Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SBIની સ્પેશિયલ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ:દર વર્ષે 7.05% સુધીનું વ્યાજ મળશે, બેંકની સામાન્ય FD કરતાં વધારે ફાયદો; જાણો તમામ વિગતો

    7 hours ago

    દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (SBI)ની સ્પેશિયલ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ 'અમૃત વૃષ્ટિ' રોકાણકારોમાં ઘણી લોકપ્રિય છે. જો તમે સુરક્ષિત જગ્યાએ રોકાણ કરીને શાનદાર રિટર્ન મેળવવા માંગતા હો, તો 444 દિવસની આ ખાસ સ્કીમમાં તમારા માટે એક બેસ્ટ ઓપ્શન બની શકે છે. જાણો આ સ્પેશિયલ ટેન્યોર સ્કીમની દરેક જરૂરી વાત. વ્યાજદર: કોને કેટલો લાભ મળશે? આ સ્કીમ હેઠળ અલગ-અલગ વયજૂથના રોકાણકારો માટે વ્યાજ દરો નક્કી કરવામાં આવ્યા છે: સ્કીમની મુખ્ય વિશેષતાઓ અને નિયમો પ્રી-મેચ્યોર વિથડ્રોઅલ એટલે કે સમય પહેલાં પૈસા ઉપાડવાના નિયમો જો તમને મેચ્યોરિટી પહેલાં પૈસાની જરૂર પડી જાય અને તમે FD તોડાવો, તો બેંકના નિયમો હેઠળ પેનલ્ટી કાપવામાં આવે છે: ખાસ છૂટ: જો FD બુક કર્યાના 7 દિવસની અંદર બંધ કરવામાં આવે, તો કોઈ વ્યાજ મળતું નથી. જોકે, બેંકના કર્મચારીઓ અને પેન્શનર્સને આ પેનલ્ટીમાંથી છૂટ આપવામાં આવી છે. કેવી રીતે કરી શકાય અરજી? SBIની આ સ્કીમનો લાભ લેવા માટે રોકાણકારોને બેંકમાં જવાની પણ જરૂર નથી, તેને ઘરે બેઠાં ઓનલાઇન પણ શરૂ કરી શકાય છે: ₹5 લાખ અને ₹10 લાખની FD પર કેટલું મળશે રિટર્ન? SBIની 444 દિવસની 'અમૃત વૃષ્ટિ' FDમાં જો તમે 5 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો 6.45% વાર્ષિક વ્યાજ દરના આધારે સામાન્ય નાગરિકોને મેચ્યોરિટી પર લગભગ ₹39,800થી ₹40,000નું વ્યાજ મળશે, જેના કારણે કુલ રકમ વધીને લગભગ ₹5.40 લાખ થઈ જશે. જ્યારે 6.95%ના દરે વરિષ્ઠ નાગરિકોને કુલ ₹43,000થી ₹43,200 સુધીનું રિટર્ન મળશે, જેના કારણે તેમની કુલ રકમ ₹5.43 લાખને પાર પહોંચી જશે. આ સ્કીમમાં ₹10 લાખની FD કરવા પર 6.45% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ દરના આધારે સામાન્ય નાગરિકોને મેચ્યોરિટી પર લગભગ ₹80,000થી ₹80,500 સુધીનું ચોખ્ખું રિટર્ન મળશે (કુલ મેચ્યોરિટી રકમ લગભગ ₹10.80 લાખ થઈ જશે). જ્યારે 6.95% વાર્ષિક વ્યાજ દર સાથે વરિષ્ઠ નાગરિકોને કુલ ₹86,500થી ₹87,000 સુધીનું વ્યાજ મળશે, જેના કારણે 444 દિવસ બાદ તેમની કુલ જમા રકમ વધીને લગભગ ₹10.87 લાખ થઈ જશે. --------------------------- આ સમાચાર પણ વાંચો: ઓછા બજેટમાં શરૂ કરો તમારો પોતાનો મેડિકલ સ્ટોર:સરકાર આપશે 5 લાખ રૂપિયા સુધીની સબસિડી, ઘરે બેઠા આ રીતે કરો ઓનલાઈન અરજી જો તમે ઓછા બજેટમાં પોતાનો મેડિકલ સ્ટોર ખોલીને બિઝનેસ શરૂ કરવા માંગતા હો, તો પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર (PMBJK) એક ઉત્તમ તક છે. તેને પુરુષ કે મહિલા કોઈપણ ખોલી શકે છે. માત્ર 120 ચોરસ ફૂટ જગ્યા, એક ક્વોલિફાઇડ ફાર્માસિસ્ટ અને ઓછી પ્રક્રિયા સાથે તમે પોતાનું કેન્દ્ર શરૂ કરી શકો છો. આ યોજના હેઠળ એસસી, એસટી, મહિલાઓ અને દિવ્યાંગો માટે અરજી ફી સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. ખાસ વાત એ છે કે સરકાર જનઔષધિ સંચાલકને સરકાર 5 લાખ રૂપિયા સુધીની સબસિડી પણ આપે છે. વાંચો સંપૂર્ણ સમાચાર...
    Click here to Read More
    Previous Article
    DRDO Employee Dies After Neighbour Punches Him In Face Over "Misbehaviour''
    Next Article
    Opinion: A Jolt For Trump? How The US May Be Staring At A 'Blue' Wave

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment