Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા મનપાના હવેના મેયર, ડે. મેયર અને ચેરમેન કોણ?:પ્રથમ ટર્મમાં SC પુરુષ મેયર બનશે, 3 નામ પદ માટે મોખરે; જાણો કોણ છે ચર્ચામાં?

    2 days ago

    વડોદરા મહાનગરપાલિકાના પરિણામો ભાજપની તરફેણમાં આવ્યા છે. 76 પૈકી 69 બેઠકો ભાજપને ફાળે ગઈ છે, ત્યારે હવે આગામી ટર્મ માટે મેયર, ડેપ્યુટી મેયર અને ચેરમેન પદે કોણ હશે તેની ચર્ચાએ જોર પકડ્યું છે. પ્રથમ ટર્મમાં મેયર પદ માટે એસસી પુરુષ અનામત બેઠક છે. જો કે, વડોદરા મહાનગરપાલિકામાં સ્થાયી સમિતિના ચેરમેન માટે વધુ પડાપડી જોવા મળી રહી છે. SC પુરુષ અનામતમાં ત્રણના નામો ચર્ચામાં મેયર પદ માટે એસસી પુરુષ અનામત બેઠક છે, જેથી પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે એસસી પુરુષ મેયર બનશે. હાલમાં જીતેલા સભ્યોમાં આ પદ માટે 3 ઉમેદવારો બંધ બેસે છે, જેમાં સૌથી પહેલું નામ વોર્ડ 12માંથી જીતેલા સમીર વાઘેલાનું ચર્ચાઈ રહ્યું છે. કોણ છે સમીર વાઘેલા? સમીર વાઘેલા સંઘ સાથે સંકળાયેલા છે. તેઓ પૂર્વ સંઘચાલકના નજીકના માનવામાં આવે છે. આ ઉપરાંત તેઓ 15 વર્ષ પહેલા શિક્ષણ સમિતિના સભ્ય બન્યા હતા. એવું કહેવાય છે કે, તેઓની ઉમેદવાર તરીકે પસંદગી થઇ ત્યારથી જ તેઓ મેયરપદ માટે ચર્ચાઈ રહ્યા છે. અજય ડાભીના નામની પણ ચર્ચા આ સિવાય અન્ય એક નામ ચર્ચામાં છે તે વોર્ડ 8માંથી જીતેલા અજય ડાભીનું છે. વોર્ડ 8માં સૌથી વધુ મત મેળવી જીત મેળવનાર અજય ડાભી પ્રદેશ એસસી મોરચામાં મંત્રી તરીકે અને અગાઉ શહેર એસસી મોરચામાં પ્રમુખ રહી ચુક્યા છે. જો પ્રદેશ સંગઠનના નિર્ણયથી અજય ડાભી મેયર બની શકે! આ રેસમાં ત્રીજું નામ છે ચેતન પરમારનું. ચેતન પરમાર એ પૂર્વ મેયર નિલેશ રાઠોડના અંગત માનવામાં આવે છે. તેઓ વોર્ડ 18માંથી ચૂંટણી જીત્યા છે. વોર્ડ 18માં તેઓ સૌથી વધુ મતથી જીત્યા છે. ચેરમેન પદ માટે ભારે ખેંચતાણ ચાલશે, 5 લોકો રેસમાં મહાનગરપાલિકામાં મલાઈદાર સ્થાન એટલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું. આ પદ મેળવવા માટે ભારે ખેંચતાણ જોવા મળશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે કેટલાય લોકો રેસમાં છે. કારણ કે ગત ટર્મમાં રજૂ થયેલા ઐતિહાસિક બજેટનો વહીવટ આ વર્ષે આવશે. આ રેસમાં હાલ પાંચ દાવેદારો જણાઈ રહ્યા છે, જેમાં સૌથી અગ્રીમ હરોળમાં નીતિન દોંગાનું નામ ચાલી રહ્યું છે. ગત ટર્મમાં તેઓ ઇન્ચાર્જ ચેરમેન હતા. વોર્ડ 10માંથી વિજેતા બનેલા દોંગાને સૌરાષ્ટ્ર લોબીનું સમર્થન હોવા ઉપરાંત હિન્દૂ આગેવાન તરીકેની પણ છબી ધરાવે છે. બીજું નામ અજિત દધીચનું ચાલી રહ્યું છે, તેઓ મંત્રી મનીષા વકીલના અંગત માનવામાં આવે છે. તેઓની આ ત્રીજી ટર્મ છે, ત્યારે મંત્રીની ભલામણ તેઓને કામ લાગી શકે છે. બિનહરીફ વિષ્ણુ પ્રજાપતિનું નામ પણ ચર્ચામાં સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે ત્રીજું નામ વિષ્ણુ પ્રજાપતિનું ચર્ચામાં છે. તેઓ બિનહરીફ બન્યા છે, ઉપરાંત તેઓના પિતા દલસુખ પ્રજાપતિનું પણ તેઓ પાછળ નામ જોડાયેલું છે. ગુજરાતમાં સૌથી વધુ જમીનો ધરાવનાર પિતાના પુત્ર હોવાનો લાભ ઉપરાંત તેઓ બિનહરીફ બન્યા છે, તેનો લાભ મળી શકે છે. ચોથું નામ શ્રીરંગ આયરેનું સાંભળવા મળી રહ્યું છે. શ્રીરંગ આયરે પાલિકામાં સૌથી વધુ લીડથી જીત્યા છે. ગત ટર્મમાં પણ તેઓને સ્થાયી સમિતિના સભ્યનો અનુભવ છે, તેઓ પણ આ માટેનો દાવો કરી શકે છે. ચેરમેન નહીં તો ડેપ્યુટી મેયર માટે પણ રાજી, વિવાદની સંભાવના ચેરમને પદની રેસમાં ચાર ઉમેદવારો છે, જેમાંથી એક બે દાવેદારોને ચેરમેન નહીં તો ડેપ્યુટી મેયર પદ મળે તો તેમાં પણ ખુશ જોવા મળશે. ચાર ઉમેદવારો પૈકી ત્રણ ઉમેદવારો રિપીટ છે તો એક જ સભ્ય પ્રથમ વખત પાલિકામાં આવશે. ત્યારે આવનારા સમયમાં નવા બોર્ડની રચના થશે અને નવા પદાધિકારીઓ ગત ટર્મમાં લોકોનો જે આક્રોશ હતો તે ભલે મત રૂપે જોવા નથી મળ્યો, પરંતુ તેની અસર વિધાનસભાની ચૂંટણીમાં ન દેખાય તેવા પ્રયાસો કરવામાં લાગી જશે. પદાધિકારીઓની પસંદગી માટે હવે સંગઠનનું ચાલશે કે સંઘનું? તે જોવું રહ્યું.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં ધોળેદિવસે લૂંટ, વૃદ્ધા-કામવાળીને બંધક બનાવી:3.86 લાખની મત્તાની ચોરી, પોલીસ તપાસ શરૂ
    Next Article
    ગંદા પાણીની રેલમછેલ:રાજકોટના જામનગર રોડ પર ડ્રેનેજ લાઈન લીક થતા રસ્તા પર ગંદા પાણીની નદીઓ વહી, વાહન ચાલકોને હાલાકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment