Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બંદૂકની ગોળી ડાબા પગથી જમણા પગમાંથી આરપાર થઈ:SBI 50 લાખ લૂંટ કેસનો આરોપી શુભમ પ્લેનમાં ને અન્ય લૂંટારૂ ટ્રેનમાં ગન સાથે સુરત આવ્યા'તા

    7 hours ago

    સુરત SBI બેંક લૂંટમાં પકડાયેલ શુભમ ઠાકુરને કીમ નજીક કન્યાસી ગામે સ્થળ તપાસ માટે લઈ ગયા હતા. તે સમયે શુભમ ઠાકુરે છુપાવેલી જગ્યાએ સંતાડેલી પિસ્તોલ બહાર કાઢી પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના સ્વબચાવમાં ક્રાઈમ બ્રાંચના એસીપી કિરણ મોદીએ સર્વિસ રિવોલ્વરથી ગોળીબાર કરતા શુભમના બંને પગમાંથી આરપાર થઈ ગઈ હતી. ત્યારબાદ આરોપી શુભમને સુરત સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવ્યો છે. તેની સાથે સતત પોલીસનો જાપ્તો રહે છે. બે દિવસ બાદ રજા આપવામાં આવે તેવી શક્યતા છે. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે શુભમ લૂંટના દસ દિવસ પહેલા જ દિલ્હીથી પ્લેનમાં સુરત આવ્યો હતો. જ્યારે અન્ય લૂંટારો બિહારથી ટ્રેનમાં ગન સાથે સુરત પહોંચ્યા હતા અને ત્યારબાદ લૂંટને અંજામ આપ્યો હતો. આરોપી શુભમ ઠાકુર દિલ્હીથી ફ્લાઈટમાં સુરત આવ્યો હતો મળતી માહિતી પ્રમાણે, 27મી એપ્રિલના સોમવારે વરાછાની SBIમાંથી 50 લાખની લૂંટમાં સુરત પોલીસે ઉત્તરપ્રદેશના આયોધ્યામાંથી કુંદન ભગતની ગેંગના સાગરીત શુભમકુમાર અજીત ઠાકુર અને ઉત્તરપ્રદેશમાં તેને લૂંટના નાણામાંથી 90 હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં મદદરૂપ થયેલા વિકાસસિંહ અરુણસિંહ રાજપૂતની ધરપકડ કરી હતી. વરાછા પોલીસે પકડાયેલ બંનેને ગુરુવારે કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. લૂંટનું નેટવર્ક બિહારની જેલમાંથી ઓપરેટ થતું હતું. જેલમાં બેઠેલા કુંદન ભગતે યુપી અને બિહારના 6 રીઢા ગુનેગારોને હથિયારો સાથે ટ્રેનમાં સુરત મોકલ્યા હતા, જ્યારે શુભમ ઠાકુરને દિલ્હીથી ફ્લાઈટમાં સુરત મોકલ્યો હતો. બેંક લૂંટ કેસમાં ફરાર અન્ય 6 લૂંટારૂઓને પકડવા પોલીસે યુપી અને બિહારમાં ધામા નાખ્યા છે. સંતાડેલી પિસ્તોલ બતાવવા જતા PI પર ફાયરિંગ કર્યું આરોપીઓની પૂછપરછ કરતા શુભમ ઠાકુરે લૂંટમાં વપરાયેલી પિસ્તોલ અને મોબાઈલ ફોન કન્યાસી ગામે ખેતર પાસે છુપાવ્યા હોવાની કબૂલાત કરતાં 8મે શુક્રવારે બપોરે શુભમ ઠાકુર અને વિકાસ સિંહને લઈને ક્રાઈમ બ્રાન્ચ અને વરાછાની ટીમ તપાસના ભાગરૂપે હથિયાર રિકવર કરવા માટે કન્યાસી ગામે પહોંચી હતી. ત્યારે શુભમે છુપાવેલી જગ્યાએ પથ્થર નીચેથી અચાનક લોડેડ પિસ્તોલ કાઢી વરાછા પોલીસ PI એ.આર. વાળા પર એક રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું. આ પણ વાંચો: સુરતના હાફ એન્કાઉન્ટરની એ 5 મિનિટમાં શું-શું થયું? આ પણ વાંચો: પોલીસ ફાયરિંગ બાદ SBI 50 લાખ લૂંટનો આરોપી શુભમ ફફડી ઉઠ્યો ગોળી ડાબા પગમાંથી થઈ જમણા પગની બહાર આરપાર નીકળી ગઈ પોલીસ પર થયેલા આ આકસ્મિક હુમલાના જવાબમાં ક્રાઇમ બ્રાન્ચના ACP કિરણ મોદીએ ત્વરિત સ્વબચાવમાં વળતું એક રાઉન્ડ ફાયરિંગ કરતાં ગોળી શુભમ ઠાકુરના ડાબા પગમાંથી થઈ જમણા પગની બહાર આરપાર નીકળી ગઈ હતી. પોલીસે આરોપી શુભમને સારવાર માટે નજીકની સીએચસીમાં લઇ ગયા બાદ વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતાં. જ્યાં હાલમાં તે પોલીસ જાપ્તા સાથે સારવાર હેઠળ દાખલ છે. હત્યાનો પ્રયાસ અને ફરજમાં રૂકાવટની ફરિયાદ, આરોપી શુભમનું નિવેદન લેવાયું શુભમ ઠાકુર દ્વારા વરાછા પોલીસ પીઆઈ પર કરવામાં આવેલ ફાયરિંગ અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચના ACP કિરણ મોદીએ શુભમકુમાર અજીત ઠાકુર વિરૂદ્ધ કિમ પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસ અને ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન શનિવારે માંગરોળ ડિવિઝનના ડીવાયએસપી બી.કે. વનાર તથા કિમ પોલીસના ઇન્ચાર્જ પીઆઇ સી.આર. જાદવ તેમજ એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યા સ્થળ પર બ્લડ સેમ્પલ, માટી, સહિતના વિવિધ સેમ્પલો લઈ વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ શુભમનું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલના સર્જરી વોર્ડમાં શુભમ પોલીસ જાપ્તા સાથે સારવાર હેઠળ આરોપી શુભમના સોનોગ્રાફી અને બંને પગના એક્સ-રે કરવામાં આવ્યા હતા. જેમાં બંને પગના મસલમાંથી ગોળી પસાર થઈ ગઈ હોવાનું બહાર આવ્યું હતું. આરોપી શુભમ ઠાકુરને બંને પગના બહારના ભાગે બુલેટના 3થી 4 સેન્ટીમીટરના નિશાન મળ્યા હતા. હાલ શુભમ સર્જરી વોર્ડમાં પોલીસ જાપ્તા સાથે નવી સિવિલમાં દાખલ છે. શુભમના બંને પગે તબીબ દ્વારા જરૂરી સારવાર અપાઇ રહી છે અને 2 દિવસ સુધી તબીબના દેખરેખ હેઠળ રાખવામાં આવશે. બાદ શુભમને હોસ્પિટલમાંથી રજા અપાશે. આ સમાચાર પણ વાંચો ચંદને લૂંટારુઓને આપ્યો'તો આશરો, પોલીસથી બચતા-બચતા ભરૂચ-સોમનાથ પણ ગયા સુરતની વરાછા બ્રાન્ચની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ₹50 લાખ લૂંટ કેસની તપાસમાં બહાર આવ્યું છે કે, લૂંટારૂ ટોળકીને સુરતમાં ચંદન ઉર્ફે જેક નામના શખ્સે આશરો આપ્યો હતો અને લૂંટ બાદ આરોપીઓ પોલીસથી બચવા ભરૂચ તથા સોમનાથ સુધી પહોંચી ગયા હતા. જોકે, હજુ પણ ₹48 લાખથી વધુની રોકડ રકમ અને લૂંટમાં વપરાયેલા હથિયારો કબજે કરવાના બાકી હોવાથી પોલીસે માસ્ટરમાઇન્ડ કુંદન ભગત સહિત અન્ય સાત ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર SBI બેંકમાં લૂંટારાઓએ બંદૂકની અણીએ કર્મચારીઓને બંધક બનાવ્યા હતા. કુંદને બિહારની જેલમાંથી સુરતની SBIમાં 50 લાખની લૂંટ કરાવી વરાછામાં આવેલી SBI બેંકમાં 50 લાખની લૂંટના તાર બિહારની જેલ સાથે જોડાયા છે. આ લૂંટનો માસ્ટરમાઇન્ડ કુંદન કુમાર ઉર્ફે કુંદન ભગત હાલ બિહારની આદર્શ સેન્ટ્રલ જેલ બેઉર (પટના)માં બંધ છે. જેલમાં હોવા છતાં તેણે પોતાની ગેંગના સભ્યો સાથે સંપર્ક જાળવી રાખી સુરતની બેંકને ટાર્ગેટ બનાવી હતી. કુંદન ભગત અગાઉ દેહરાદૂનમાં 12 કરોડની રિલાયન્સ જ્વેલરી લૂંટમાં પણ સંડોવાયેલો હતો. ક્રાઇમ બ્રાન્ચ ઝડપાયેલા કુખ્યાત કુંદન ભગત ગેંગના બે સાગરીત એવા શુભમ અને વિકાસને UPથી સુરત લાવી હતી. કુંદન જેલમાં હોવા છતાં એક ખાસ એપના માધ્યમથી તે લૂંટારુઓને સૂચનાઓ આપતો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર સુરત ક્રાઇમ બ્રાન્ચે ગ્રાહક બની શૂઝની દુકાને ત્રાટકી બે શખ્સને દબોચ્યા સુરત ક્રાઈમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશના ગોંડાથી મુખ્ય આરોપી શુભમ સિંહ અને તેને આશરો આપનાર તેના મિત્ર વિકાસ સિંહની ધરપકડ કરી હતી. પોલીસની તપાસ એકદમ ફિલ્મી રહી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાયબરેલીમાં વિકાસની શૂઝની દુકાને ગ્રાહક બનીને તપાસ કરી હતી. ત્યારબાદ સતત પીછો કરી બંનેને ગોંડા પાસેથી ઝડપી પાડ્યા હતા. મુખ્ય આરોપી શુભમ મૂળ બિહારનો વતની છે અને રાયબરેલીમાં વિકાસની દુકાન પાસે જ પોતાની દુકાન ચલાવતો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર આ પણ વાંચો: SBIમાં બંદૂકની અણીએ 13 મિનિટમાં 50 લાખની લૂંટ,એક્સક્લૂઝિવ CCTV આ પણ વાંચો: રોકડ ભરેલી પેટી 5 મિનિટમાં ઉઠાવી ગયા, ટહેલતાં ટહેલતાં કેશવાનના બે ગનમેનની બાજુમાંથી 7 લૂંટારા ફરાર આ પણ વાંચો: SBIમાં 50 લાખ લૂંટની ઈનસાઈડ સ્ટોરી
    Click here to Read More
    Previous Article
    Vijay Oath Ceremony Celebrity Reactions Live Updates: PM Modi congratulates Vijay as he takes oath as Tamil Nadu CM
    Next Article
    વિઠ્ઠલવાડીમાં વેપારી પર છરીથી જીવલેણ હુમલો:કારમાંથી હોર્ન વગાડતા ઉશ્કેરાયેલા મોપેડ ચાલકે છરીના ઘા ઝીંકી દીધા, 'જે થાય તે કરી લેજે'ની ધમકી પણ આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment