Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એનાલિસિસ‎:અરવલ્લીમાં RTE હેઠળ પ્રથમ રાઉન્ડમાં 782 બાળકોને પ્રવેશ ફાળવ્યો,166 અરજીઓ રદ

    9 hours ago

    અરવલ્લીમાં RTE એક્ટ હેઠળ ધો. 1 થી 8 માં પ્રથમ રાઉન્ડમાં 782 બાળકોને પ્રવેશ ફાળવ્યો છે. જ્યારે 166 જેટલી અરજીઓ ફોર્મમાં અને જન્મ તારીખના દાખલામાં જન્મ તારીખ અલગ અલગ હોય, આવકનો દાખલો ત્રણ વર્ષ અગાઉનો હોય અને ઘરેથી સ્કૂલનું અંતર છ કિલોમીટર કરતાં વધુ હોય સહિતના કારણોસર અરજીઓ રદ કરવામાં આવી છે. આ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નૈનેશ દવેએ જણાવ્યું હતું કે પ્રવેશમાં ગેરરીતિ કરનાર વાલીઓ સામે કડક કાર્યવાહી કરાશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ખોટા એફિડેવિટ, ભાડા કરાર કે ઓછી આવકના પ્રમાણપત્રો રજૂ કરી પ્રવેશ મેળવનાર વાલીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરાશે. પ્રથમ રાઉન્ડમાં તા. 12 સુધીમાં જે તે શાળામાં જઇ પ્રવેશ મેળવી લેવાનો રહેશે. ચાલુ વર્ષે RTEમાં ધોરણ-1 થી 8 માં પ્રવેશ માટે અરવલ્લી જિલ્લામાંથી કુલ 2427 અરજીઓ મળી હતી. જેમાંથી ચકાસણી બાદ 1666 અરજીઓ એપ્રુવ કરાઇ હતી. જિલ્લાની વિવિધ શાળાઓમાં પ્રથમ રાઉન્ડમાં 782 બાળકોને શાળાઓમાં પ્રવેશ ફાળવાયો છે. તાલુકા મુજબ જોતાં સૌથી વધુ અરજીઓ મોડાસા તાલુકામાંથી કુલ 433 અરજીઓ મળી હતી. જ્યારે સૌથી ઓછી 369 અરજીઓ માલપુર તાલુકામાંથી આવી છે. DPEOએ જણાવ્યું કે આ વખતે આરટીઈની પ્રવેશ પ્રક્રિયા બાબતે તંત્ર ખાસ સતર્ક છે. ભૂતકાળમાં કેટલાક વાલીઓએ ખોટા ભાડા કરાર બનાવી કે આવક ઓછી બતાવી લાભ લીધાના કિસ્સા સામે આવ્યા હતા. આથી આ વર્ષે દરેક એપ્રુવ થયેલી અરજીની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાશે. જો તપાસ દરમિયાન કોઈ વાલીએ ખોટા દસ્તાવેજોના આધારે પ્રવેશ મેળવ્યો હોવાનું સાબિત થશે તો તાત્કાલિક અસરથી બાળકનું એડમિશન રદ કરાશે.
    Click here to Read More
    Previous Article
    ‘એક કા ડબલ’ રેકેટ:250 લોકો સાથે રોકાણના બહાને રૂ. 10 કરોડની ઠગાઈ
    Next Article
    WFH, No Foreign Weddings: PM Calls For 'Covid-Era Measures' To Fight Crisis

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment