Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    RSS અને RAWના પાટિયા પાડી દેવાનું ષડયંત્ર:ભાગવતના US પ્રવાસ પહેલા મહા વિવાદ, ડો. મહમૂદે ટ્રમ્પ પાસે કેમ કર્યું વેન? જાણો હિડન રિયાલિટી

    7 hours ago

    શું અમેરિકા RSS અને ભારતની ખૂફિયા એજન્સી RAW પર પ્રતિબંધ મૂકવા જઈ રહ્યું છે? તમને થશે આ કેવો સવાલ છે? પણ આ સવાલ અત્યારે દેશ અને દુનિયામાં હોટ ટોપિક બની ગયો છે... આવું એટલા માટે કારણ કે અમેરિકાની એક સરકારી હ્યુમન રાઈટ કમિટીએ અચાનક જ ભારતની આ મોટી સંસ્થાઓને ટાર્ગેટ કરી છે. પણ આ કમિટીનું નામ હ્યુમન રાઈટ છે, તેની પાછળ કેવી મોટી ગેમ ચાલી રહી છે અને શું અમેરિકામાં આરએસએસ પર બેન લાગી જશે? ચાલો વિગતે વાત કરીએ ભારતીય જાસૂસી સંસ્થા RAW પર ઉછાળેલા કાદવ અને સર સંઘચાલક મોહન ભાગવતના વિદેશ પ્રવાસ પહેલા આ સંસ્થાએ શરૂ કરેલા બખેડાની. નમસ્કાર... તો આખી વાત કંઈખ એવી છે કે અમેરિકામાં એક સરકારને ધર્મ મામલે સૂચનો આપે એવી એક બોડી છે, જેનું નામ છે યુનાઈટેડ સ્ટેટ્સ કમિશન ઓન ઈન્ટરનેશનલ રિલીજિયસ ફ્રીડમ. સાવ શોર્ટમાં આને USCIRF કહેવાય છે. ભારતમાં આ નામ એટલા માટે ફેમસ નથી કારણ કે હકિકતમાં આ સંસ્થા ભલામણો સિવાય કંઈ કરી શકતી નથી અને તેનો ઈતિહાસ પર વિવાદિત રહ્યો છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, રો, ચીન, રશિયા વગેરે વિશે કંઈક આડું-અવળું છાપીને હેડલાઈનમાં પોતાનું નામ શોધતી આ સંસ્થા છે. 100 પાનાના રિપોર્ટમાં પાના નંબર 28 પર તેણે ભારત વિરોધી ઝેર ઓકતા લખ્યું છે કે, અહીં એક વસ્તુ ડાયમંડની જેમ ક્લિયર સમજી લેવી કે ભલામણ છે, કમિશન કહી દે એટલે અમેરિકન સરકાર એવું જ કરે એ જરૂરી નથી. હવે ફટાફટ આ સંસ્થા વિશે પણ માહિતી મેળવી લઈએ… આ સંસ્થાને કેમ પેટમાં દુઃખે છે? પણ સવાલ થાય કે આ સંસ્થાને શું પેટમાં દુઃખે છે કે તેણે ભારતની આટલી મોટી બે સંસ્થાઓ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી? તો તેણે આરોપ લગાવ્યો છે કે ભારતમાં લઘુમતિ ધર્મો પર હુમલાઓ થઈ રહ્યા છે તેની પાછળ આરએસએસ અને તેની વિચારધારા જવાબદાર છે. સામેની બાજુ રો પર આક્ષેપો કર્યા છે કે, ભારતની જાસૂસી સંસ્થા RAW વિદેશી ધરતી પર બેસીને ભારત વિરોધી અવાજો દબાવવાનું કામ કરે છે. તો એવામાં આપણને સવાલ થાય કે અચાનક અત્યારે જ અમેરિકાની આ સંસ્થાને ભારત કેમ યાદ આવ્યું? તો જવાબ છે કે ઈન્ટરનેશનલ પોલિટિક્સમાં આ રિપોર્ટ ટાઈમિંગ વગર નથી આવ્યો. આ રિપોર્ટ પાછળ સીધું કનેક્શન જોડાયેલું છે, RSSના સર સંઘચાલક મોહન ભાગવતની અમેરિકા પ્રવાસનું. ભાગવતની વિદેશ મુલાકાતનો શેડ્યૂઅલ આજથી પાંચ દિવસ પછી ભાગવત અમેરિકા, કેનેડા અને બ્રિટનની મુલાકાત લેવાના છે. 29 ઓગસ્ટે ન્યૂયોર્કના ફેમસ મેડિસન સ્વેર ગાર્ડનમાં યુનિવર્સલ વનનેસ સેલિબ્રેશન નામનો એક મોટો પ્રોગ્રામ પણ કરવાના છે. આ જગ્યાનું નામ પડતા તમારા મગજમાં કંઈક યાદ આવવા લાગ્યું હશે હે ને? જી હાં! આ એ જ જગ્યા છે જ્યાં પ્રધાનમંત્રી મોદીએ હજારો લોકોની વચ્ચે 2014માં હિસ્ટોરિકલ સ્પીચ આપી હતી. પણ ભાગવતના પ્રવાસ પર પાછા આવીએ તો લગભગ 5 હજારથી વધુ ભારતીય મૂળના નાગરિકો આ પ્રોગ્રામમાં આવવાના છે. આ પ્રોગ્રામ પણ કોઈ અચાનક નથી થતો, RSS પોતાના 100 વર્ષ પૂરું કરવાનું છે તેને ધ્યાને રાખીને આ કાર્યક્રમ થવાનો છે. ખરેખરમાં તો એકરીતે એવું કહી શકાય કે ભારત પછી હવે RSS વર્લ્ડ લેવલે પોતાની પકડ બનાવી રહ્યું છે. આક્ષેપ અને ટાઈમિંગનો આખો ખેલ સમજો બરોબર આ સમયે, ભાગવતની વિઝિટના ગણતરીના દિવસો પહેલા જ USCIRFનો આ રિપોર્ટ આવ્યો છે. આ સંયોગ છે કે સંજોગ તે સમજ દર્શકો પર છે. ખેર, આ બધું કરવા પાછળ કમિશનનો પ્લાન છે કે ગમે તેમ કરીને ભાગવતનો પ્રવાસ અમેરિકામાં અટવાય કે ભાગવતના હવનમાં હાડકા નખાય. આવું થાય તો બનવા માટે બની શકે કે અમેરિકાની ટ્રમ્પ સરકાર ભાગવતનો પ્રોગ્રામ ન થાય તેના માટે સરકારી દબાણ લાવે. પણ એક જાગૃત વ્યક્તિ તરીકે તમારે એ પણ જાણી લેવું જોઈએ કે આવું કંઈ થવાનું નથી. હવે વાત થાય કે આ રિપોર્ટ બનાવનાર મહાશય કોણ છે? તો ભાઈ અહીંથી જ આખી ગેમમાં જોરદાર ટ્વિસ્ટ આવે છે. વાત કંઈક એવી છે કે USCIRFના હાલના ચેરમેન છે ડોક્ટર આસિફ મહમૂદ. આ ભાઈ ભલે અત્યારે અમેરિકાના કેલિફોર્નિયામાં રહે પણ તેના મૂળિયા પાકિસ્તાની છે. ઈન્ફોગ્રાફિક્સથી તેનો ફટાફટ પરિચય મેળવી લઈએ... બદનામીના ષડયંત્ર પાછળ પાકિસ્તાની મૂળિયાં હવે તમે આખી ગેમ સમજી ગયા હશો કે ભાઈ આ કેમ થઈ રહ્યું છે? આ બધુ અમેરિકાએ નહીં પણ પાકિસ્તાની મૂળના આ ડોક્ટરની મનની ઊપજ છે. આસિફ મહમૂદ જેવા પાકિસ્તાની મૂળના વ્યક્તિ અહીં બેઠા હોય તો અમેરિકામાં ભારત વિરોધી માનસિકતાના મૂળિયાં ઊંડા થવાનો એક ચાન્સ પણ મૂકે ખરા? USCIRFએ પહેલીવાર આવું નથી કર્યું! પણ આ કંઈ પહેલીવાર નથી કે અમેરિકાની કોઈ કમિટીએ ભારત સામે ઝેર ઓક્યું હોય. 2020થી લઈને અત્યાર સુધીમાં દર વર્ષે USCIRF સંસ્થાએ પોપટની જેમ સતત એક જ રટ લગાવીને રાખી છે કે ભારતને અમેરિકા ધાર્મિક બાબતોમાં બ્લેકલિસ્ટ જાહેર કરે. પણ ભારત સરકારે ક્યારેય આ કમિટીના રિપોર્ટને એક આઠાનીનો પણ ભાવ નથી આપ્યો.. તમને જાણીને નવાઈ લાગશે પણ હાલની સરકાર તો ઠીક છેક મનમોહન સિંઘ સરકાર વખતથી ભારતે આ કમિટીના લોકોને દેશમાં આવવા માટે વિઝાની જ ના પાડી દીધી છે. આપણે આવા લોકોને એ લાયક જ નથી માનતા કે આપણું મૂલ્યાંકન કરી જાય.. જ્યારે ભારતે ઉડાવ્યા USCIRFના લીરાં! હમણાની જ વાત કરીએ તે માર્ચ મહિનામાં ભારતના 275થી વધુ પૂર્વ જજીસ, નિવૃત આર્મી અને IAS અધિકારીઓએ ભેગા મળીને આ સંસ્થાના રિપોર્ટના લીરેલીરા ઉડાવી દીધા હતા. તેમણે આ કમિટીને મોઢા પર કહી દીધું કે જો ભારતમાં લઘુમતિ ધર્મ પર અત્યાચાર થતો હોય તો 1951માં જે વસ્તી ગણીને 9.8 ટકા પર હતી એ 2011માં 14.2 ટકાએ કેવી રીતે પહોંચી ગઈ? બીજી બાજુ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં હિંદુઓની વસ્તી સતત ઘટી રહી છે તો ત્યાં USCIRFના મોઢામાં કેમ મમરા ભરાઈ જાય છે? RSS અને RAWને બદનામ કરવા રૂપિયા ખવડાવ્યા? પણ આ આખા મામલાને જો એક સ્ટેપ ઉપર જઈને બિગર કેનવાસમાં જોઈએ તો અમેરિકામાં લોબિંગ નામના ધંધાનો એક મોટો ખેલ ચાલે છે. ઈન્ટ્રેસ્ટિંગલી આ બિઝનેસ લીગલ પણ છે, અહીં પૈસા આપીને તે તમારા હિતમાં તમારા મન મરજી મુજબના નેરેટિવ સેટ કરી શકો છો. IAMC એટલે કે ઈન્ડિયન અમેરિકન મુસ્લીમ કાઉન્સિલ જેવી સંસ્થાઓ, જેના તાર જમાત એ ઈસ્લામી જેવી આતંકી કે કટ્ટરપંથી સંસ્થાઓ સાથે જોડાયા હોવાના આક્ષેપો થયા છે તે અમેરિકામાં બેસીને ભારત સામે ડોલરનો વરસાદ કરીને લોબિંગથી પ્રોપોગેન્ડા ફેલાવે છે. આવી કટ્ટરપંથી સંસ્થાઓના દબાણમાં આવીને જ USCIRF આવા રિપોર્ટ કાઢતી હોવી જોઈએ. અને USCIRFના ડબલ સ્ટાન્ડર્ડ તો જુઓ! અમેરિકામાં જ છેલ્કા ઘણા સમયથી હિન્દુ મંદિરો પર હુમલા અને તોડફોડ થાય છે, પણ આ કમિટીની મજાલ છે જો આ મામલે ચૂં પણ કરે. એકવાર તો આપણા વિદેશ મંત્રાલયના રણધીર જયસ્વાલે આ સંસ્થાને રોકડું પરખાવ્યું હતું કે ભાઈ બીજા દેશોને ઉપદેશો આપવા કરતાં તમે તમારા ઘરમાં ધ્યાન આપો તો વધું સારું. બીજા કેટલા દેશો સામે પ્રોપોગેન્ડા ચલાવ્યો? અને ખાલી ભારત જ નહીં હોં! USCIRFએ ઘણા દેશો સામે પોતાના પ્રોપોગેન્ડા ચલાવ્યા છે. આફ્રિકાનો એક દેશ છે નાઈજિરિયા એની પાછળ તો આ સંસ્થા હાથ ધઈને પડી હતી અને અમેરિકાની સરકારને પ્રેશરમાં લાવીને નાઈજિરિયામાં પ્રતિબંધો મૂકાવ્યા હતા. પણ મજાની વાત તો એ છે કે નાઈજિરિયાના જ લોકલ મુસ્લીમ નેતાઓએ USCIRFના આક્ષેપોનો જબરો વિરોધ કરતા કહ્યું હતું કે પશ્ચિમી દેશો અમારી ઘરની વાતોમાં માથા ન મારે તો વધારે સારું.… USCIRFએ અગાઉ, ચીન, રશિયા, ઈરાન, અફઘાનિસ્તાન અને સુદાન જેવા દેશો પર પણ કીચડ ઉછાડવાનો પ્રયાસ કર્યો છે. જો કે આ રિપોર્ટથી કંઈ ઉકળ્યું ન હતું એ વસ્તું અલગ છે. શું અમેરિકામાં RSS પર બેન લાગી જશે? ને આ બધુ જાણ્યા પછી હવે તમારા મનમાં સવાલો ઘૂમતા હશે કે શું અમેરિકા ખરેખર સંઘ અને રો પર બેન લગાવી દેશે? તો ભાઈ ચિંતા ન કરો, એવું કંઈ નહીં થાય અને નથી ભૂતકાળમાં એવું કંઈ થયું. USCIRF ભલે ગમે એટલા ધમપછાડા કરી લે પણ કાયદાની રીતે તો તેની પાસે કોઈ સત્તા જ નથી કે કોઈ દેશ પર કે ત્યાંની સંસ્થા કે નેતા પર પગલા લઈ શકે. આ ખાલી અમેરિકાની એક સલાહ આપતી જ સંસ્થા છે. કોના પર પગલા લેવા અને ન લેવા તો અમેરિકાની સરકાર અને વિદેશ મંત્રાલય જ જોડે બેસીને નિર્ણયો લે છે. અમેરિકાને ભારતની ગરજ આપણી જ વાત કરીએ તો અમેરિકાને આપણી ગરજ છે, ભલે ભારત પર ટેરિફનું ઠીકરું ફોડીને બીજા દેશને ધમકાવવાના અમેરિકા ખેલ કરે પણ ચીન સામે જો અમેરિકાને ફેણ ચડાવવી હોય તો ભારતની જરરૂ પડે જ. આવા સમયે રો કે પછી સંઘ પર બેન મૂકવાનું સ્યુસાઈડલ સ્ટેપ અમેરિકા લેવાની હિંમત પણ ન કરી શકે. અને જો ભૂલથી પણ આવું થાય તો પછી અમેરિકા તેની કિંમત પણ સારી રીતે જાણે છે. એટલા માટે જ સંઘના પ્રમુખના અમેરિકા પહેલા જ આ વિવાદ ચગાવવો એ કોઈ સંયોગ નથી પણ અમુક લેભાગુ તત્વોનો શરમજનક પ્રયાસ છે જે ક્યારેય સફળ નહીં થાય. અને છેલ્લે... ઈતિહાસમાં એકવાર સંઘ પર હકિકતમાં પ્રતિબંધ લદાયો હતો. જો કે લગભગ સત્તરેક મહિના પછી એ પાછો હટાવી લેવાયો હતો. આ પ્રતિબંધ લગાવનાર વ્યક્તિ હતા, સરદાર વલ્લભભાઈ પટેલ. સોમવારથી શુક્રવાર સાંજે 7 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચ: સમીર પરમાર | Samir Parmar)
    Click here to Read More
    Previous Article
    CJP Protest में पुलिस वैन रोकने वाली Riya Ahir क्यों पहुंची थाने? Riya Ahir FIR Withdrawal Appeal
    Next Article
    ટીચરે માર માર્યો, બાળકે ખોળામાં પડીને દમ તોડ્યો, શોકિંગ VIDEO:પરિવારનો દાવો- ડરના લીધે 6 વર્ષના બાળકને હાર્ટ એટેક આવ્યો, વિશાખાપટ્ટનમનો કિસ્સો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment