Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત RTOમાં અદ્યતન AI ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકનો આરંભ:ટુવ્હીલર અને કારના મર્યાદિત ટેસ્ટ, અરજદારને પાસ કે નપાસનો મેસેજ સેકંડોમાં મળે; જાણો ટેસ્ટ આપતા પહેલા શું ધ્યાન રાખવું

    1 day ago

    લાંબી આતુરતા બાદ અંતે આજથી સુરત આરટીઓમાં અદ્યતન AI ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકનો આરંભ થયો છે. આમ તો AI ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક કાર્યરત કરતા પહેલા ટ્રાયલના ભાગરૂપે ટુવ્હીલર અને કારની અંદાજિત 500 ટેસ્ટ લેવામાં આવી હતી. પરંતુ શરૂઆતના તબક્કે કોઈક ટેક્નિકલ ખામીને કારણે અરજદારોએ અટવાવું નહીં પડે તે માટે 20થી 25 જેટલી મર્યાદિત ટેસ્ટ જ લેવામાં આવી રહી છે. ટુવ્હીલરની 25 અને કારની 20 જેટલી ડ્રાઈવિંગ ટેસ્ટ લેવામાં આવી રહી છે. જ્યારે અન્ય અરજદારોએ એડવાન્સમાં લીધેલી એપોઈન્ટમેન્ટ આગામી સપ્તાહે શિફ્ટ કરી દેવામાં આવશે. તબક્કાવાર રીતે એપોઈન્ટમેન્ટની સંખ્યા વધારાશે. AI ટ્રેક પર ટુવ્હીલરની ટેસ્ટ માટે બે અલગ અલગ ટ્રેક નવો AI ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક કાર્યરત થતાં ટુવ્હીલરની ટેસ્ટ આપનારાઓને મોટી રાહત થઈ જશે. કેમકે, હાલમાં ટુવ્હીલરની ટેસ્ટ માટે એક જ ટ્રેક હોવાથી બે મહિનાનું લાંબું લચક વેઈટિંગ જોવા મળી રહ્યું છે, પરંતુ નવા AI ટ્રેક પર ટુવ્હીલરની ટેસ્ટ માટે બે અલગ અલગ ટ્રેક બનાવવામાં આવ્યા છે. આ બંને ટ્રેક પર ટેસ્ટ લેવામાં આવતા આગામી ટૂંક સમયમાં ટુવ્હીલરની ટેસ્ટનો વેઈટિંગ સમય ઘટી જશે. ટેસ્ટ પૂરી થતાં જ અરજદારને પાસ કે નાપાસનો મેસેજ વધુમાં નવા ટ્રેક પર જે દિવસની એપોઈન્ટમેન્ટ હશે તે જ દિવસે ટેસ્ટ લેવાશે, એપોઈન્ટમેન્ટના એક દિવસ પહેલા કે એક દિવસ પછી પણ ટેસ્ટ લઈ શકાશે નહીં. એક વખત ટેસ્ટની તારીખ વીતિ ગયા બાદ નવેસરથી એપોઈન્ટમેન્ટ લેવી પડશે. આ ઉપરાંત અરજદારો ટેસ્ટ આપશે ત્યારે જ તેઓને માલૂમ પડી જાય કે તેઓ પાસ છે કે નાપાસ તેના માટે ટ્રેક પર ડિજિટલ બોર્ડ લગાડવામાં આવ્યા છે. ટેસ્ટ પૂરી થતાં જ અરજદારને પાસ કે નાપાસનો મેસેજ જોવા મળી જશે. સમગ્ર ડ્રાઈવિંગ ટેસ્ટનો વીડિયો નિહાળી શકાશે ટુવ્હીલર કે કારની ડ્રાઈવિંટ ટેસ્ટ આપવા આવનારા અરજદારો ક્યુઆર કોડ સ્કેન કરીને સમગ્ર ડ્રાઈવિંગ ટેસ્ટનો વીડિયો નિહાળી શકશે. આ ક્યુઓર કોડ આરટીઓના ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક ઉપર પણ મૂકવામાં આવ્યા છે. જેથી અરજદારો ટેસ્ટ આપતા પહેલા કઈ રીતે ટેસ્ટ આપવી તેનાથી સારી રીતે વાકેફ થઈ શકે. વિવિધ લોકોને જાગૃત પણ કરવામાં આવ્યા સુરત આરટીઓ એચ. એમ. પટેલે જણાવ્યું હતું કે, આજરોજ તારીખથી સુરત આરટીઓ ખાતે AI-બેઝ્ડ ટ્રેકની શરૂઆત થઈ ચૂકી છે. અગાઉ આ માટે વિવિધ લોકોને જાગૃત પણ કરવામાં આવ્યા છે અને હવેથી તેનું 100% ઈમ્પ્લીમેન્ટેશન ચાલુ થઈ ગયું છે. અગાઉની જે જૂની સિસ્ટમ હતી તેમાં ડેટા લોસ અથવા તો મેન્યુઅલ ઇન્ટરવેન્શન હતું તેવું લોકોનું માનવું હતું, પણ હવેથી સંપૂર્ણપણે AI-બેઝ્ડ ડિસિઝન ડ્રિવન આ એક ટેસ્ટ પ્રક્રિયાની શરૂઆત સુરતમાં થઈ ચૂકી છે. ટ્રેકમાં કરવામાં આવેલા ફેરફારો અને નવી વ્યવસ્થાઓ પહેલા ટુ-વ્હીલર માટે એક જ ટ્રેક હતો, જેને બદલીને અને વધારીને હવે બે ટ્રેક કરવામાં આવ્યા છે. જેથી એક સાથે બે ટુ-વ્હીલરના ટેસ્ટ લઈ શકાશે અને ઓછા સમયમાં વધારે અરજદારોના ટેસ્ટ પૂરા થઈ શકશે. ફોર-વ્હીલરના ટ્રેકમાં અપગ્રેડેશન કરવામાં આવ્યું છે. ટ્રાફિક વાયોલેશનની અત્યારથી જ લોકોને સમજ પડે તે માટે ટ્રાફિક નિયમોનું પાલન કરાવતા સિગ્નલો પણ દરેક જગ્યાએ મૂકવામાં આવ્યા છે. અગાઉની જેમ જ ફોર-વ્હીલર માટે 4 પ્રકારે ટેસ્ટ કંડક્ટ થશે. જો અરજદાર 4 માંથી કોઈપણ એક ટેસ્ટમાં પણ ફેલ થશે, તો આખો ટેસ્ટ ફેલ તરીકે જ ગણાશે. જો ટ્રાફિક સિગ્નલનું વાયોલેશન થશે, તો પણ AI સિસ્ટમ તેને રિજેક્ટ કરશે અને અરજદારે ફરીથી ટેસ્ટ આપવો પડશે. ટેસ્ટ નિહાળ્યા બાદ અરજદારને ટોકન આપવામાં આવશે ટેસ્ટ શરૂ થતાં જ અરજદારનો ફોટો કેપ્ચર થશે. ત્યારબાદ સિસ્ટમ સ્ટેપ-બાય-સ્ટેપ અરજદારને ગવર્ન કરશે અને આગળ લઈ જશે. આ માટે વિઝ્યુઅલ ડિસ્પ્લે પર પણ ગાઈડન્સ આપવામાં આવશે. આરટીઓ ખાતે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જ્યાં બેસીને અરજદાર પોતે અથવા અન્ય લોકો આખો ટેસ્ટ નિહાળી શકે છે. ટેસ્ટ નિહાળ્યા બાદ અરજદારને ટોકન આપવામાં આવશે. ટોકન લઈને જ્યારે અરજદાર ટ્રેક પર જશે, ત્યારે વાહનને RFID દ્વારા ટેગ કરવામાં આવશે અને ત્યારબાદ જ તેનું ટાઈમર શરૂ થશે. રિઝલ્ટ ડિસ્પ્લે પર પણ પારદર્શક રીતે જોઈ શકાય વ્યક્તિ જ્યારે દરેક સેગમેન્ટમાંથી પાસ થશે ત્યારે તેને સેગમેન્ટ વાઈઝ પાર્ટલી રિઝલ્ટ પણ ખ્યાલ આવશે (જેમ કે જો કોઈ પાર્કિંગમાં ફેલ થશે તો તરત જ ડિસ્પ્લે પર બતાવશે). જ્યારે ફોર-વ્હીલરમાં ચારેય સેગમેન્ટ પૂર્ણ થશે ત્યારે જ 'પાસ'નું ફાઇનલ રિઝલ્ટ આવશે. ટુ-વ્હીલરમાં અરજદાર ટેસ્ટ આપીને હજુ ટ્રેક પરથી બહાર નીકળે ત્યાં જ તરત તેના મોબાઈલ પર SMS આવી જાય છે કે તમે પાસ થઈ ગયા છો અને તેનું રિઝલ્ટ ડિસ્પ્લે પર પણ પારદર્શક રીતે જોઈ શકાય છે. ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અરજદારોને અપીલ સરકાર હંમેશા પારદર્શી વહીવટ અને ઝડપી પરિણામ માટે સેવા આપે છે અને વચેટિયાઓને દૂર કરીને સિસ્ટમને મજબૂત કરવાનો આ હેતુ છે. હાલના તબક્કે AIમાં ફેલ થવાનો રેશિયો વધશે કે કેમ તે કહેવું વહેલું ગણાશે કારણ કે સિસ્ટમ પોતે પણ લર્ન કરી રહી છે. અમે લોકોને અપીલ કરીએ છીએ કે આપ ટ્રાફિકના નિયમોનું પાલન કરો. સરકાર દ્વારા AI-બેઝ્ડ ટ્રેકનો જે વીડિયો બનાવવામાં આવ્યો છે તેને ધ્યાનથી જુઓ અને તે મુજબ જ અમલીકરણ કરો. નિયમોની સમજ અને પ્રક્રિયા સરળતા નવો AI બેઝ્ડ ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક આપનાર અરજદાર અંશરાજ શ્યામકુમાર ત્રિવેદીએ પોતાનો અનુભવ રજૂ કરી રહ્યા છે. તેને જણાવ્યું કે, AI બેઝ્ડ ટ્રેકના નિયમો ખૂબ જ સરળ છે. ટેસ્ટ શરૂ કરતા પહેલાં વેટિંગ રૂમમાં 10 મિનિટનો એક માહિતીપ્રદ વીડિયો બેથી ત્રણ વાર બતાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ત્યાં હાજર એક અધિકારીએ ટ્રેક, તેના નિયમો અને ડ્રાઇવિંગ કઈ રીતે કરવું તેની સંપૂર્ણ અને વિગતવાર સમજ આપી હતી, જેનાથી ટેસ્ટ આપવી એકદમ સરળ બની ગઈ હતી. ટ્રેક પર કર્મચારીઓ દ્વારા માર્ગદર્શન જ્યારે તેઓ ટેસ્ટ ટ્રેક પર પહોંચ્યા, ત્યારે ત્યાં ફરજ પરના કર્મચારીઓએ પણ નિયમો વિશે ખૂબ જ ઝીણવટપૂર્વક માહિતી આપી હતી. તેમણે ખાસ સમજાવ્યું હતું કે, ટ્રેક પર ગ્રીન લાઈટ હોય ત્યારે જ આગળ વધવું અને રેડ લાઈટ હોય ત્યારે વાહન થોભાવી દેવું. આ પ્રકારના સ્પષ્ટ માર્ગદર્શનને કારણે ટેસ્ટ આપતી વખતે કોઈ પ્રકારની મૂંઝવણ અનુભવાઈ નહોતી. પાર્કિંગ અને ઘાટ (ચઢાણ)નો અનુભવ જણાવ્યો ટેસ્ટના પ્રથમ તબક્કામાં એટલે કે કાર પાર્કિંગ કરતી વખતે, શરૂઆતમાં કાર સહેજ બહાર રહી ગઈ હતી, પરંતુ બીજી ટ્રાયલમાં ગાડી એકદમ વ્યવસ્થિત રીતે પાર્ક થઈ ગઈ હતી. AI સિસ્ટમમાં જમણી બાજુ સ્ક્રીન પર તરત જ બતાવી દે છે કે તમારી કાર યોગ્ય રીતે પાર્ક થઈ ગઈ છે અને હવે તમે આગળ વધી શકો છો. ત્યારબાદ બીજા તબક્કામાં ઘાટ (ચઢાણ) પર ડ્રાઇવિંગ કરવાનું હતું, જે ખૂબ જ આસાનીથી અને સ્મૂથલી પાર થઈ ગયું હતું. ત્વરિત પરિણામ અને ઝડપી કામગીરી જોવા મળી અરજદારે વધુમાં ઉમેર્યું કે, આ નવી ટેસ્ટ પદ્ધતિથી કોઈએ પણ ગભરાવાની બિલકુલ જરૂર નથી. જો તમે ટ્રાફિકના નિયમોનું યોગ્ય પાલન કરશો, તો આ ટેસ્ટ ખૂબ જ સરળતાથી પાસ કરી શકાશે. અગાઉની સરખામણીમાં આ સિસ્ટમ ઘણી ઝડપી છે અને ટેસ્ટ પૂર્ણ થતાં જ તેનું પરિણામ પણ તરત જ મળી જાય છે. AI ટેક્નોલોજી આવવાથી ડ્રાઇવિંગ ટેસ્ટની આખી પ્રક્રિયા ખૂબ જ આધુનિક અને સરળ બની ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    અધિક માસની પૂર્ણાહુતિ:સોમવતી અમાવસ્યાએ કોળિયાકના દરિયાકિનારે ભક્તિનું ઘોડાપૂર, ગુદી ગામ સુધી એક કિમીનો ટ્રાફિક જામ
    Next Article
    7 PM Gujarati News | ગુજરાતના તમામ મોટા સમાચાર | Farmers Protest in Gujarat | Wether Updates | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment