Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોટીલા પંથકમાં ખનીજ માફિયાઓને ધ્રુજાવનાર SDM એચ.ટી.મકવાણાની ટ્રાન્સફર:144 ક્લાસ-1 અધિકારીઓની બદલી, જુઓ કોને ક્યાં મૂકાયા?

    16 hours ago

    ગુજરાત સરકારે આજે રવિવારની રજા હોવા છતા 144 ક્લાસ-1 અધિકારીઓની બદલી કરી. ખનીજ માફિયાઓ પર સકંજો કસનારા એચ.ટી.મકવાણાની મહીસાગરના ડેપ્યુટી કલેકટર તરીકે બદલી કરવામાં આવી. કયા અધિકારીઓને ક્યાં મૂકાયા, લિસ્ટ વાંચવા માટે આ લિંક પર ક્લિક કરો ચોટીલા પંથકમાં ખાણ માફિયાઓની કેડ ભાંગી નાખનારા એચ.ટી.મકવાણાની બદલી સુરેન્દ્રનગરના ચોટીલાના પ્રાંત અધિકારી તરીકે ચાર્જ સંભાળ્યા બાદ એચ.ટી.મકવાણાએ તાલુકામાં ચાલી રહેલી ગેરકાયદે ખાણો પર તવાઈ બોલાવી ચર્ચામાં આવ્યા હતા. જેઓની મહીસાગરના ડેપ્યુટી કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે. ચોટીલામાં ગૌશાળાના ડિમોલીશન મુદ્દે હાઈકોર્ટે આકરી ટીપ્પણી કરી'તી ગુજરાત હાઇકોર્ટમાં દશનામ ગોસ્વામી સમાજ સેવા ટ્રસ્ટ, ચોટીલા દ્વારા એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં સુરેન્દ્રનગરના કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, ચોટીલા મામલતદાર અને ચોટીલા નગરપાલિકાને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. આ મામલે 6 મહિના પહેલા જ્યારે હાઇકોર્ટમાં સુનાવણી થઈ ત્યારે હાઇકોર્ટે મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટર એચટી મકવાણા સામે લાલ આંખ કરી હતી. કોર્ટે મામલતદારને જણાવ્યું હતું કે બાકીની 13 વર્ષ નોકરી કરવાની છે કે કેમ? કોઈપણ પ્રોસિડિંગ વગર તમે જે હુકમ કર્યો છે એ શંકાસ્પદ છે. તમારી સામે શિસ્ત સંબંધી પગલાં લેવા જોઈએ. હવે તમારે જવાબ આપવાનો છે કે પ્રોસિડિંગ કેમ ના થઈ? તમારી સામે ખાતાકીય પગલાં લેવાઈ શકે છે. નોટિસ વગર તમે બાંધકામ તોડી નાખ્યું છે અને પછી એને છુપાવવા હાઇકોર્ટમાં ત્રાગા કર્યા છે. તમને ભવિષ્યમાં સસ્પેન્ડ કરાઈ શકે છે. તમે કોર્ટ સમક્ષ પણ ખોટું બોલ્યા છો. ડેપ્યુટી કલેક્ટર અને મામલતદારને ભોગવવું પડશે. તમને જે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે એનો ખુલાસો આપો, નહીં તો તમારી સામે તપાસના ઓર્ડર કરવામાં આવશે. આ સમાચાર પણ વાંચોઃ ખેડૂત પરિવારમાં જન્મ, GPSC પાસ કરી બન્યા ડેપ્યુટી કલેકટર ગુજરાતના એવા ખેડૂતનો એક દીકરો, જે અનેક સંઘર્ષો બાદ GPSCની પરીક્ષા પાસ કરીને ડેપ્યુટી કલેક્ટર બન્યો. જમીન સાથેનું વારસાગત જોડાણ અને પરસેવો પાડીને કમાવાના ગુણ આવડી મોટી પોસ્ટ મળ્યા બાદ પણ અકબંધ રહ્યા. રૂઆબદાર નોકરી મળી તો ગેરરીતિ કરતા ખનિજ-માફિયાઓના નાકે દમ લાવી દીધો. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    વુમન્સ હોકી વર્લ્ડકપમાં ભારત-ચીન મેચ 2-2થી ડ્રો:નવનીત-દીપિકાએ ગોલ કર્યા, ચીન તરફથી યિંગ-નિંગે પણ ગોલ કર્યા
    Next Article
    1st Test: Padikkal Slams 167, India In Control After Rain-Affected Day 2 vs SL

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment