Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    RTOની ધીમી કામગીરીથી 800 ડીલરો મુશ્કેલીમાં:સોફ્ટવેર ખોરવાતાં વાહન-લોન ટ્રાન્સફરના કામ અટક્યા; પરિવહન મંત્રીને રજૂઆતની ચીમકી

    1 day ago

    સુરત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (RTO) ખાતે છેલ્લા એક મહિનાથી સર્વર અને સોફ્ટવેરની ખામીના કારણે વાહન ડીલરો અને સામાન્ય નાગરિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ફેસલેસ પ્રક્રિયા હેઠળ 7 દિવસમાં થતા કામો મહિનાઓ સુધી અટકી પડતાં શહેરમાં અંદાજે 700થી 800 જેટલા ડીલરોમાં રોષ ફેલાયો છે. આરટીઓ તંત્ર તરફથી સંતોષકારક જવાબ ન મળતાં હવે સમગ્ર મામલે નાયબ મુખ્યમંત્રી તેમજ પરિવહન મંત્રી સમક્ષ ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સિસ્ટમ અપલોડ સ્વીકારે છે પણ એપ્રુવલ અટક્યા સ્થાનિક વાહન ડીલરોના જણાવ્યા મુજબ, વાહન ટ્રાન્સફર, લોન ટ્રાન્સફર તેમજ લોન કેન્સલેશન જેવી મહત્વપૂર્ણ કામગીરી લાંબા સમયથી ઠપ છે. પોર્ટલ પર તમામ દસ્તાવેજો યોગ્ય રીતે અપલોડ થઈ જાય છે અને સિસ્ટમ તેને સ્વીકારી પણ લે છે, સાથે જ સરકાર દ્વારા નક્કી કરાયેલી ફી પણ વસૂલવામાં આવે છે; તેમ છતાં છેલ્લી મંજૂરી આપવામાં આવતી નથી. સોફ્ટવેરમાં શું ટેકનિકલ અપડેટ ચાલી રહી છે તે અંગે તંત્ર તરફથી કોઈ સ્પષ્ટ ખુલાસો કરવામાં આવતો નથી. હાઇકોર્ટના આદેશ છતાં પેનલ્ટી વસૂલાતી હોવાનો આક્ષેપ સ્થાનિક અગ્રણી જતિન ઝરીવાલાએ RTO તંત્રની કાર્યપદ્ધતિ સામે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, અધિકારીઓ પાસે જવાબ માંગવામાં આવે ત્યારે ઉદ્ધત વર્તન કરવામાં આવે છે. થ્રી-વ્હીલર વાહનોમાં દૈનિક 50 લેખે પેનલ્ટી ન લેવા અંગે હાઇકોર્ટના સ્પષ્ટ નિર્દેશો હોવા છતાં સુરત RTO દ્વારા ગેરવાજબી પેનલ્ટી ઉઘરાવવામાં આવી રહી છે. રી-પાસિંગની પ્રક્રિયામાં પણ કોઈ સત્તાવાર પરિપત્ર બતાવ્યા વગર વધારાની રકમ લેવામાં આવી રહી છે. અધિકારીઓની બેવડી નીતિ સામે આંદોલનના એંધાણ ડીલરોનો આક્ષેપ છે કે આરટીઓ તંત્ર નિયમો પોતાના અનુકૂળતા મુજબ લાગુ કરી ‘લેવાનું હોય તો લાલા-લાલા અને દેવાનું હોય તો નાના-નાના’ જેવી બેવડી નીતિ અપનાવી રહ્યું છે. વાહનોના કાગળો સમયસર ક્લિયર ન થતાં ગ્રાહકો સાથેના વ્યવહારોમાં પણ અડચણો ઊભી થઈ રહી છે. જો આગામી દિવસોમાં સોફ્ટવેરની સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે અને ગેરવાજબી વસૂલાત બંધ નહીં થાય, તો ગાંધીનગર સુધી લડત લડવાની તૈયારી દર્શાવવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    નાના ગોરૈયામાં જુગારધામ ઝડપાયું,:રૂ. 11.98 લાખના મુદ્દામાલ સાથે 11 જુગારીઓને બજાણા પોલીસે ઝડપ્યાં
    Next Article
    વલસાડમાં ફૂડ વિભાગનું સઘન તપાસ અભિયાન:ગંદકી બદલ એક હોટલનો પરવાનો સ્થગિત, અન્યને નોટિસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment