Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    RTOના નામે APK ફાઇલ ડાઉનલોડ કરતા સાવધાન:ઠગોએ શેઠનો ફોન હેક કરી આધેડને ફાઇલ મોકલી, ડાઉનલોડ કરતા 10.70 લાખ ટ્રાન્સફર

    4 days ago

    જો તમારા મોબાઇલ નંબર પર કોઈ APK ફાઇલ મોકલે છે તો તે ડાઉનલોડ કરતા પહેલા ધ્યાન રાખજો, કારણ કે એ APK ફાઇલ ડાઉનલોડ થવાથી મોબાઇલ હેક થઈને તમારા ખાતામાંથી પૈસા ઉપડી શકે છે. શહેરના એક આધેડના મોબાઇલ પર શેઠના નંબર પરથી APK ફાઇલ આવી હતી, જે ડાઉનલોડ કરતા આધેડના ખાતામાં 9.81 લાખની લોન કરીને ગઠિયાઓએ 10.70 લાખ ટ્રાન્સફર કરી લીધા હતા. સાયબર ક્રાઈમે સમગ્ર મામલે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. શેનના નંબરથી APK ફાઈલ આવતા ક્લિક કર્યું નિકોલમાં રહેતા 50 વર્ષીય આધેડ વટવા GIDCમાં આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરે છે. આધેડ 19 ફેબ્રુઆરીએ નોકરી પર હાજર હતા, ત્યારે તેમના શેઠના મોબાઈલ નંબર પરથી વોટ્સએપમાં RTO ઈ-ચલણ નામની એક APK ફાઈલ આવી હતી. જેમાં આરટીઓનો મેમો તપાસવા તેમને શેઠે જણાવ્યું હતું, જેથી આધેડે ફાઈલ તરત ડાઉનલોડ કરી હતી. જેમાં મોબાઈલ નંબર, નામ, માતાનું નામ સહિતની વિગતો ભરવાનું જણાવતા સ્ક્રીનશોટ લઈને તરત બહાર નીકળી ગયા હતા. જે બાદ APK ફાઈલ ડિલિટ કરી દીધી હતી. 20 ફેબ્રુઆરીના સાંજના સમયે આધેડ નોકરી પૂરી કરીને ઘરે જઈ રહ્યા હતા, ત્યારે તેમના ફોનમાં અચાનક બેંકના મેસેજ આવવા લાગ્યા હતા. ઠગે ત્રણ ટૂકડામાં પૈસા ટ્રાન્સફર કર્યા ખાતામાંથી પૈસા ડેબિટ થયાનો મેસેજ આવતા આધેડ બીજા દિવસે બેંકમાં ગયા અને સ્ટેટમેન્ટ કઢાવ્યું હતું. આ સમયે તેમને જાણ થઈ કે કોઈ અજાણી વ્યક્તિએ તેમના મોબાઇલનું એક્સેસ મેળવીને બેંકની એપ્લિકેશનમાંથી 5.31 લાખ રૂપિયાની ઇન્સ્ટોલ જમ્બો લોન 4.50 લાખ રૂપિયાની ઈન્સ્ટન્ટ લોન કરી દીધી હતી. જે બાદ તેમના ખાતામાંથી ટુકડે-ટુકડે 5 લાખ, 2.60 લાખ 2.50 અને 60 હજાર એમ કુલ 10.70 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. આધેડને તેમના સાથે થયેલા સાઈબર ક્રાઇમની જાણ થતા સાયબર હેલ્પલાઇનનો સંપર્ક કરી અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    કુઆલાલમ્પુરથી આવેલી મહિલાના ગુપ્ત ભાગમાંથી 83 લાખનું સોનું ઝડપાયું:કસ્ટમ્સથી બચવા ગોલ્ડ પેસ્ટને કેપ્સ્યુલમાં સંતાડી હતી, અમદાવાદ એરપોર્ટ પરથી મહિલાની ધરપકડ
    Next Article
    જામનગરના કલેક્ટર કેતન ઠક્કર વયનિવૃત્ત:રાષ્ટ્રધ્વજને સલામી આપી વિદાય લીધી; શિક્ષણ, આરોગ્ય અને જનકલ્યાણના ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment