Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત SBI 50 લાખ લૂંટ કેસમાં પોલીસને મહત્વની લીડ મળી:લૂંટારૂઓ 1 મહિનાથી ઉધનામાં નાની રૂમમાં ભાડે રહ્યાં, 17 દિવસ રેકી કરી; હાઈટેક ટેકનોલોજીથી CCTVમાંથી સ્પષ્ટ ફોટા કાઢ્યા

    11 hours ago

    સુરતના વરાછા વિસ્તારમાં એલ.એચ. રોડ સ્થિતિ એસબીઆઇ બેંકમાં 27 એપ્રિલ સોમવારે ભરબપોરે હથિયારધારી 7 શખ્સોએ રોકડ 50 લાખની લૂંટ કરી હતી, ત્યારે આ લૂંટ કેસમાં પોલીસને લૂંટારૂઓને પકડવા માટે એક મહત્વની લીડ મળી હોવાનું જાણવા મળ્યું છે. આરોપીઓ ઉધનાના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં નાની રૂમમાં એક મહિનાથી વધુ સમય રહ્યા હોવાની શક્યતા છે. ઉલ્લેકનીય છે કે, હાલ પોલીસ છેલ્લા ચાર દિવસથી ખુલ્લા ચહેરા સાથે બેંક લૂંટનાર આરોપીઓને શોધી રહી છે, ત્યારે માત્ર એક કડી હાથ લાગતા ટૂંક સમયમાં આ લૂંટનો ભેદ ઉકેલાય તેવી શક્યતા છે. CCTVની ઉલટ તપાસ કરતા એક લીડ મળી મળતી માહિતી પ્રમાણે, પોલીસ દ્વારા આ ટોકળીને સીસીટીવી ફૂટેજના આધારે ટ્રેક કરતા તેઓ ત્રણ બાઈક પર મોરાભાગળ તરફથી આવતા હોવાનું તથા સરથાણા શ્યામધામથી વાલક જંક્શન થઈ ઉંમરા વેલંજા તરફ જતાં ટ્રેક થયા હતાં. સીસીટીવી કેમેરાના આધારે પોલીસની તપાસ સાયણ સુધી પહોંચી હતી. જ્યારે અન્ય એક ટીમ સીસીટીવીની ઊલટ તપાસ કરી રહી હતી. આ દરમિયાન એક લીડ મળી હતી કે, આ લૂંટારૂઓ ઉધનાના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહેતા હોવાની જાણકારી મળી હતી. આ સમાચાર પણ વાંચો: SBI 50 લાખ લૂંટ કેસમાં નવા CCTV સામે આવ્યા, રોકડ ભરેલી પેટી 5 મિનિટમાં ઉઠાવી ગયા આરોપીઓ એક મહિનાથી નાની રૂમમાં ભાડે રહેતા હતા પોલીસે આ મામલે તપાસ કરતા તમામ આરોપીઓ એક નાની રૂમમાં એક સાથે ભાડે રહેતા હતા. છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી અહીં ભાડે રહેતા હતા. આ સાથે જ છેલ્લા 17 દિવસથી વરાછા વિસ્તારમાં આવેલી એસબીઆઇ બેંકની રેકી કરી હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. આ સાથે જ હજારો કિલોમીટર દૂરથી સુરતમાં માત્ર બેંક લૂંટવા આવ્યા હોય તે પ્રકારની પણ શક્યતા હોવાની દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. હાઈટેક ટેકનોલોજીથી CCTVમાંથી આરોપીના ફોટા મેળવ્યા શહેર પોલીસની પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનેલી આ બેંક રોબરીનો ભેદ ઉકેલવા ક્રાઈમ બ્રાન્ચનાં પાંચ પીઆઇ અને 10 પીએસઆઇની ટીમ રાઉન્ડ ધી ક્લોક સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આ લૂંટારૂઓને ઝડપી પાડવા પોલીસ હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ કરી CCTV ફૂટેજમાંથી તેમના સ્પષ્ટ ફોટા પણ કાઢ્યા છે. આ ફોટોગ્રાફ ઉત્તર ભારતનાં તમામ રાજ્યોની પોલીસને તેનું સ્કેનિંગ કરવા માટે મોકલી આપ્યા હતા. આ સાથે જ લૂંટારૂઓ બેંક સુધી આવ્યા અને લૂંટ કરી ભાગ્યા તે દિશામાં સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે. આ પણ વાંચો: SBIમાં 50 લાખ લૂંટની ઈનસાઈડ સ્ટોરી આરોપીઓની ઓળખ પ્રસ્થાપિત કરવા કડી મહત્વની સાબિત થશે? 250થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરવાની સાથે જ પોલીસ તપાસમાં કેટલીક મહત્વની લીડ મળી હતી. આ લીડને ફોલો કરતા કરતા પોલીસે લૂંટારૂઓ ક્યાં રોકાયા હતા તે સ્થળ શોધી કાઢ્યું હોવાનું જાણવા મળ્યું છે. લૂંટારૂ ટોળકીના આશ્રયસ્થાન તથા આસપાસમાં કરાયેલી તપાસમાં તેઓની ઓળખ પ્રસ્થાપિત કરી શકાય એવી મહત્વની કડી પોલીસે મેળવી હોવાની માહિતી મળી રહી છે. મહત્વની કડીના આધારે ક્રાઈમ બ્રાન્ચ ટૂંક સમયમાં જ લૂંટારૂઓ સુધી પહોંચશે એવો આશાવાદ સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. સુરત SBIમાં બંદૂકની અણીએ 13 મિનિટમાં 50 લાખની લૂંટ, એક્સક્લૂઝિવ CCTV સુરતના વરાછા વિસ્તારમાં આવેલા લંબે હનુમાન રોડ પરની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) શાખામાં આજે દિવસદહાડે હથિયારધારી લૂંટારૂઓ ત્રાટક્યા હતા. 5થી 6 જેટલા લૂંટારૂઓએ પિસ્તોલની અણીએ બેંક કર્મચારીઓને બંધક બનાવી અંદાજે 50 લાખ રૂપિયાની રોકડ લૂંટી લીધી હતી. બેંકમાં ચાલતી કેશ ડિપોઝિટની કામગીરીના સમયે જ લૂંટારૂઓ ચોરીને અંજામ આપીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાના CCTV પણ સામે આવ્યા (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    બોડી લેંગ્વેજ ચેક કરવાના બહાને ડિરેક્ટરે કપડાં ઉતારવા કહ્યું!:મિથુન ચક્રવર્તીની વહુ બની કાસ્ટિંગ કાઉચનો ભોગ; કહ્યું- પ્રોફેશનલિઝમના નામે 'ગંદી રમત' ચાલતી હતી
    Next Article
    લ્યો બોલો! એક દર્દીને અન્ય દર્દીના બ્લડ ગ્રુપની બોટલ ચડાવી:ગોત્રી હોસ્પિટલમાં ગંભીર બેદરકારી, RMOએ કહ્યું- નર્સિંગ સ્ટાફને નોટિસ આપી, ટર્મિનેટ કરવા સુધીની કાર્યવાહી કરીશું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment