Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સતત બીજા દિવસે RTO દ્વારા ડ્રાઈવ:સ્કૂલ-કોલેજની બસોમાં ચેકિંગ દરમિયાન 22 વાહનો પાસેથી 1.20 લાખથી વધુનો દંડ વસુલ્યો

    1 week ago

    ભાવનગર RTO દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સતત બીજા દિવસે સ્કૂલ અને કોલેજમાં વપરાતી વાહનો સામે સઘન ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન નિયમોનો ભંગ કરતા વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આજરોજ સતત બીજા દિવસે શહેર ના સરદાર પટેલ સ્કૂલ, હિલ પાર્ક ચોકડી રોડ પાસે RTO ઇન્સ્પેક્ટર એમ.ટી. મકવાણા અને તેમની ટીમ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું, આ ડ્રાઈવમાં કુલ 22 જેટલા કેસ કરવામાં આવ્યા છે જેમાં ઓવર-પેસેન્જર ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓ, પરમિટનો ભંગ, ડ્રાઈવિંગ લાયસન્સનો અભાવ, વીમો ન હોવો, PUC અને ફિટનેસ સર્ટિફિકેટ ન હોવા જેવા ગંભીર પ્રકારના નિયમ ભંગ જોવા મળ્યા હતા, આ તમામ નિયમ ભંગ બદલ RTO વિભાગ દ્વારા અંદાજે રૂ.1.20 લાખ જેટલો દંડ વસૂલવામાં આવ્યો છે, આ અંગે આરટીઓ ઇન્સ્પેક્ટર એમ.ટી. મકવાણા જણાવ્યું હતું કે, આજે પણ કલેક્ટર તથા આરટીઓની સૂચનાઓ અનુસાર શહેરની વિવિધ સ્કૂલોમાં ચેકિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી., ​ચેકિંગ ઝુંબેશનો મુખ્ય ધ્યેય વિદ્યાર્થીઓની સેફ્ટી છે આ કન્સર્નને ધ્યાનમાં લઈને જે વાહનોમાં વિદ્યાર્થીઓનું પરિવહન થાય છે, તે તમામ પ્રકારના વાહનોમાં મોટર વાહન અધિનિયમ મુજબના દસ્તાવેજ છે કે કેમ, યાંત્રિક વાહનોની યાંત્રિક સ્થિતિ સારી છે કે કેમ પરમિટ કન્ડિશન તથા એવા ખાનગી વાહનો જેમાં વિદ્યાર્થીઓને બેસાડવાની પરમિશન ન હતી, તેવા તમામ પ્રકારના વાહનો વિરુદ્ધ આજે અમે ડ્રાઈવ ગોઠવી અને તેમને પેનલ્ટી ફટકારવામાં આવી છે ​અને આ ડ્રાઈવ અમારી સતત રોજે રોજ શહેરના અલગ અલગ જગ્યાએ શરૂ જ રહેવાની છે આથી અમે આપના માધ્યમથી વિદ્યાર્થીઓના માતા-પિતાને જણાવવા માંગીએ છીએ કે, નિયમ પ્રમાણેના દસ્તાવેજ, યાંત્રિક સ્થિતિ અને પરમિટ આ તમામ દસ્તાવેજની ખરાઈ કર્યા બાદ જ આપના વિદ્યાર્થીઓને, આપના બાળકોને શાળાએ ઉપયોગમાં જે પરિવહનનો ઉપયોગમાં લેવાના હોય, તો તેમના દસ્તાવેજની ખરાઈ કર્યા બાદ જ આપને બાળકને મોકલશો." RTOની આ કાર્યવાહીને પગલે સ્કૂલ અને કોલેજ સંચાલકોમાં વાહનોના કાગળો અને સુરક્ષાના માપદંડો પૂર્ણ કરવા અંગે દોડધામ મચી જવા પામી છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારની ચેકિંગ ડ્રાઈવ ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    આઉટસોર્સિંગ કર્મીઓ પાસેથી હિસાબી સત્તા પરત લેવાઈ:નાણાકીય ગેરરીતિ અટકાવવા આરોગ્ય વિભાગનો સરકારી હોસ્પિટલોને પરિપત્ર, કચેરીના વડા જવાબદાર ઠરશે
    Next Article
    જામનગરમાં નંબર પ્લેટ વગરના ડમ્પરે મહિલાને અડફેટે લીધી:પોલીસની હાજરીમાં ડ્રાઈવર-માલિક અને સ્થાનિકો વચ્ચે ઝપાઝપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment