અમ્પાયરે ચેતવણી આપી. તેનું કારણ એ હતું કે તેઓ વારંવાર પિચના ડેન્જર એરિયામાં પહોંચી રહ્યા હતા. ઓવરના છેલ્લો બોલ નાખતા પહેલાં અમ્પાયર કુમાર ધર્મસેનાએ તેમને ચેતવણી પણ આપી. --------------------------- ત્રીજા દિવસની રમતના સમાચાર વાંચો… ટીમ ઈન્ડિયાના બેટર્સે ન્યૂઝીલેન્ડનો વારો કાઢ્યો:શુભમન ગિલ 2 રને સેન્ચુરી ચૂક્યો, કેએલ રાહુલે 136 રન ફટકાર્યા; ભારત પાસે 118 રનની લીડ ભારતે વેલિંગ્ટન ટેસ્ટના ત્રીજા દિવસે ન્યૂઝીલેન્ડ પર 118 રનની લીડ મેળવી લીધી છે. શનિવારે સ્ટમ્પ્સ સુધીમાં ટીમ ઈન્ડિયાએ 4 વિકેટ પર 486 રન બનાવ્યા. રિષભ પંત 55 રન પર નોટઆઉટ અને નાઇટ વોચમેન અંશુલ કંબોજ (0)એ પરત ફર્યા. સંપૂર્ણ સમાચાર વાંચો
    Click here to Read More
    Previous Article
    ‘Catalogue of admissions’: Journalists’ body says Delhi Police affidavit admits the interference it denies
    Next Article
    બોડીગાર્ડ સાથે દિલજીત દોસાંજની મોદી સ્ટેડિયમમાં એન્ટ્રી:ક્રૂ મેમ્બર્સ સાથે રિહર્સલ, મેટ્રો ટ્રેનમાં ફેન્સ મોટેરા પહોંચવાના શરૂ; સ્ટેડિયમમાં સ્ટેજ-લાઈટિંગ સેટઅપ તૈયાર

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment