Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રિ-એપ્રુવ્ડ લોનના નામે ₹9.61 કરોડની ઠગાઈ:દર મહિને 10% વળતરની લાલચ આપી રોકાણકારોને લૂંટનાર હાર્દિક તન્ના ઈન્દોરથી ઝડપાયો

    19 hours ago

    રાજકોટમાં ડેબિટ કાર્ડ પરની પ્રિ-એપ્રુવ્ડ લોનની લોભામણી સ્કીમ બતાવી રોકાણકારો પાસેથી દર મહિને 10 ટકા જેટલા ઊંચા વળતરની લાલચ આપી 9.61 કરોડ રૂપિયાની જંગી છેતરપિંડી આચરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. કોઠારીયા રોડ સ્થિત આનંદનગર કોલોનીમાં રહેતા અને ફેબ્રિકેશનનો વ્યવસાય કરતા વેપારી સાગરભાઈ મોરવાડીયા તેમજ તેમના સંબંધીઓ સહિત કુલ 11 લોકો સાથે આ આર્થિક ઠગાઈ આચરવામાં આવી હતી. ભોગ બનનારની ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસે ગુજરાત પ્રોટેક્શન ઓફ ઈન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ (GPID) એક્ટ અને છેતરપિંડીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની મધ્યપ્રદેશના ઈન્દોર ખાતેથી ધરપકડ કરી છે. શરૂઆતમાં 20% વળતર ચૂકવી વિશ્વાસ કેળવ્યો રાજકોટ એસીપી બી.જે. ચૌધરીના જણાવ્યા અનુસાર, વર્ષ 2022 માં ફર્નિચરની દુકાનમાં નોકરી કરતા આરોપી હાર્દિક તુલસીદાસ તન્નાનો પરિચય ફરિયાદી સાગરભાઈ સાથે થયો હતો. આરોપીએ પ્રિ-એપ્રુવ્ડ લોન સ્કીમની સમજ આપી શરૂઆતમાં નાની રકમ પર 20 ટકા જેટલું ઊંચું વળતર નિયમિત ચૂકવીને ફરિયાદીનો સંપૂર્ણ વિશ્વાસ જીતી લીધો હતો. ભરોસો બેસી જતાં સાગરભાઈએ પોતાની આજીવન બચત, પર્સનલ લોન અને મકાન મોર્ગેજ મૂકીને કુલ 2.70 કરોડ રૂપિયા આરોપીને સોંપી દીધા હતા. 'દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝ' નામે આલીશાન ઓફિસ ખોલી 11 લોકોને જાળમાં ફસાવ્યા પોતાની છેતરપિંડીની જાળ વધુ મજબૂત કરવા માટે આરોપી હાર્દિકે ઓક્ટોબર 2023 માં શીતલપાર્ક સર્કલ નજીક આર.કે. વર્લ્ડ ટાવરમાં 'દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝ' નામે એક આલીશાન ઓફિસ શરૂ કરી હતી. ભવ્ય ઉદ્ઘાટન પ્રસંગ યોજીને તેણે ફરિયાદીના 7 કૌટુંબિક ભાઈઓ અને મિત્રો મળીને કુલ 11 લોકોને પોતાની સ્કીમમાં સામેલ કર્યા હતા. આરોપીએ વિશ્વાસ જાળવી રાખવા શરૂઆતમાં બેંક ખાતા મારફતે વળતર પેટે 3.61 કરોડ રૂપિયા ચૂકવ્યા પણ હતા, પરંતુ એકવાર મોટી મૂડી એકત્ર થઈ જતાં તેણે અચાનક વળતર અને મુદ્દલ રકમ પરત કરવાનું સંપૂર્ણ બંધ કરી દીધું હતું. 15 લાખનું દેવું ચૂકવવા આખું ષડયંત્ર રચ્યું રોકાણકારો દ્વારા વારંવાર નાણાંની માંગણી કરવામાં આવતાં આરોપીએ હાથ ઊંચા કરી પૈસા આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. ઠગાઈનો ભોગ બનેલા નાગરિકોએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ તેજ કરી આરોપી હાર્દિક તન્નાને મધ્યપ્રદેશના ઈન્દોર શહેર ખાતેથી ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તેના પર 15 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હોવાથી તે ચૂકવવા માટે તેણે આ સમગ્ર છેતરપિંડીની યોજના ઘડી હતી. હાલ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી કૌભાંડના નાણાં ક્યાં રોકવામાં આવ્યા છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ખેડૂતોના વિવિધ પ્રશ્નો ઉકેલવા કલેક્ટરને કરાઈ રજૂઆત:વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ તાલુકામાં સૌની યોજનાનું પાણી છોડવા ઉઠેલી માંગ: ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા અને યુવરાજસિંહ જાડેજા ખેડૂતો સાથે પહોંચ્યા કલેક્ટર કચેરી
    Next Article
    મહેસાણાના નુગર ગામના યુવકનો ઊંડા પાણીમાં ગરકાવ:દીકરાના મોતથી માતાનું હૈયાફાટ રૂદન, ત્રણ મહિનામાં બે ભાઈઓના મોતથી પરિવારમાં શોક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment