Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસ RTOની સંયુક્ત ડ્રાઇવ:એક દિવસમાં પેસેન્જર ઓવરલોડ, ફિટનેસ અને LED લાઇટ લગાવનાર 36 ચાલકો સામે કાર્યવાહી

    8 hours ago

    વડોદરા શહેરમાં કેટલાક વાહન ચાલકો નીતિ નિયમોને નેવે મૂકી વાહનો ચલાવતા હોય છે. ત્યારે RTO વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ગઈકાલે સંયુક્ત કામગીરીમાં પેસેન્જર ઓવરલોડ, ફિટનેસ અને LED લાઇટ લગાવનાર 36 વાહન ચાલકો સામે કાર્યવાહી કરી રૂપિયા 1,85,800 નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. જ્યારે ગયા એપ્રિલ માસમાં 2377 વાહનો સામે કાર્યવાહી કરી 83.86 લાખનો દંડ ફટકાર્યો છે. અવારનવાર પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી વડોદરા અને ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે RTO વિભાગે ગત એપ્રિલ મહિનામાં 2377 વાહનો સામે અલગ-અલગ કેસો કરી કુલ 83,86,102નો દંડ ફટકાર્યો હતો. આ સાથે ગઈકાલે પણ વિવિધ વાહનો સામે બે ટીમ બનાવી બે સ્પોર્ટ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 290 કેસોમાં 2.90 લાખ દંડ ફટકારાયો RTO વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ઓવરલોડ વાહનના 177 કેસ (રૂા.21.48 લાખ), ઓવર ડાઈમેન્શનના 48 કેસ (2.83 લાખ) કલન્ડેસ્ટાઇન ઓપરેશન (એસટી વિભાગ સાથે મળીને) 7 કેસ (રૂા. 70,000), વ્હાઇટ LED લાઈટ 258 કેસ (2.58 લાખ ), ફિટનેસ 242 કેસ (7.37 લાખ) સીટબેલ્ટ, હેલ્મેટ 89 કેસ (44,500) તથા બુલ બાર (ગ્રિલ ગાર્ડ)ના 290 કેસોમાં 2.90 લાખ દંડ ફટકારાયો છે. ડ્રાઇવિંગ લાયસન્સના 366 કેસ (9.73લાખ), થર્ડપાર્ટી વીમા વગરના 371 કેસ (7.42 લાખ), ભયજનક રીતે વાહન ચલાવવું 280 કેસ (4.93 લાખ), પીયુસી ચેકિંગના 509 કેસ (2.54 લાખ), નો પાર્કિંગ 516 કેસ (2.58 લાખ), નંબર પ્લેટ વિનાના વાહનોસામે 139 કેસ (1.15 લાખ) અને પરમિટ વિના દોડતા વાહનોસામે 152 કેસો કરી 7.17 લાખનો દંડ કરાયો છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં કેન્દ્રીય શિક્ષણમંત્રીનો કાળા વાવટા ફરકાવી વિરોધ:IIMના કાર્યક્રમમાં આવેલા ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ; NEET પેપર લીક મુદ્દે NSUI લાલઘૂમ
    Next Article
    બિલ્ડર પુત્રને બચાવવા રાજકોટ પોલીસનો પ્રયાસ!:વોલ્વો કારથી BRTS રેલિંગને નુકશાન પહોચાડ્યું છતાં પબ્લિક પ્રોપર્ટી ડેમેજની ફરિયાદ નહીં, નશા મામલે FSL રિપોર્ટની રાહ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment