Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઝારખંડથી સાઇબર ફ્રોડનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો:RTO ઈ-ચલાનની નકલી APK મોકલી બેંક ખાતા ખાલી કરતો હતો

    3 दिन पहले

    દમણ પોલીસે આંતરરાજ્ય સાઇબર ઠગ ગેંગનો પર્દાફાશ કર્યો છે. વોટ્સએપ પર RTO ઈ-ચલાનના નામે નકલી APK ફાઈલ મોકલીને લોકોના બેંક ખાતા ખાલી કરનાર મુખ્ય સૂત્રધાર મહંમદ સગીર અંસારીને ઝારખંડના ગિરિડીહ જિલ્લામાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ મામલો 27 એપ્રિલ 2026ના રોજ દમણના કડૈયા કોસ્ટલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદથી સામે આવ્યો હતો. એક પીડિત નાગરિકે ફરિયાદ કરી હતી કે તેમના વોટ્સએપ નંબર પર અજાણ્યા મોબાઈલ નંબર પરથી RTO ઈ-ચલાનની ચુકવણી સંબંધિત એક APK ફાઈલ આવી હતી. આ ફાઈલ ડાઉનલોડ કરીને ખોલતા જ તેમનો મોબાઈલ હેક થઈ ગયો હતો અને થોડા સમયમાં જ તેમના બેંક એકાઉન્ટમાંથી રકમ ઉપડી ગઈ હતી. કડૈયા પોલીસે BNSની કલમ 318(4), 336(3) અને 340(2) મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. દમણ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ (SP)ની સૂચનાથી એક સ્પેશિયલ ટીમની રચના કરવામાં આવી હતી. પોલીસે સાઇબર સેલની મદદથી APK ફાઈલનું ઊંડું ટેકનિકલ એનાલિસિસ કર્યું, જેમાં આ ફ્રોડનું નેટવર્ક ઝારખંડના ગિરિડીહ જિલ્લામાંથી ઓપરેટ થતું હોવાનું બહાર આવ્યું. ત્યારબાદ દમણ પોલીસની ટીમ ઝારખંડ રવાના થઈ હતી. ગિરિડીહ વિસ્તારમાં પહોંચીને પોલીસે ૪ થી ૫ દિવસ સુધી છૂપા વેશમાં સતત રેકી કરી હતી. આરોપીના ઘર અને કામકાજના સ્થળ પર નજર રાખ્યા બાદ પોલીસે દરોડો પાડીને મુખ્ય આરોપી મહંમદ સગીર અંસારી (નિવાસી: ભીમલ ગામ, ગાંડે બ્લોક, જિલ્લો ગિરિડીહ, ઝારખંડ)ને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી એક મોંઘાદાટ આઈફોન પણ જપ્ત કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટના જન્માષ્ટમી લોકમેળામાં અંડર ગ્રાઉન્ડ કેબલિંગ:રેસકોર્સ મેદાનમાં મેળામાં વીજ પુરવઠો પૂરો પાડવા PGVCL સજ્જ, ગત વર્ષનું વીજ બિલ અંદાજિત રૂ.10 લાખ
    Next Article
    બીલીમોરા જે.જે. મહેતા સ્કૂલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો:બાળકોએ દેશભક્તિ ગીત, ફેન્સી ડ્રેસ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment