Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કપુરાઈ પોલીસ મથક વિસ્તારમાં પીસીબીનો સપાટો:મા શક્તિ ટ્રાવેલ્સમાંથી ₹9.24 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, ક્લીનરની ધરપકડ, ડ્રાઇવર સહિત 3 વોન્ટેડ

    1 day ago

    વડોદરા શહેર પીસીબી પોલીસે બાતમીના આધારે કપુરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 'મા શક્તિ ટ્રાવેલ્સ'ની બસમાંથી ₹9.24 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. મધ્યપ્રદેશના ઇન્દોરથી લાવવામાં આવી રહેલા આ જથ્થા સાથે પોલીસે બસના ક્લીનરની ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં બસ અને દારૂ સહિત કુલ ₹24.29 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે બસ ડ્રાઈવર સહિત 3 શખસને વોન્ટેડ જાહેર કરાયા છે. બનાવટી ખાનાઓમાંથી દારૂની 2,857 બોટલ મળી આવી પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઇન્દોરથી વડોદરા આવી રહેલી 'મા શક્તિ ટ્રાવેલ્સ'ની બસને આંતરીને તપાસ હાથ ધરાઈ હતી. જેમાં બસમાંથી વિદેશી દારૂની કુલ 2,857 બોટલ અને ટીન (કિંમત ₹9,24,688) મળી આવ્યા હતા. પોલીસે દારૂના જથ્થા સાથે ₹15 લાખની કિંમતની ટ્રાવેલ્સ બસ અને મોબાઈલ ફોન મળી કુલ ₹24,29,688નો મુદ્દામાલ કબજે કર્યો છે. મહારાષ્ટ્રના ક્લીનરની અટકાયત, ડ્રાઈવર સહિત 3 સામે ગુનો દરોડા દરમિયાન પોલીસે બસના ક્લીનર રફીક સલીમભાઈ શેખ (રહે. શિરપુર, ધુલિયા, મહારાષ્ટ્ર)ને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછ બાદ પોલીસે દારૂ મોકલનાર, મેળવનાર અને ડ્રાઈવર સામે ગુનો નોંધી 3 શખસ ઇસ્માઇલભાઈ મલેક (રહે. સુરત, બસ ડ્રાઇવર), જીતેન્દ્ર પાલ (રહે. ઇન્દોર - દારૂનો જથ્થો મોકલનાર) અને વિપુલ પંચાલ (રહે. ઘાંઘરેટીયા, વડોદરા - દારૂ મંગાવનાર)ને વોન્ટેડ જાહેર કર્યા છે. તપાસના ચક્રો ગતિમાન મધ્યપ્રદેશથી ગુજરાતમાં દારૂ સપ્લાય કરવાના આ પાછળના મુખ્ય માસ્ટરમાઈન્ડ સુધી પહોંચવા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    મર્ચન્ટ રી-કેવાયસીની ડેડલાઇન વધારવાની માગ:પેમેન્ટ એગ્રીગેટર્સે RBIને પત્ર લખ્યો, 30% થી વધુ નાના ઓફલાઇન વેપારીઓ પર અસર થવાની આશંકા
    Next Article
    પાન મસાલા એડ વિવાદમાં શાહરૂખની મુશ્કેલી વધશે!:FDAને જવાબ ન મોકલ્યો, 15 દિવસની સમયમર્યાદા સમાપ્ત, અજય દેવગન-ટાઈગર શ્રોફે આદેશ માન્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment