Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત SBIમાં 50 લાખની લૂંટ:વરાછા બ્રાંચમાં 5 હથિયારધારી અંદર ઘૂસ્યા, કર્મચારીઓને બંદૂકથી બંધક બનાવી પૈસા લઈને રફૂચક્કર; પોલીસે નાકાબંધી કરી

    13 hours ago

    સુરતના વરાછા વિસ્તારમાં આજરોજ દિવસના સમયે મોટી લૂંટની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. વરાછા સ્થિત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની શાખામાં પાંચ હથિયારધારી લૂંટારુઓએ ઘૂસીને અંદાજે 50 લાખ રૂપિયાની લૂંટ ચલાવી છે. આરોપીઓ પાસે પિસ્તોલ હતી. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. કર્મચારીઓને બંધક બનાવી લૂંટને અંજામ આપ્યો પ્રાપ્ત વિગતો અનુસાર, બપોરના સમયે ચાર અજાણ્યા શખ્સો હથિયારો સાથે બેંકમાં ઘૂસી આવ્યા હતા. લૂંટારુઓએ બેંકમાં હાજર કર્મચારીઓને બંદૂકની અણીએ ડરાવી-ધમકાવીને બંધક બનાવી દીધા હતા. ત્યારબાદ લૂંટારુઓએ બેંકના સ્ટ્રોંગ રૂમ કે કેશ કાઉન્ટરમાંથી આશરે 50 લાખ રૂપિયાની રોકડ રકમની લૂંટ ચલાવી હતી. હથિયારોના જોરે લૂંટને અંજામ આપ્યા બાદ ચારેય શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પોલીસનો કાફલો ઘટના સ્થળે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અશ્વિની કુમાર સહિત વરાછા, પુણા, કાપોદ્રા અને સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ, એસીપી, ડીસીપી, એડિશનલ સીપી સહિતનો પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. હાલ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને બેંક તથા આસપાસના વિસ્તારોના સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવી લૂંટારુઓની ઓળખ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. પોલીસે શહેરભરમાં નાકાબંધી કરી લૂંટારુઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    ગીરમાં વન વિભાગના કર્મીના ભાઈ સહિતનાએ કરી સિંહની પજવણી:તોરણીયાના સરપંચે રેડ પાડી ટોર્ચ-લાકડી સાથે રંગેહાથ ઝડપ્યા; અધિકારીઓ પૈસા લઈ સિંહ દર્શન કરાવતાનો આરોપ
    Next Article
    4 Of Mumbai Family Die Of Food Poisoning After Eating Biryani, Watermelon

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment