Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    RTOમાં 7 દિવસથી સર્વર ઠપ:2 હજાર અરજદારો ડ્રાઇવિંગ ટેસ્ટ ન આપી શક્યા

    3 days ago

    અમદાવાદ આરટીઓમાં સર્વર ડાઉનની સમસ્યાને કારણે જૂનો ટેસ્ટ ટ્રેક સાત દિવસથી બંધ છે, જેને કારણે 2 હજારથી વધુ લોકો ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શક્યા નથી. તેમને એપોઇન્ટમેન્ટ રિશિડ્યુલના મેસેજ પણ આવી રહ્યા નથી. બીજી તરફ તમામ જગ્યાએ હવે ડ્રાઇવિંગ ટેસ્ટ એઆઈ આધારિત લેવાઈ રહ્યા છે, પણ અમદાવાદ, વસ્ત્રાલ, બાવળા આરટીઓમાં એઆઈ આધારિત ટેસ્ટ ટ્રેક બે માસથી તૈયાર છતાં હજુ સુધી શરૂ થયાં નથી. અમદાવાદ આરટીઓના અધિકારીએ જણાવ્યું કે, જ્યાં સુધી નવી કચેરીમાં કામગીરી શિફ્ટ કરવામાં નહીં આવે ત્યાં સુધી નવો ટેસ્ટ ટ્રેક શરૂ કરાશે નહિ. અરજદારોને એઆઈ ટેસ્ટ ટ્રેકમાં પ્રેક્ટિસ કરવાની છૂટ નવી કચેરી પહેલાં શિફ્ટ કરાશે અને ત્યાર બાદ ટેસ્ટ ટ્રેકને શરૂ કરવાનું આયોજન છે. અમદાવાદ આરટીઓમાં ટેસ્ટ આપવા આવતા અરજદારોની સંખ્યા વધારે હોય છે, જેથી કોઈ મુશ્કેલી ન પડે તે માટે અન્ય જગ્યાએ ચાલતાં ટેસ્ટનું એનાલિસિસ કરી શરૂ કરાશે. હાલ એઆઈ ટેસ્ટ ટ્રેક બનીને તૈયાર થઈ ચૂક્યો છે, જે લોકોને પ્રેક્ટિસ તરીકે ટેસ્ટ આપવી હોય તેઓ ત્યાં આપી શકે છે.
    Click here to Read More
    Previous Article
    રાજસ્થાનમાં ભારે વરસાદ, પાણી ભરાવાને કારણે વાહનો ફસાયા:યુપીમાં વાવાઝોડાથી થાંભલા પડ્યા, કારો દબાઈ; દિલ્હીમાં વાવાઝોડા સાથે વરસાદ
    Next Article
    Stock Market LIVE Updates, Sensex Today: Markets Likely To Open In Green As Oil Slips To Pre-Iran War Levels

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment