Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    RTE હેઠળ પ્રવેશનો ધમધમાટ:3,675 અરજીઓ માન્ય, 12 મે સુધીમાં પ્રવેશ લેવો અનિવાર્ય

    6 days ago

    મહેસાણા જિલ્લામાં શિક્ષણ અધિકાર અધિનિયમ હેઠળ ગરીબ અને વંચિત જૂથના બાળકોને પ્રતિષ્ઠિત ખાનગી શાળાઓમાં પ્રવેશ અપાવવા માટે વાલીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન જિલ્લામાં આરટીઈ હેઠળ પ્રવેશ મેળવવા માટે કુલ 5,202 જેટલી મોટી સંખ્યામાં અરજીઓ નોંધાઈ હતી. આ તમામ અરજીઓની ચકાસણી કર્યા બાદ વહીવટી તંત્ર દ્વારા 3,675 અરજીઓને માન્ય રાખવામાં આવી છે. 1,088 અરજી અમાન્ય બીજી તરફ નિયત કરવામાં આવેલા જરૂરી દસ્તાવેજોના અભાવે અથવા શરતો પૂર્ણ ન થતી હોવાને કારણે 1,088 અરજદારોની અરજીઓ અમાન્ય ઠરી છે, જ્યારે અન્ય 439 અરજીઓ વિવિધ ટેકનિકલ કારણોસર રદ્દ કરવામાં આવી છે. સરકારના ધારાધોરણ મુજબ, આરટીઈ એક્ટ અંતર્ગત ખાનગી શાળાઓમાં 25 ટકા બેઠકો અનામત રાખવામાં આવે છે, જેમાં લાયક ઠરેલા બાળકોને તેમના ઘરની નજીક આવેલી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવશે. ‘ક્રાઈટેરિયા પૂર્ણ ન થતા અરજીઓ રિજેક્ટ’ આ અંગે વિગતો આપતા મહેસાણાના પ્રાથમિક શિક્ષણાધિકારી શરદ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં મળેલી કુલ 5,202 અરજીઓમાંથી 3,675 અરજીઓ એપ્રૂવ કરવામાં આવી છે. જે બાળકોની અરજીઓ રિજેક્ટ થઈ છે, તેની પાછળ મુખ્યત્વે આરટીઈના નક્કી કરેલા ક્રાઈટેરિયા પૂર્ણ ન થતા હોવાનું કારણ જવાબદાર છે. આ કાયદા હેઠળ બાળકોને ઘરની નજીક આવેલી ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ મેળવવાનો મોટો ફાયદો મળે છે. ‘12 મે સુધીમાં નિયત શાળામાં પ્રવેશ સુનિશ્ચિત કરવો’ તંત્ર દ્વારા વધુમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, જે બાળકોને શાળાની ફાળવણી થઈ ગઈ છે અને જેમની અરજીઓ માન્ય છે, તેમણે આગામી 12મી મે સુધીમાં નિયત થયેલી શાળામાં જઈને પોતાનો પ્રવેશ સુનિશ્ચિત કરી લેવાનો રહેશે. જો નિર્ધારિત સમયમર્યાદામાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવામાં નહીં આવે, તો આરટીઈ એક્ટ હેઠળ પ્રવેશ મેળવવાનો બાળકનો હક્ક આપોઆપ રદ્દ થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    ઓપરેશન સિંદૂરનું એક વર્ષ, સેના બોલી- આતંકવાદથી લડતા રહીશું:એર માર્શલ અવધેશ ભારતીએ કહ્યું- સુનિશ્ચિત કરીશું કે આવો હુમલો બીજીવાર ન થાય
    Next Article
    રાજકોટમાં છેવાડાના વિસ્તારો ટેન્કર ભરોસે:ઉનાળાનાં પ્રારંભે જ વોર્ડ નં-11, 12 અને 18 ના અનેક વિસ્તારોમાં પાણીનો પોકાર, તંત્રની નલ સે જલ યોજના સામે સવાલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment