Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગર RTO સર્કલ પર ટ્રક-મોપેડ અકસ્માત:મોપેડ ચાલક મહિલાનું મોત, ટ્રક ચાલક પોલીસને સોંપાયો

    4 days ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-વિજાપુર રોડ પર આવેલા RTO સર્કલ પર આજે બપોરે ટ્રક અને મોપેડ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોપેડ ચાલક મહિલાનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું હતું. સ્થાનિકોએ ટ્રક ચાલકને પકડીને ગ્રામ્ય પોલીસને સોંપ્યો હતો, જેના આધારે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, હિંમતનગરના પાણપુર ચાર રસ્તે રહેતા 33 વર્ષીય શબનમબાનું પોતાની પ્લેઝર મોપેડ લઈને RTO સર્કલ પાસે આવેલા કડીવાલા પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા ગયા હતા. પરત ઘરે ફરતી વખતે, મોતીપુરા બાયપાસ રોડ પરથી ઈડર તરફ જઈ રહેલા એક ટ્રક સાથે સર્કલ પર તેમનો અકસ્માત થયો હતો. અકસ્માત બાદ શબનમબાનુંને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી. આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તેમને રિક્ષા મારફતે સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બીજી તરફ, અકસ્માતથી રોષે ભરાયેલા સ્થાનિકોએ ટ્રક ચાલકને પકડીને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો. હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એમ. ચૌધરીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, શબનમબાનું પેટ્રોલ ભરાવીને સર્કલ પર આવ્યા હતા અને ટ્રક ઈડર તરફ જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ગંભીર ઈજાઓને કારણે પ્લેઝર ચાલક શબનમબાનુંનું મોત થયું છે. પીઆઈએ ઉમેર્યું હતું કે જો હેલ્મેટ પહેર્યું હોત તો કદાચ તેમનો બચાવ થઈ શક્યો હોત. પોલીસે ટ્રક કબજે કરીને ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પત્ની જાતે પિયરમાં રહેવા જતી રહેતા કોર્ટનો ભરણપોષણનો ઇનકાર:અમદાવાદમાં કોર્ટે કહ્યું-માત્ર ભરણપોષણ લેવા અરજી, લગ્ન જીવનમાં રસ નથી; મહિને 45 હજાર માગ્યા હતા
    Next Article
    Rajkot Health Department | રાજકોટ મનપાનું આરોગ્ય વિભાગ એક્શનમાં | Gujarat | News 18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment