Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SA20 લીગે GDPમાં $406 મિલિયનનું યોગદાન આપ્યું:ચોથી ક્રિકેટ સીઝનમાં 9470 નોકરીઓનું સર્જન થયું; 22 મેચ હાઉસફુલ રહ્યા

    10 hours ago

    સાઉથ આફ્રિકાની T20 ક્રિકેટ લીગે તેની ચોથી સીઝનમાં સાઉથ આફ્રિકાના GDPમાં 406 મિલિયન ડોલરનું યોગદાન આપ્યું. લીગના આયોજકો દ્વારા મંગળવારે જાહેર કરાયેલા આર્થિક આંકલનમાં આ માહિતી સામે આવી. માહિતી અનુસાર, ટુર્નામેન્ટથી 9,470 નોકરીઓનું સર્જન થયું અથવા તેમને ટેકો મળ્યો. લીગની ચોથી સીઝને પાછલી સીઝનની સરખામણીમાં GDPમાં 23% વધુ યોગદાન આપ્યું. એટલું જ નહીં, આ સીઝનની 22 મેચ હાઉસફુલ રહી હતી. ઘરેલું આવક 106 મિલિયન ડોલર રહી સીઝન-3માં સીધો ખર્ચ 112 મિલિયન ડોલર હતો, જે ચોથી સીઝનમાં વધીને 137 મિલિયન ડોલર થયો. SA20નું GDPમાં કુલ યોગદાન વાર્ષિક ધોરણે 23% વધ્યું છે. આ સીઝનમાં ટુર્નામેન્ટમાંથી ઘરેલું આવક 106 મિલિયન ડોલર રહી. એક વર્ષ પહેલાં આ આંકડો 87 મિલિયન ડોલર હતો. 34માંથી 22 મેચમાં સ્ટેડિયમ સંપૂર્ણ ભરાયા લીગ જોવા આવનારા દર્શકોની સંખ્યા પણ ગત સીઝનની સરખામણીમાં 13% વધી. લીગના 6 શહેરોમાં રમાયેલી 34 મેચમાંથી 22માં સ્ટેડિયમમાં સીટો ભરેલી હતી. જાન્યુઆરી 2027માં પાંચમી સીઝન શરૂ થશે SA20ના કમિશ્નર ગ્રીમ સ્મિથે કહ્યું કે નવા આંકડા રમત સિવાય સાઉથ આફ્રિકા માટે ટુર્નામેન્ટનું વધતું મહત્વ દર્શાવે છે. પાંચમી સીઝન 17 જાન્યુઆરી 2027થી શરૂ થશે. તેમણે કહ્યું- ‘અમે અમારી પાંચમી સીઝન તરફ આગળ વધી રહ્યા છીએ. અમારો હેતુ માત્ર લીગને આગળ વધારવાનો નથી, પરંતુ ક્રિકેટ, યજમાન શહેરો અને સાઉથ આફ્રિકાની સમગ્ર અર્થવ્યવસ્થા પર તેની અસરને વધુ વધારવાનો પણ છે.’
    Click here to Read More
    Previous Article
    Country Music Legend Dolly Parton Dies At 80
    Next Article
    ઇમરાનના પુત્રનો દાવો-પાકિસ્તાન તાનાશાહી તરફ આગળ વધી રહ્યું છે:પિતા સાથે જેલમાં ખરાબ વર્તનનો આરોપ લગાવ્યો, કહ્યું- સેનાનો આમાં મોટો રોલ છે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment