Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમન્વય પોર્ટલના ડેટાથી SBIના મ્યુલ એકાઉન્ટનો ખુલાસો:તળાજાના શખ્સે બેંક ખાતામાં સાયબર ફ્રોડના 3.48 લાખ મેળવી સગેવગે કર્યા; ગુનો દાખલ

    1 day ago

    અલગ-અલગ રાજ્યોમાં આચરાયેલા સાયબર ફ્રોડના નાણાં પોતાના બેંક ખાતામાં મેળવીને તેને સગેવગે કરી નાખવાના વધુ એક રેકેટનો ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો છે. કેન્દ્રીય સમન્વય પોર્ટલ પરથી ભાવનગર જિલ્લાના જુદા-જુદા મ્યુલ એકાઉન્ટનો ડેટા પોલીસને મળ્યો હતો. આ ડેટાની ઝીણવટભરી તપાસ દરમિયાન ચોંકાવનારી વિગત સામે આવી હતી કે સાયબર છેતરપિંડીની કૂલ 3,48,000 રૂપિયાની રકમ તળાજાના એક શખ્સના સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ના મ્યુલ એકાઉન્ટમાં જમા થઈ હતી. આ રકમ જમા થતાં જ શખ્સે ચેક મારફતે બેંક ખાતામાંથી તમામ નાણાં ઉપાડીને સગેવગે કરી નાખ્યા હતા. આ સમગ્ર મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીએસઆઈએ પોતે ફરિયાદી બનીને આરોપી સામે કાયદેસરનો ગુનો દાખલ કરાવ્યો છે. તળાજાના કાજીવાડના શખ્સે ચેક મારફતે આખી રકમ ઉપાડી લીધી ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસ મથકના પીએસઆઈ ડી.એમ.ગોહિલે પોતે ફરિયાદી બનીને સાયબર પોલીસ મથકમાં તળાજાના કાજીવાડ, દેવડી ચોક પાસે રહેતા મુસ્તફા મહેબૂબભાઈ કુરેશી સામે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે તળાજાની એસબીઆઈ બેંકમાં ખાતું ધરાવતા મુસ્તફા કુરેશીના મ્યુલ બેંક એકાઉન્ટમાં દેશના અલગ-અલગ રાજ્યોમાં થયેલી બે સાઇબર ફ્રોડની અરજીના કૂલ 3,48,000 રૂપિયા ગત 12 મે, 2025ના રોજ જમા થયા હતા. પોલીસે BNS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો આ મ્યુલ એકાઉન્ટમાં નાણાં જમા થયા બાદ આરોપી મુસ્તફા કુરેશીએ નાણાં સગેવગે કરવાનું આયોજનબદ્ધ નેટવર્ક ચલાવ્યું હતું. તેણે આ રકમ ખાતામાં આવતાની સાથે જ ચેકનો ઉપયોગ કરીને બેંકમાંથી રોકડા નાણાં ઉપાડી લીધા હતા અને તેને અન્યત્ર ટ્રાન્સફર કરી સગેવગે કરી નાખ્યા હતા. સાયબર ફ્રોડના આ મની લોન્ડરિંગના ગુના અંગે ટેકનિકલ પુરાવા એકત્રિત કર્યા બાદ સાયબર ક્રાઈમ પોલીસે તળાજાના આ શખ્સ સામે નવીન કાયદા મુજબ BNS એક્ટની કલમ 317(4) મુજબ ગુનો દાખલ કરીને આગળની ધોરણસરની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    બેંગલુરુમાં ટ્રિપલ મર્ડરઃ માતા-પિતા અને દીકરીની હત્યા:મોટી દીકરી અને તેનો બોયફ્રેન્ડ ફરાર; બંનેને મળવા પરિવાર ફ્લેટમાં પહોંચ્યો હતો, ત્યાં જ મૃતદેહ મળ્યા
    Next Article
    વન કર્મી પર હુમલા કેસમાં MLA ચૈતર વસાવા દોષિત જાહેર:રાજપીપળા સેસન્સ કોર્ટેનો ચુકાદો; વસાવાના પત્ની સહિત કુલ 9 આરોપીઓ દોષિત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment