Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર RTO તંત્રની લાલ આંખ:નિયમોના ઉલ્લંઘન બદલ 59 વાહનચાલકો પાસેથી એક લાખથી વધુનો દંડ વસૂલાયો

    1 सप्ताह पहले

    ભાવનગર શહેરમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે આર.ટી.ઓ. તંત્ર દ્વારા આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં શહેરમાં ચાલતા વાહનોમાં પરમિટ ભંગ, વીમા વગરના વાહનો અને પી.યુ.સી. સહિતના નિયમભંગ બદલ જુદા જુદા 59 કેસો કરી 1 લાખથી વધુનો દંડ વસુલ્યો હતો. 59 કેસોમાં રૂ.1.10 લાખનો દંડ વસૂલ્યો આ અંગે આરટીઓ કચેરી પાસેથી મળતી માહિતી મુજબ વાહન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના જુદા જુદા વિસ્તારમાં આરટીઓની જુદી જુદી ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં વિવિધ નિયમભંગના કુલ 59 જેટલા નોંધાયેલા કેસોમાં રૂ.1,10,700થી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. પરમિટ ભંગના છ કેસ જેનો રૂ.48,700નો દંડ વીમો ન હોય તેવા વાહનોનો 15 જેટલા વાહનોના રૂ.30,000 રૂપિયાનો દંડ, પીયુસી વગરના 23 વાહનો પાસેથી રૂ.11,500નો દંડ, ફિટનેસનું પ્રમાણપત્ર ન હોય તેવા 11 વાહનો પાસેથી રૂ.10,000નો દંડ, ક્ષમતાથી વધુ પેસેન્જર ભરાતા બે વાહનો પાસેથી રૂ.6,500નો દંડ તથા ડ્રાઇવિંગ લાઇસન્સ વગર વાહન ચલાવતા બે વાહન ચાલકોને રૂ.4000નો દંડ મળી કુલ 59 કેસો કરવામાં આવ્યા હતા. જેનો કુલ રૂ.1,10,700નો દંડ ફટકારવામાં આવ્યો હતો. ફિટનેસ અને ડ્રાઈવિંગ લાયસન્સ સાથે રાખવા આર.ટી.ઓ. વિભાગ દ્વારા વાહનચાલકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના વાહનના તમામ કાયદેસરના દસ્તાવેજો જેવા કે વીમો, પી.યુ.સી., ફિટનેસ અને ડ્રાઈવિંગ લાયસન્સ સાથે રાખે. ટ્રાફિક નિયમોનું પાલન કરવું દરેક નાગરિકની નૈતિક જવાબદારી છે અને નિયમભંગ કરનારાઓ સામે આગામી દિવસોમાં પણ આ પ્રકારની કડક કાર્યવાહી ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં 110 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત:વેપારીઓને 7,000 રૂપિયાનો દંડ, મહાનગરપાલિકાની કાર્યવાહી
    Next Article
    સુરેન્દ્રનગરમાં NH પ્રોજેક્ટ્સ માટે જમીન સંપાદન સમીક્ષા:કેન્દ્રીય સચિવની ગુજરાત મુલાકાત પૂર્વે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment