Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    RSSના લોકોએ મારા ઉપર હુમલો કર્યો:દીપકેએ કહ્યું- જે તેમની વિરુદ્ધ, તેનું આ જ પરિણામ; કોકરોચ પાર્ટીના ફોલોઅર્સ 2.27 કરોડથી 2.25 કરોડ થયા

    3 दिन पहले

    કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક અભિજીત દીપકે મંગળવારે આરોપ લગાવ્યો કે જયપુરમાં તેમના પર થયેલા હુમલામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSS ના લોકોનો હાથ હતો. હાલ દીપકે નાગપુરમાં છે. અહીં 4 વાગ્યે સંવિધાન ચોક પર પાર્ટીનું પ્રદર્શન છે. તેમણે કહ્યું- ‘જ્યારે પણ કોઈ સરકાર કે તેની વિચારધારા વિરુદ્ધ બોલે છે, ત્યારે આવું જ થાય છે. આમાં કંઈ નવું નથી.’ ગઈકાલે એટલે કે 15 જૂને કોકરોચ જનતા પાર્ટીએ જયપુરમાં પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન ભીડમાં સામેલ યુવકોએ દીપકેને લાફા માર્યા હતા. બીજી તરફ, CJPના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 2 લાખ ફોલોઅર્સ ઓછા થઈ ગયા છે. 16 જૂને પાર્ટીના ઇન્સ્ટાગ્રામ પર 2.25 કરોડ ફોલોઅર્સ છે. 6 જૂને દિલ્હીમાં CJP ના પ્રથમ પ્રદર્શન પહેલા ઇન્સ્ટાગ્રામ પર 2.21 કરોડ ફોલોઅર્સ હતા. બીજા દિવસે 7 જૂને 24 કલાકની અંદર 2.27 કરોડ ફોલોઅર્સ થઈ ગયા હતા. કોકરોચ જનતા પાર્ટી NEET પેપર લીક, CBSE પરીક્ષામાં ગડબડી અને શિક્ષણ વ્યવસ્થા સાથે જોડાયેલા મુદ્દાને લઈને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગી રહી છે. આ માટે દેશભરમાં પ્રદર્શન કરી રહી છે. નાગપુરમાં સુરક્ષા સઘન, સમગ્ર શહેરમાં 640 પોલીસકર્મી તૈનાત જયપુરની ઘટના બાદ નાગપુરમાં CJPના પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થવાની શક્યતા છે. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રદર્શનમાં 2,000થી વધુ યુવાનો સામેલ થઈ શકે છે. પોલીસે શહેરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દીધી છે. 4 ડીસીપી, 3 એસીપી, 18 પોલીસ નિરીક્ષક, 45 એપીઆઈ અને સબ-ઇન્સ્પેક્ટર, 470 પુરુષ અને 170 મહિલા પોલીસકર્મીઓની ડ્યુટી લગાડવામાં આવી છે. બે રમખાણ નિયંત્રણ પ્લાટૂન (RCP) પણ સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે. પોલીસ કમિશનર રવિન્દ્રકુમાર સિંઘલે જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા બગાડવાના કોઈપણ પ્રયાસ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જયપુરમાં યુવકોએ દીપકેનો કોલર પકડ્યો, હુમલો કર્યો જયપુરમાં સોમવારે કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ દીપકેને ખભા પર ઉંચકી રાખ્યા હતા. આ દરમિયાન કેટલાક યુવકો ભીડને ચીરીને તેમની પાસે પહોંચ્યા, કોલર પકડીને લાફા મારી દીધા. ઘટના બાદ સ્થળ પર અફરાતફરી મચી ગઈ અને તણાવ વધી ગયો. ગુસ્સે થયેલા કાર્યકરોએ હુમલાખોરોને ઘેરીને માર માર્યો, કોઈક રીતે પોલીસે હુમલાખોરોને પકડ્યા. પોલીસે રોહિત શર્મા, રાકેશ ગુર્જર, અજય શર્મા, કુલદીપ સિંહ શેખાવત અને નિકેતને શાંતિભંગના આરોપમાં ધરપકડ કરી છે. આરોપીઓનું કહેવું છે કે તેઓ દીપકેના સોશિયલ મીડિયા પર આપેલા નિવેદનો અને CJPની કાર્યશૈલીથી નારાજ હતા. આ દરમિયાન દીપકે NEET પેપર લીકના કારણે આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓની યાદમાં બે મિનિટનું મૌન રખાવ્યું, જે બાદ સ્થિતિ સામાન્ય થઈ. દીપકે પોતાના પર થયેલા હુમલાને લોકશાહી પર હુમલો ગણાવ્યો. CJPનું અત્યાર સુધી 7 શહેરોમાં પ્રદર્શન, તસવીરો જુઓ… જયપુર, રાજસ્થાન (15 જૂન)- યુવકોએ દીપકેને લાફા માર્યા બેંગલુરુ, કર્ણાટક (14 જૂન)- વરસાદ વચ્ચે પ્રદર્શન, અભિનેતા પ્રકાશ રાજ પહોંચ્યા હૈદરાબાદ, તેલંગાણા (14 જૂન)- વાંગચુક જોડાયા 13 જૂન: પંજાબના અમૃતસરમાં ભગત સિંહની તસવીર લઈને પહોંચ્યા 12 જૂન: દીપકે યુપીના લખનઉમાં બંધારણનું પુસ્તક લઈને આવ્યા 11 જૂન: પુણેમાં પ્રદર્શન દરમિયાન સોનમ વાંગચુક પણ સામેલ થયા 6 જૂન: દિલ્હીના જંતર-મંતર પર દીપકે આંબેડકરનો ફોટો હાથમાં ઉઠાવ્યો CJIની ટિપ્પણી બાદ બની CJP, યુવાનોને કોકરોચ કહ્યા હતા કોકરોચ જનતા પાર્ટી (CJP)ની શરૂઆત ચીફ જસ્ટિસ સૂર્યકાંતની એક ટિપ્પણી બાદ થઈ. 15 મેના રોજ એક કેસની સુનાવણી દરમિયાન તેમણે કહ્યું હતું કે કેટલાક બેરોજગાર યુવાનો કોકરોચ જેવા હોય છે, જેઓ બાદમાં મીડિયા, સોશિયલ મીડિયા કે RTI એક્ટિવિસ્ટ બનીને સિસ્ટમ પર હુમલો કરે છે. આ ટિપ્પણીના બીજા દિવસે, 16 મેના રોજ અમેરિકામાં રહેતા અભિજીત દીપકેએ CJPની શરૂઆત કરી અને સોશિયલ મીડિયા પર પાર્ટીના એકાઉન્ટ બનાવ્યા. 22 મેના રોજ તેમણે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી સાથે એક ઓનલાઈન અરજી શરૂ કરી, જેને 8 લાખથી વધુ લોકોનું સમર્થન મળવાનો દાવો કરવામાં આવ્યો હતો. CJP બન્યાના માત્ર 26 દિવસમાં ઇન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સ 2.27 કરોડ સુધી પહોંચી ગયા છે. આ સંખ્યા ભાજપના 94 લાખ અને કોંગ્રેસના 1.37 કરોડ ફોલોઅર્સ કરતાં વધુ છે. X પર CJPના 2.75 લાખ ફોલોઅર્સ છે.
    Click here to Read More
    Previous Article
    આવતીકાલે રંભા ત્રીજ:સુખી વૈવાહિક જીવન અને સૌભાગ્યની કામનાથી કરવામાં આવે છે વ્રત, જાણો પૂજાની વિધિ
    Next Article
    સોના-ચાંદીની હજારથી વધુ શ્રીરામ શિલા ગુમ થયાનો દાવો:સૌથી મોંઘી મોરેશિયસથી આવેલી, મુંબઈના વેપારીએ હીરાજડિત શિલા દાન કરેલી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment