Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર RTOએ સ્કૂલ વાહનોનું ચેકિંગ કર્યું:નિયમોનો ભંગ કરતા 12 વાહનો સામે દંડાત્મક કાર્યવાહી, બાળકોની સલામતી અંગે માર્ગદર્શન અપાયું

    1 week ago

    સુરેન્દ્રનગર RTOની ટીમે બાળકોની સલામતી સુનિશ્ચિત કરવાના હેતુથી 80 ફૂટ રોડ પર સ્કૂલ વાહનોનું આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. આ ઝુંબેશ અંતર્ગત વિદ્યાર્થીઓની હેરફેર કરતા સ્કૂલ વાન અને રીક્ષા સહિતના તમામ પરિવહન વાહનોની સઘન તપાસ કરવામાં આવી હતી. આ ચેકિંગ દરમિયાન નિયમોનો ભંગ કરતા કુલ 12વાહનો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. રોડ સેફ્ટી અને અન્ય કલમો હેઠળ આ વાહનો સામે દંડાત્મક પગલાં લેવાયા હતા. આ કામગીરી દરમિયાન RTO ઇન્સ્પેક્ટર ગણાત્રા અને વઘાસીયા દ્વારા વાહનચાલકોને બાળકોની સલામતી અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ પણ આપવામાં આવી હતી. RTO વિભાગ દ્વારા જણાવાયું છે કે આ ચેકિંગ ડ્રાઇવ આખો મહિનો ચાલુ રહેશે. આગામી દિવસોમાં જિલ્લાના તમામ તાલુકાઓમાં અલગ-અલગ ટીમો દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત, વાલીઓ અને સ્કૂલ સંચાલકો માટે જાગૃતિ સેમિનારનું આયોજન કરાશે. RTOએ સ્પષ્ટ કર્યું છે કે સ્કૂલ વાન તરીકેની ઓફિશિયલ પરમિટ વિના બાળકોની હેરફેર કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે. RTO દ્વારા વાહનચાલકોને નિયમોનું પાલન કરીને બાળકોનું ભવિષ્ય સુરક્ષિત બનાવવા અપીલ કરવામાં આવી છે. સ્કૂલ વાહનોમાં વેલિડ પરમિટ, ફિટનેસ પ્રમાણપત્ર, ઇન્સ્યોરન્સ, CCTV કેમેરા, ફાયર સેફ્ટી સાધનો, ફર્સ્ટ એઇડ કીટ અને સ્પીડ ગવર્નર જેવી બાબતો ફરજિયાત હોવી જરૂરી છે. બાળકોની સુરક્ષા એ સુદ્રઢ સમાજની ઓળખ હોવાથી, તમામ વાહનચાલકો અને સ્કૂલ વહીવટી તંત્રને નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડના અમિષાબેન શાહે 50 વખત રક્તદાન કર્યું:મહિલાઓ માટે પ્રેરણા, 100 વખત રક્તદાનનો સંકલ્પ લીધો
    Next Article
    Narmada pipeline News | ભુજના માધાપર માર્ગ પર નર્મદા પાઇપલાઇનમાં ભંગાણ | Kutch | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment