Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોટીલા SDMનો મુળીમાં ગેરકાયદે ખનન પર સપાટો:ખાખરાળામાં ચાઇના ક્લે અને રેતીનું 8 વાહનમાં વહન ઝડપી પાડ્યું, ₹1.78 કરોડનો મુદ્દામાલ જપ્ત

    2 days ago

    ચોટીલા નાયબ કલેક્ટર દ્વારા મુળી તાલુકાના ખાખરાળા ગામે સરકારી જમીન પર ચાલતા ગેરકાયદે ખનન પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ દરોડા દરમિયાન ચાઇના ક્લે અને રેતીનું વહન કરતા 8 વાહનો જપ્ત કરી કુલ 1.78 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ખાખરાળા ગામના તલાટી કમ મંત્રી અને સરપંચ સામે પણ ફરજમાં બેદરકારી બદલ શિક્ષાત્મક પગલાં લેવાશે. સરકારી જમીન પર ખનન થતું ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે મુળી તાલુકામાં દરોડો કર્યો હતો. તેમણે ખાખરાળા ગામમાં સરકારી જમીન પર ચાલતા ગેરકાયદે ખનન પર આકસ્મિક દરોડા પાડી મોટી કાર્યવાહી કરી છે. ખાનગી વાહનમાં આવેલી તપાસ ટીમે ધાવડી માતા મંદિર પાસે સર્વે નંબર 52ની સરકારી જમીન પરથી સફેદ માટી (ચાઇના ક્લે)નું ગેરકાયદે ખનન ઝડપી પાડ્યું હતું. જપ્ત કરાયેલા વાહનો અને સંડોવાયેલા શખ્સો દરોડા દરમિયાન ખનન સ્થળેથી એક JCB મશીન (ચેસીસ નં. RAJ3DXX5J03305502) અને ટ્રોલી સાથેના 3 ટ્રેક્ટર (રજી. નં. GJ 13 EE 5409, GJ 13 AH 2921, GJ 13 AH 5637) જપ્ત કરવામાં આવ્યા છે. આ પ્રવૃત્તિમાં ખાખરાળાના હરી જોગરાણાની સંડોવણી ખુલી છે. આ ઉપરાંત, સબ-ડિવિઝનના અન્ય વિસ્તારોમાં તપાસ દરમિયાન સાદી રેતીનું ગેરકાયદે વહન કરતા 2 ડમ્પર (નં. GJ 10 TX 7551 અને GJ 24 X 7250) પણ ઝડપાયા હતા. આ ડમ્પરના માલિકોમાં પ્રવીણ મનુભાઈ ગોવાળિયા (રહે. રાયપર, ગઢડા) અને તરકટા ગોપાલ વેરશી (રહે. ઉંમરડા, મુળી) નો સમાવેશ થાય છે. કુલ 1,78,60,000નો મુદ્દામાલ જપ્ત તંત્ર દ્વારા જપ્ત કરાયેલા તમામ 8 વાહનોની અંદાજિત કિંમત 1,78,60,000 (એક કરોડ અઠ્યોતેર લાખ સાઠ હજાર) આંકવામાં આવી છે. તમામ મુદ્દામાલ હાલ ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો છે. કડક કાયદાકીય કાર્યવાહી પકડાયેલા તમામ વાહન માલિકો અને ખનન કરનારાઓ વિરુદ્ધ 'ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ 2017' હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તંત્ર દ્વારા આ શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ અને તડીપારની કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. ગંભીર નોંધ લેતા, ખાખરાળા ગામના તલાટી કમ મંત્રી અને સરપંચ સામે પણ ફરજમાં બેદરકારી બદલ શિક્ષાત્મક પગલાં લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં ગેસ એજન્સીની દાદાગીરીનો પર્દાફાશ:ગોડાઉન પરથી વિતરણ કરી ગ્રાહકો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવતા સંચાલકોને ફટકારાઈ નોટિસ
    Next Article
    Man Claiming Inside Knowledge Of Larijani Op Posts "Told You", Sparks Debate

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment