Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત SBI લૂંટ કેસના 2 આરોપી UPથી ઝડપાયા:શાતિર લૂંટારુઓએ ચોરીમાં વાપરેલી ત્રણેય ગાડીઓ પહેલીવાર સામે આવી, અપાચે બાઈક ડુપ્લિકેટ આધારકાર્ડથી ખરીદી

    1 week ago

    સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલ SBI બેંકમાં થયેલી 50 લાખ રૂપિયાની સનસનીખેજ લૂંટના ગુનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચ (DCB) ને મોટી સફળતા હાથ લાગી છે. સઘન તપાસ અને ઇન્ટેલિજન્સના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉત્તરપ્રદેશના અયોધ્યા અને ગોંડા વિસ્તારમાંથી 2 આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓના નામ 1. શુભમ કુમાર અજીત ઠાકુર 2. વિકાસ સિંઘ અરુણ કુમાર સિંઘ પકડાયેલા બંને આરોપીઓને કાયદેસરની પ્રક્રિયા અંતર્ગત ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવવાના હેતુથી આજે ગોંડા કોર્ટ (ઉત્તરપ્રદેશ) માં રજૂ કરવામાં આવશે. ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર થયા બાદ આરોપીઓને સઘન પૂછપરછ અને વધુ તપાસ માટે સુરત લાવવાની આગળની તજવીજ હાથ ધરવામાં આવશે. લુંટના આરોપીઓએ બોગસ આધારકાર્ડનો ઉપયોગ કર્યાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. વપરાયેલી અપાચે બાઈક લૂંટારૂઓએ તેલંગાણાથી ડુપ્લિકેટ આધારકાર્ડથી ખરીદી હતી. ચોરીમાં વપરાયેલી ત્રણેય બાઈક પહેલીવાર સામે આવી. આ સાથે જ રાંદેર વિસ્તારમાં ભાડે રહેવા માટે પણ બોગસ આધારકાર્ડનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે. પાંચથી વધુ લૂંટારૂઓ હથિયારો સાથે બેંકમાં ઘૂસીને લૂંટ કરી ફરાર પ્રાપ્ત માહિતી અનુસાર વરાછા એલ.એચ.રોડ સ્થિત SBI બેંકની વરાછા બ્રાન્ચમાં સોમવારે ભરબપોરે પાંચથી વધુ લૂંટારૂઓ ખુલ્લા ચેહરામાં હથિયાર સાથે બેંકમાં ઘૂસ્યા હતા અને પિસ્તોલના નાળચે બેંકના સર્વિસ મેનેજર કિરણ પ્રકાશ ભોગે, કેશિયર અનિલ રાઠોડ, જુનિયર એસોસિએટ કાર્તિક પ્રજાપતિ ઉપરાંત ક્રેડિક કાર્ડનું કામ કરતી રિદ્ધિબેન અને પટાવાળા ગૌરવ ચૌધરી તથા ATMનો ગાર્ડ ગજેન્દ્ર પાટિલ ઉપરાંત બીજા છથી સાત ગાહકોને બંધક બનાવી અને ડરાવી ધમકાવી રોકડા 50 લાખ, બેંકકર્મી અને ગ્રાહકોના મોબાઈલ ફોન લૂંટી ત્રણ બાઈક પર નાસી ગયા હતા. (સંપૂર્ણ સમાચાર વાંચો) ડુપ્લિકેટ આધારકાર્ડથી તેલંગણામાં અપાચે બાઈક ખરીદી ક્રાઇમ બ્રાન્ચ પોલીસને લૂંટના પાંચમાં દિવસે સુરતના ગ્રામ્ય વિસ્તારમાં આવતા કીમ નજીકના કન્યાસી ગામના એક ખેતરમાંથી લૂંટમાં વપરાયેલી સ્પ્લેન્ડર, અપાચે અને પલ્સર બાઈક બિનવારસી હાલતમાં મળી આવતા કબજે કરી હતી. પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારી વિગત સામે આવી હતી કે, તેલંગાણાની અપાચે બાઈક આ લૂંટારૂઓએ ડુપ્લિકેટ આધારકાર્ડની મદદથી આ બાઈક ખરીદી હતી. અપાચે બાઈકના માલિકનો પોલીસ દ્વારા સંપર્ક કરાયો તો તેણે વેચી દીધાનું બહાર આવ્યું હતું. બાઈક ખરીદનારનો આધારકાર્ડ તેણે પોલીસને આપ્યો હતો. જો કે, રાકેશ નામનો આ આધારકાર્ડ પણ બોગસ નીકળ્યું હતું. બાઈક ગુજરાત બહારના હોવાની સંભાવના સેવાઈ હતી સ્પ્લેન્ડર બાઈક પહેલા ચેચીસના કેટલાક નંબરો આધારે વરાછામાંથી ચોરી અનુમાન હતું. જોકે પોલીસે વધુ તપાસ કરતા સ્પ્લેન્ડર બાઇક સુરતના ખટોદરા વિસ્તારમાંથી ગત 15 ફેબ્રુઆરી રવિવારના રોજ ચોરી થયાનું સામે આવ્યું છે. જ્યારે પલ્સરના ચેસીઝ નંબર આરોપીઓએ હાર્ટ વસ્તુથી ઘસી નાખતા તેના એન્જિન નંબરના આધારે તપાસ કરતા તે બાઈક ગુજરાત રાજ્ય બહારની હોવાની શક્યતા સેવાઈ રહી છે. રુમ પણ ફેક આધારકાર્ડ પર જ ભાડે રાખ્યો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, લૂંટારૂઓ રાંદેરમાં બોટનિકલ ગાર્ડન પાસે ઉગત ગામમાં આવેલા ભરવાડ વાસ પાસે રોકાયા હતાં. પોલીસે રૂમના માલિકની પૂછપરછ કરતાં એ યુવકોએ આધાર કાર્ડ સાથે એડવાન્સ ભાડું ચૂકવ્યું હોવાનું બહાર આવ્યું હતું. જોકે, લૂંટના 10 દિવસ પહેલા એટલે કે, 17 એપ્રિલે જ તેઓ રૂમ ખાલી કરી જતા રહ્યા હોવાની વાત પણ તેણે જણાવી હતી. રૂમ ભાડે રાખવા માટે લૂંટારૂઓએ આપેલા આધાર કાર્ડની તપાસ કરાતાં તે ફેક હોવાનું બહાર આવ્યું છે. ટેક્નિકલ એનાલિસીસની મદદથી આરોપીઓની તપાસ શરુ બેંક લૂંટના આરોપીઓએ રીઢા બદમાશોને પણ ટપી જાય એવી ચોકસાઈ સાથે તેમણે આ SBI લૂંટકાંડ કર્યો છે. લૂંટ દરમિયાન યુવકોએ કરેલી વાતચિતના આધારે તેઓ ઉત્તર પ્રદેશનાં વતની હોવાની શકયતાં પ્રાથમિક તપાસમાં બહાર આવી હતી. ત્યારબાદ પોલીસને લૂંટારૂઓ રોકાયા હતાં એ જગ્યા તથા ભાગ્યા એ રૂટ અંગે સીસી કેમેરાથી માહિતી મળી હતી. પોલીસે આ વિસ્તારોના મોબાઈલ ટાવરનાં ડેટા મેળવી ટેકનિકલ એનાલીસીસ કર્યું હતું. જેમાં ત્રણેક મોબાઈલ નંબર એવા મળ્યા કે જે લૂંટારૂઓની મૂવમેન્ટને મેચ કરતાં હતાં. આ ત્રણ નંબરને આધાર બનાવી પોલીસ આગળની તપાસ કરી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે. 120થી વધુ પોલીસ જવાનો લૂંટારુઓને પકડવા ખડેપગે પોલીસની ટીમો લુંટમાં વપરાયેલી બાઈકોના આધારે આરોપીઓ સુધી પહોંચવાનો તાળો મેળવી રહી છે પરંતુ હાલ સુધી તેઓને પણ આરોપીઓને પકડવામાં નાકે દમ આવી ગયો છે. સાત દિવસથી ખુલ્લા ચહેરા સાથે બેંકમાં લૂંટ કરનાર આરોપીઓને પકડવા 120થી વધુ પોલીસ જવાનો પરસેવો પાડી રહી છે. હવે તો લૂંટારૂઓ કયા સમયે તથા કયા દિવસે અને ક્યારે પકડાશે એ જોવાનું રહ્યું છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    UPમાં ભાજપના કાર્યકરોની ઝાલમુરી ખવડાવી ઉજવણી:કાશીના ધારાસભ્યએ ગુલદસ્તાને બદલે ઝાલમુરી આપી, ફટાકડા ફોડ્યા; “હર-હર મોદી, ઘર-ઘર મોદી”, મમતા બેનર્જી મુર્દાબાદના નારા લગાવ્યા
    Next Article
    પંચમહાલના સરકારી કર્મચારીઓ માટે BoB સાથે MoU:₹125 લાખ સુધીનું અકસ્માત વીમા કવચ મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment