Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડ્રાઇવીંગ ટેસ્ટ:ડ્રાઇવિંગ લાયસન્સ માટે RTOનો એઆઇ ટ્રેક બન્યો પડકાર, ફોરવ્હીલર ટેસ્ટમાં 85 ટકા અરજદાર ફેઇલ

    21 hours ago

    જામનગર સહિત મોટા ભાગના મહાનગરોમાં આરટીઓ દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટ એઆઇ બેઇઝડ ટ્રેક પર લેવામાં આવી રહયો છે.જેના કારણે ખાસ કરી ફોર વ્હીલરના અરજદારોને મુશ્કેલી પડી રહી છે.રોડ પર સરળતાથી ફોરવ્હીલર ચલાવી કૌશલ્ય પ્રદર્શન કરનારા ભલભલા અરજદારો ટેસ્ટમાં નાપાસ(ફેઇલ) થઇ રહયા હોવાનુ ચિત્ર આંકડા પરથી ઉપસી રહયુ છે. છેલ્લા ચાર માસના આંકડાઓ જોઇએ તો માત્ર 15 ટકા જ અરજદારો ફોર વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટમાં પાસ થયા છે.જયારે ઓનલાઇન એપોઇમેન્ટ લેનારા પૈકી અડધોઅડધ અરજદારો (46 ટકાથી વધુ) ગેરહાજર રહેતા હોવાની સાથે નાપાસ થવાના પણ ઉંચા આંકડાથી રી એપ્લાય પણ કરનારાઓના પગલે એપોઇમેન્ટ વેઇટીંગમાં વધારો જોવા મળે છે. આરટીઓ કચેરીમાં ગત 15મી મેથી એઆઇ ટ્રેક શરૂ કરવામાં આવ્યો છે.જેમાં છેલ્લા ચાર માસમાં ફોર વ્હીલર વાહનના 3902 ટેસ્ટ લેવામાં આવ્યા છે. જે પૈકી માત્ર 557 અરજદાર ઉતિર્ણ થયા છે.અગાઉ સાડા ચાર માસ (જાન્યુ.થી 14 મે સુધી)નો સરેરાશ 77 ટકાથી વધુ રેશિયો રહયો હતો. જે હવે સીધો 15 ટકા આસપાસ આવી ગયો છે.જે સાથે 5505 અરજદાર ગેરહાજર રહયાનુ ખુલ્યુ છે.આરટીઓ કચેરી દ્વારા અત્યાધુનિક ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેક શરૂ કરાયો છે જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(એઆઇ)બેઇઝ ડ કેમેરા લગાવવામાં આવ્યા છે. જેના દ્વારા વાહન ચલાવવાની ક્ષમતાનુ સચોટ નિરીક્ષણ કરી ઓટોમેટિક ઓળખ થઇ શકે છે.અરજદારો ટ્રાફિક સેન્સ અને ટેસ્ટ ટ્રેકનો યોગ્ય રીતે વિડીયો જુએ તો ચોકકસ પરીણામમાં ફેર પડી શકે. મુખ્ય કારણ ટ્રાફિક નિયમો અને અવેરનેસનો અભાવ ફોરવ્હીલર ટેસ્ટમાં નાપાસ થવા પાછળનું મુખ્ય કારણ અરજદારોમાં ટ્રાફિકના નિયમો અને પૂરતી જાગૃતિનો અભાવ છે. જો ઉમેદવારો નિયમોને યોગ્ય રીતે સમજીને, સુધારો કરીને અને પાલન સાથે પોતાની ડ્રાઇવિંગ સ્કીલ સુધારે તો આ ટેસ્ટ સરળતાથી પાસ કરી શકાય છે. આરટીઓ કચેરી દ્વારા દર્શાવવામાં આવતા ખાસ વિડિયો નિર્દેશન અને નિયમોની માહિતી ટેસ્ટ આપતા પહેલાં જોવી અનિવાર્ય છે.
    Click here to Read More
    Previous Article
    ગ્રામજનોને સેવાઓ વધુ સરળતાથી મળશે:ખાંભામાં ગ્રામ પંચાયત કચેરીનું નિર્માણ કરાશે
    Next Article
    સમાજવાદી પાર્ટીના ઉમેદવાર બનતા અખિલેશ યાદવ હાજર રહ્યા:રિલાયન્સના ધનરાજ નથવાણીએ રાજ્યસભા માટે યુપીથી ફોર્મ ભર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment